સંક્રાંતિઓ માં મકરસંક્રાંતિ નું વિશેષ મહત્વ : हिरण वैष्णव

સંક્રાંતિઓ માં મકરસંક્રાંતિ નું વિશેષ મહત્વ છે
તા.૧૪ જાન્યુઆરી સૂર્યનો મકર રાશિમાં સવારે ૦૮:૧૫ પ્રવેશ થતાં મકરસંક્રાંતિ પુણ્ય કાળની શરુઆત થશે અને ધનારક કમુરતા પૂર્ણ થતા શુભ અને માંગલિક પ્રસંગોની શરૂઆત થશે એસ્ટ્રોલોજર पुर्वी जोशीના જણાવ્યા મુજબ આજ ના દિવસ નો સૂર્ય ઉપાસના અને દાનનો વિશેષ મહિમા રહેલો છે આજે ઉગતા સૂર્યને તાંબાના લોટા માં જળ લઇ તેમાં કંકુ, ચોખા અને લાલ રંગના ફુલ મિશ્રિત જળ થી અર્ધ્ય આપવાથી માન-સન્માન અને યશની પ્રાપ્તિ થાય છે, મકરસંક્રાંતિ એ કરેલા દાન અનેક ગણું ફળ આપનાર માનવામાં આવે છે આજે જરૂરિયાત મંદ લોકોને અનાજ ધાબળા શેરડી તલ ની બનાવેલી વાનગીઓ વગેરેનું દાન કરવાથી શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છે

Leave a comment