Home    

વૈષ્ણવતા ન આવવા ના કારણ : નીરુ આશરા

ઘારા :~૨૩૪ 👉 "વૈષ્ણવતા ન આવવાનું કારણ" 👈 : Niru Ashra- Mumbai. ~~~~~~~~~~~~~~~~~, એક વખત આપશ્રીએ વચનામૃત કર્યા કે કોઈ વૈષ્ણવ સેવા સ્મરણ કરતો હોય છતાં તેમાં વૈષ્ણવતાનાં ગુણો જોવામાં ન આવે તો સમજવું કે કાં તોતે હિનાઘિકારી છે, અથવા શ્રીઠાકોરજીની ઈચ્છા તેને આ જન્મમાં ફલ આપવાની નથી. તેથી તેનાં જીવનમાં જોઈએ તેવા વૈષ્ણવતાના ગુણો આવતા નથી. તેથી એમની કૃતિ જોઈને આપણે પણ તેનું અનુકરણ ન કરવું. આપણે તો આપણું વૈષ્ણવી જીવન ઉચ્ચસ્તરીય બનાવવાની સદા કોશીષ કરતા રહેવું. ઘારા :~234


Comments