Home    

પેઈમેન્ટ માટે લોકો મોબાઈલનો ઉપયોગ : Dr. Urvi Amin

આજના સમયે મોટા ભાગે પેઈમેન્ટ માટે લોકો મોબાઈલનો ઉપયોગ કરે છે જેમાં ટેક્નોલોજી નો વ્યાપ અને જાણકારીનો આધાર મૂળભૂત રહેલો છે, પણ જયારે ટેક્નોલોજી ના હોય ત્યારે શું કોઈ પણ ચુકવણું શક્ય છે ?? અને તેનો જવાબ હવે મળી ગયો છે। હા કારણકે હવે ચુકવણી કરવાનું સરળ બની ગયું છે જે માટે તમારી પાસે ફોન જરૂરી છે સ્માર્ટ ફોન નહિ। નજીક ના ભવિષ્ય માં બેંગલુરુ સ્થિત ફાઇનાન્શિયલ ટેક્નોલોજી કંપની ટોનટેગ , અવાજ (સાઉન્ડ)-આધારિત ડેટા ટ્રાંસ્ફર ટેક્નોલૉજી રજૂ કરવાની તૈયારીમાં છે જે પેહલાથી જ માસ્ટર કાર્ડ અને ઇન્ફોસિસની પસંદગી દ્વારા લેવામાં આવેલી છે। ટોન ટેગ વિશ્વ ની ત્રણ કોર બેન્કિંગ સોલ્યુશન્સ પ્રોવાઇડર્સમાંની એક નામાંકિત કંપની છે.

ટોનટેગની ટેક્નિક કોમ્યુનિકેશન પ્રોટોકોલ દ્વારા ધ્વનિ તરંગોનો ઉપયોગ કરીને ડેટા ટ્રાન્સફરને સક્ષમ કરશે. ટોનટેગના સીઈઓ અને સહસ્થાપક કુમાર અભિષેક દ્વારા વાતચીત માં જ્યાં જણાવાયું કે " અમે બ્લૂટૂથ અને Wi-Fi જેવા ડેટા ટ્રાન્સફર કરવાના ઘણા રસ્તાઓ ધરાવીએ છીએ અને જ્યારે અમે ચોક્કસ વર્ટિકલ પેમેન્ટ્સ જેવા છીએ, ત્યારે અમારી પાસે એનએફસીએ અને ક્યૂઆર છે, આ તમામ હાર્ડવેર આધારિત છે. ઉદાહરણ તરીકે, બંને સંચાર ઉપકરણોને બ્લૂટૂથ હોવું જરૂરી છે, પરંતુ ટોનટેગ માટે, એક સોફ્ટવેર અપડેટ અમને આસપાસ અવાજ અને મોબાઇલ ફોન પેદા કરી શકે છે તે ધ્વનિ અને ડેટા ટ્રાન્સફર કરી શકે છે. કોઈ હાર્ડવેર નિર્ભરતા નથી. જ્યાં ટોનટેગ સુપર રસપ્રદ બને છે "

હાલ પણ વપરાશ કાર ગૂગલ તેઝ દ્વારા થતા નિ આધારિત સંદેશાવ્યવહારની ખ્યાલથી પરિચિત હોઇ શકે છે જેમાં અવાજ ના આધારે જ કોઈ પણ ચુકવણી ની મંજૂરી મળે છે.આ ડિવાઇસમાં સ્પીકર કે માઇક્રોફોન ન હોવા છતાં પણ સંચાર સક્ષમ રીતે વધે છે અને પરિપૂર્ણ થાય છે.જો ગ્રાહક કોઈ દુકાનમાં ગયો અને જો તેનું વોલેટ સાથે નાહોય તોપણ QR આધારિત ચુકવણીથી તે પોતાના ડેબિટ કે ક્રેડિટકાર્ડથી ચુકવણી કરી શકે છે. આ પ્રકિયા માટે તેને પેહલા ચુકવણીનો વિકલ્પ આપવાનો રહે છે.

સંશોધન માં કરેલા પાયલોટ સ્ટડી થી આ વાત સિદ્ધ થયેલી છેકે આ ટેક્નિક તેઓ યુપીઆઈ એપ્લિકેશને આધારે કરશે. જેમાં માસ્ટરકાર્ડ ભાગીદાર છે, અને તે પણ ફિનેલ છે, તેઓ આ ટેક્નિક ને 72 દેશોમાં લઈ જઈ રહ્યા છે ".આ ટેક્નિક નો વ્યાપ વધારવા તેઓ સતત કાર્યરત છે અને તેઓ આશા રાખે છે કે નજીક ના ભવિષ્ય માં તેઓ 110 મિલિયન ગ્રાહકોને પાર કરી શે .જેઓ વાતચીત પણ નથી કરતા તેઓ આ ટેક્નિક થી વાતચીત ને ચુકવણી કરતા થઈ જશે। છેલ્લા કેટલાંક ક્વાર્ટરમાં અમે સતત આ તકનીક ને કાર્યદક્ષ કરવા પ્રયત્ન કરી રહ્યા છે અને ખાસ લક્ષ્ય રાખ્યું છે કે જે ગ્રાહકો પેહલા વાતચીત પણ કરતા ન હતા કે તેમની પાસે તેમના ફોન પર આ ક્ષમતા છે નથી તેઓ તેનો ઉપયોગ કરે અને તેના વિવિધ પ્રશ્નો અને સંલગ્ન સમશ્યા નો પણ અમે અભ્યાસ કરી નિવેડો લાવવાનો અમે પ્રયત્ન કરીશું .
Dr. Urvi Amin


Comments