
સુરતમાં વધુ એક હત્યા, દારૂના અડ્ડા પર પ્રેમિકાની સામે જ બુટલેગરને રહેંસી નાખ્યો

સુરત : સુરતમાં રોજબરોજ મારામારી,હત્યા અને ચોરી જેવા કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે,ત્યારે એવું લાગી રહ્યું છે કે,શહેરમાં જાણે કે પોલીસનો ખોફ ના હોય તેમ બદમાશો સરેજાહરે હત્યાની ઘટનાને અંજામ આપી રહ્યા છે.ત્યારે લિંબાયતમાં વધુ એક હત્યાની ઘટના બનતા પોલીસ પ્રશાસન સામે સવાલો ઉઠવા પામ્યા છે.દેશી દારૂના અડ્ડા પર ખૂની ખેલાયો હતો.જેમાં પ્રેમિકાની સામે જ બુટલેગરને રહેંસી નાખ્યો હતો.આ ઘટના બાદ સમગ્ર પંથકમાં ચકચા મચી ગઇ હતી. તો બીજી તરફ પોલીસને જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી અનુસાર,સુરતના શહેરના લિંબાયત બાલાજી નગરમાં રત્નપ્રભા સોસાયટીમાં રહેતો લાલચંદ દશરથ (ઉ.વ.32) દેશી દારૂનો અડ્ડો ચલાવે છે.આજે સવારે અડ્ડા પર પીધેલ બુટલેગરને ચપ્પુના 5 ઘા મારી પતાવી દેતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.
મૃતક લાલચંદ છેલ્લા 3 મહિનાથી લિવ ઇનમાં પ્રેમિકા સાથે રહેતો હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે,જો કે,એક બુટલેગરની તેના જ દારૂના અડ્ડા પર પ્રેમિકાની સામે થયેલી હત્યા બાદ લિંબાયત પોલીસ સામે અનેક પ્રશ્નો ઉભા થયા છે.પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે,લાલચંદની વહેલી સવારે 6:30થી 7:00 વાગ્યા વચ્ચે હત્યા થઈ હતી.હત્યા કરનાર સંતોષ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હોવાનું પણ જાણવા મળ્યું છે.
Previous articleશું રામ મંદિર માટે ફાળો નહીં આપનારા ઉમેદવારોને ભાજપ ટિકિટ નહીં આપે?Next articleTRP કૌભાંડમાં અર્ણવની લાંચ બદલ ધરપકડના ભણકારા

પ્રજાસત્તાક પર્વની દાહોદમ…

પલસાણા તાલુકાનાં વાંકાનેડ…

દિલ્હીમાં ગણતંત્ર દિવસે ખ…

ધંધા રોજગાર બેઠા કરવા 31 …

ખેરાલુ કાંઠા વિસ્તારના ખે…

શું તમે જાણો છો દુનિયાના …

BOBને મની લાઉન્ડરિંગ બદલ …

દાહોદ ખાતે રાજ્યકક્ષાના પ…

દિલ્લી પ્રજાસત્તાક પર્વમા…

મુંબઈમાં નવાં પાંચ સાઇબર …

આખરે ડ્રગ માફિયા આરિફ ભૂજ…

- પ્રજાસત્તાક પર્વની દાહોદમાં ઉજવણી, ડભોઇના ભાજપના MLA શૈલેશ સોટ્ટાના નાનાભાઈ અને પાલિકાના પાણી પુરવઠા વિભાગના ના.કાર્યપાલક ઇજનેર વચ્ચે છુટ્ટાહાથની મારામારી, કપડાં પણ ફાડી નાખ્યાં
- પલસાણા તાલુકાનાં વાંકાનેડા ગામ ખાતે રહેતા લિસ્ટેડ બુટલેગર સની પટેલેનો વિદેશી દારૂ પકડાયો
- દિલ્હીમાં ગણતંત્ર દિવસે ખેડૂતોની ટ્રેક્ટર પરેડમાં બબાલ, ખેડૂતોએ બેરિકેડ તોડ્યા, પોલીસે ટીયર ગેસ શેલ છોડ્યા
- ધંધા રોજગાર બેઠા કરવા 31 જાન્યુઆરી પછી રાત્રિ કર્ફ્યુ હટાવી લેવાશે ? : નીતિન પટેલએ આપ્યું મહત્વપૂર્ણ નિવેદન
- ખેરાલુ કાંઠા વિસ્તારના ખેડૂતોએ ચૂંટણીનો બહિષ્કાર કરવા આવેદનપત્ર આપ્યું





