
દમણ પુલ દુર્ઘટના કેસને ફાસ્ટટ્રેકમાં ચલાવી ચૂકાદો આપવા કેશવ બટાકે કરી ભલામણ
દમણ પુલ દુર્ઘટના કેસને 17 વર્ષ જેટલો લાંબો સમય વીતી જવા છતાં હજુ સુધી કોઈપણ જાતનો ચૂકાદો આવ્યો નથી જે ખુબજ ચિંતાજનક અને અતિ ગંભીર કહી શકાય તેવી બાબત છે. હવે વધું વિલંબ કરી આ કેસને ફાસ્ટ ટ્રેકમાં ચલાવી જલ્દીથી ચૂકાદો આપવાની વિકટીમ કમિટીના મહામંત્રી કેશવ બટાકે જિલ્લા અને સત્ર ન્યાયાલયના જજને ભલામણ કરી છે.આ કેસના વિલંબ બાબતે મુંબઈ હાઈકોર્ટ દ્વારા તા. 2 મેં 2019 ના રોજ જાહેર કરવામાં આવેલ આદેશ મુજબ એક વર્ષની અંદર પૂર્ણ કરવાનો હતો.પરંતુ કોરોના મહામારીને લઈ કોર્ટની કામગીરી બંધ રહેતા આ પ્રક્રિયામાં વિલંબ થવા પામ્યો છે. પરંતુ હાલમાં કોર્ટ શરૂ થઈ ગઈ છે કામકાજ પણ ચાલુ કરાયું છે તેવા સંજોગોમાં હવે આ કેસને વહેલી તકે પ્રાધાન્ય આપવામાં આવે અને જલ્દીથી પૂર્ણ કરવામાં આવે તો 28 માસૂમ બાળકોની આત્માને શાંતિ મળે તેમ છે .દમણના ઇતિહાસની કરુણ ઘટનામાં ન્યાય મળે તે માટે આ કેસને ફાસ્ટ ટ્રેકમાં લઈ જલ્દીથી ચૂકાદો આપવામાં આવે તેવી લાગણીઓ વિકટીમ કમિટીના મહામંત્રી કેશવ બટાકે વ્યક્ત કરી છે.
કેશવ બટાક
મહામંત્રી, વિકટીમ કમિટી
દમણ-દીવ