લંડનમાં દમણના ફકીર ડુંગરિયાનું કેશવ બટાક અને કિશોર મોર્યા દ્વારા અભિનંદન

ઇંગ્લેન્ડ 50 ટીમમાં વેલ્સ વિરુદ્ધ પસંદગી થતાં
દમણના ફકીર ડુંગરિયાનું લંડનમાં કેશવ બટાક અને કિશોર મોર્યાએ સ્વાગત કરી અભિનંદન આપ્યા
મૂળ દમણના અને હાલમાં લંડનમાં સ્થાયી થયેલા એવા ફકીર ડુંગરિયાની ઇંગ્લેન્ડની 50 વર્ષની ઉંમરના ખેલાડીઓમાં પસંદગી થવા પામી છે.તેઓની આ ઉપલબ્ધિ બદલ એન.આર.આઈ.ગ્રુપ લંડન (યુ.કે.)ના કન્વિનર કેશવ બટાક અને તેમના મિત્ર કિશોર મોર્યાએ લંડનમાં ફકીર મોર્યાના નિવાસસ્થાને પહોંચી સ્વાગત કર્યું હતું.અને દમણનું ગૌરવ વધારવાની સાથે ભારત દેશનું નામ રોશન કરવા બદલ તેઓને અભિનંદન આપ્યા હતા.
કેશવ બટાકે આ બાબતની જાણકારી આપતા જણાવ્યું છે કે, ફકીર ડુંગરિયા મૂળ દમણ ,ઘાંચીવાડના વતની છે અને છેલ્લા કેટલાક વર્ષોથી તેઓ પોતાના પરિવાર સાથે લંડનમાં સ્થાયી થયેલા છે. ફકીર ડુંગરિયાએ 1992 માં ગુજરાત રાણજી ટ્રોફીમાં પ્રથમ કક્ષાની મેચમાં પરદાર્પણ કર્યું હતું.આ અગાઉ તેઓ અંડર19 પણ રમી ચૂક્યા હતા.હવે જ્યારે વર્ષો પછી આંતરરાષ્ટ્રીય સ્તરે 50 વર્ષની ઉંમરના ખેલાડીઓ માટેની ટુર્નામેન્ટનું આયોજન આગામી તા.13 સપ્ટેમ્બરથી થવા જઈ રહ્યું છે ત્યારે તેઓ ઇંગલેન્ડની ટીમમાંથી વેલ્સ વિરુદ્ધ રમશે જે દમણવાસીઓ માટે તો ગૌરવ નીબાબત છે પરંતુ ભારત દેશ અને લંડન માટે પણ ગૌરવ છે. કેશવ બટાકે ફકીર ડુંગરિયાનું સ્વાગત કર્યું ત્યારે તેઓના પરિવારમાં પત્નિ નુઝહત, પુત્રીઓ ફલક અને નાઇરા પણ હાજર રહ્યા હતા.

Leave a comment