Home    

Comic Article: Vijay Thakkar

Aanand :COMIC Article 2 by Vijay Thakkar
પત્નીના જોબ કરવાથી મજૂરને કોઈ દેવું અને બિમારી નથી તો લખપતિના ઘર મહિલાના જોબ કરવાને કારણે જ ભવ્ય બન્યા... "કહું છું આજે શેની રજા છે?..." "તારે વળી રજાની શું ચિંતા, તું ક્યાં કોઈ જોબ કરે છે..." " જોબ નથી કરતા એ વાત ખોટી છે..." "તો આપના બાયોડેટામાં સતત 'ઘરકામ' લખેલું કેમ હોય છે..." "ઘરકામ પણ એક 'જોબ' છે અને એમાં કોઈ રજા હોતી જ નથી, ઉલ્ટાનું તહેવારને દિવસે જ વધારે કામ હોય છે..." "પણ બાકીના દિવસ તો આરામ જ છે ને..." "હું આરામ કરીશને તો તમે ભૂખે મરશો, પણ એ વાત જૂની થઇ ગઈ, જુઓ આજે રજા શેની છે કે આપણો પિંકુ સ્કૂલે જવાની ના પાડે છે..." "સ્કૂલમાં રજા માટે કોઈ તહેવારની જરૂર નથી અને કોલેજમાં કોઈ હાજરી પુરતું જ નથી એટલે જ તો શિક્ષણ મોંઘુ પડી રહ્યું છે..." "હા, હ આ સ્કૂલ અને કોલેજના ખર્ચ તો આપણને ગભરાવી નાખે છે..." "ખોટી વાત, પીઝા અને પંજાબી સબ્જીના ઊંચા ભાવ ગભરાવતા નથી, ત્યાં કોઈ પરિવાર આંદોલન કરતું નથી ને માત્ર શિક્ષણ મોંઘુ પડી રહ્યું છે..." "તમને મારા દિકરાની ચોઈસ ઉંચી છે એ વાતનો ડર લાગે છે..." "દિકરો - દિકરી કોઈ એકના હોતા નથી... અને હા, મારી ચોઈસ આજે પણ દિકરા કરતા 25 વર્ષ ઊંચી છે, અમારા બાળપણમાં પણ મોંઘી સ્કૂલો હતી જ..." "તો તમે કરેલી ભુલનું હવે બાળકો સાથે પુનરાવર્તન ન કરતા..." "ભુલ તો લગ્નની પણ છે તે ભલે સુધારી શકાતી નથી પણ શિક્ષણ માટે નવો નિર્ણય કોઈપણ તબક્કે લઇ શકાય છે..." "તમે આવી વાતો કરીને મને અને પીન્કુને ગભરાવશો નહીં..." "બાળપણનું શિક્ષણ એટલે કક્કો અને બારાખડી, ટૂંકમાં દરેક ભાષામાં એબીસીડી આવડવી જોઈએ, ગણિતના ઘડિયા તો ગુજરાતીમાં ભણો કે મરાઠીમાં દાખલાનો જ્વાબ તો એક જ આવવાનો છે..." "અરે પણ બાળપણમાં જ બધું શીખવાડીએ તો જ આવડે ને એટલે વધારે ફી લે છે..." "તું રસોઈ બનાવતા બાળપણમાં શીખી કે એક ઉંમર પછી શીખી? અને તું ગ્રેજ્યુએટ થઇ અને તેમાં એકાઉન્ટ અને ઇકોનોમિક્સ ભણી છતાં જોબ કરવાને બદલે ઘરકામને પકડી બપોરની ઊંઘ લેવાની આળસ શા માટે કરે છે?..." "તમને મારી ઈર્ષા કરવા સિવાય બીજું ક્યાં કઈ સૂઝે છે..." "આપણું ઘર બનાવવા ગોધરાથી મજુર આવે છે તે આખો પરિવાર, પત્ની પણ કાળી મજૂરી કરે છે ત્યારે તેમનું ઘર ચાલે છે અને પત્નીના નોકરી કરવાને કારણે જ તેમના માથે કોઈ દેવું નથી અને કોઈ બીમારી પણ નથી..." "લો હવે તમને મારી દવાનો ખર્ચ પણ પોસાતો નથી?..." "અમેરિકા અને કેનેડાની પ્રગતિ, ત્યાંની મહિલાઓની સતત નોકરી કરવાને કારણે જ છે..." "તે કેનેડામાં તો મારી બહેનો આ 54 વર્ષની ઉંમરે પણ જોબ કરે જ છે ને..." "તારી જુવાનીની ભૂલ માફ, પણ દિકરી એક ઉંમરને પાર કરે એટલે જોબ કરાવવી ફરજીયાત છે..." "અરે હું ય મારી જુવાનીમાં જોબ કરવા જવાની જ હતી, પણ પપ્પા માન્યા નહીં અને સમાજના નામે મને અટકાવી, સમાજે કઈ આપ્યું નહીં અને આજે મને આશ્રિત અવસ્થામાં લાવી દીધી..." "તું આશ્રિત નથી અને અશિક્ષિત પણ નથી, પણ નોકરી નહીં કરવાની આદતને કારણે આળસ ચડી ગઈ..." "પણ ગુનેગાર તો પતિ તરીકે તમે પણ છો કે તમે મને જોબ પર જવા પ્રોત્સાહન અને મદદ ના કરી અને હવે દીકરીની વાતમાં ચિંતા કરો છો..." "એવું નથી સમય અને સંજોગો જોવા પડે..." "તમને ડર હતો ને કે આ ક્યાંક કોઈ બીજાને પ્રેમ કરતી થઇ ગઈ તો..." "ચાલ છોડને એ વાત, હવે બાળકોનું ભવિષ્યનું વિચાર..." "પત્નીના જોબ કરવાથી મજૂરને કોઈ દેવું અને બિમારી નથી તો લખપતિના ઘર મહિલાના જોબ કરવાને કારણે જ ભવ્ય બન્યા..." "યસ, આ સમજ આપણને સ્વીકાર્ય બનશે એ દિવસે આપણે દરેક ભારતીય સ્વાસ્થ્ય અને સમૃદ્ધ હોઈશું..." "અરે પણ આજે સ્કૂલમાં રજા શેની છે?..." "અરે બાળક સ્કૂલ - કોલેજમાં ના જાય એટલે રજા, આ વિદ્યાર્થીઓ અને ઘરકામ કરતી પત્નીઓને રજા પાડવામાં ક્યાં કોઈ પગાર કપાય છે..." "સારું પણ આ છોકરાઓને કંઈક શિક્ષણના સાધનો લાવવા 200 રૂપિયા અને રોજ બહારનું ખાવાની આદત હવે છૂટે એમ નથી એટલે બીજા 1000 મને આપી રાખજો હું ધીમે રહીને છોકરાઓને સમજાવીશ..." "આ ધીમેથી સમજાવાની વાતમાં તે નોકરી પણ ના કરી અને હવે ઘરનો - તારાથી નાસ્તો પણ ભવ્ય બનાવાતો નથી, મોબાઈલ અને ઓવન કેટ કેટલું શીખવામાં આળસ કરીશ..." "સાવ સાચી વાત, પારકી મા જ કાન વીંધે, જોબ કરતી હોત તો સમય સાથે કદમ મિલાવવામાં સરળતા થઇ જાત..." "છે ને, દેખાય છેને ફરક, તારા અને તારી કેનેડા રહેતી સગી બહેનની આવક અને આવડતમાં..." "ચુકી ગઈ, બાળકોની કાળજીના નામે મેં જોબ ના કરી અને તમે પિતા હોવા છતાં વાલી સાથે સમાંતર જોબને મહત્વ આપ્યું એટલે હું મજબુર ગણાવા લાગી..." "મજબુર નહીં, મજબૂત બનવું અને જોબ કરનાર ઘરની છોકરી, વહુ, દેરાણી કે જેઠાણી એમ દરેકને પ્રોત્સાહન આપવું..." "કાન પકડીને ભૂલ કબૂલવી પડે કે કેનેડામાં મારી બહેનની પ્રગતિ કેનેડા દેશને કારણે નહીં, પણ એની જોબ કરવાની આદત અને આગ્રહને કારણે છે..." "ચાલ છોડ વાત અને તેં મારી આજની જોબ માટે શુ તૈયારી કરી છે?..." "અરે મને એમ કે આપણા પીન્કુને રજા એટલે તમારે પણ, ના ના ચિંતા ના કરો, ઘરમાં તૈયાર નાસ્તા ઘણા છે, હમણાં જ તમારો ડબ્બો ભરી દઉં છું..." "લો બોલો, નોકરીની આવક નહીં અને પળની નવરાશ નહીં..." "પગ પકડવા સુધી લાવી દીધી, હવે તો અટકી જાવ, નોકરીનું આજે આટલું ભાષણ આપો છો તો જુવાનીમાં કેમ સપોર્ટ કરવાનું ચુકી ગયા..." "દરેક ઇમારત - ઘર એના મજબૂત પાયા ઉપર જ ટકે અને પિતા તરીકે તેમણે તારી પાસે જુવાનીમાં ફરજીયાત જોબ કરાવી હોત તો તે લગ્ન સમયે જ મને કહ્યું હોત કે 'નોકરી પણ મારા જીવનનું એક અંગ છે જેને હું નિષ્ક્રિય નહીં થવા દઉં'..." "હવે મારા પપ્પાની વાત જવા દો અને તમે સારા પપ્પા થાવ, નોકરી કરવા જાવ..." "બટ, સ્ટીલ આઈ લવ યુ..." "સાંજે સારું જમવાનું બનશે જ..." "એટલે?..." "તમે જે આ અંગ્રેજી બોલ્યા એનો ગુજરાતી જવાબ..." "સાલા મે તો સાહબ બન ગયા..." -- વિજય ઠક્કર (આણંદ)
Vijay Thakkar is with Kirit Vashi and 95 others.
COMIC Article 2 by Vijay Thakkar
પત્નીના જોબ કરવાથી મજૂરને કોઈ દેવું અને બિમારી નથી તો લખપતિના ઘર મહિલાના જોબ કરવાને કારણે જ ભવ્ય બન્યા...
"કહું છું આજે શેની રજા છે?..."
"તારે વળી રજાની શું ચિંતા, તું ક્યાં કોઈ જોબ કરે છે..."
" જોબ નથી કરતા એ વાત ખોટી છે..."
"તો આપના બાયોડેટામાં સતત 'ઘરકામ' લખેલું કેમ હોય છે..."
"ઘરકામ પણ એક 'જોબ' છે અને એમાં કોઈ રજા હોતી જ નથી, ઉલ્ટાનું તહેવારને દિવસે જ વધારે કામ હોય છે..."
"પણ બાકીના દિવસ તો આરામ જ છે ને..."
"હું આરામ કરીશને તો તમે ભૂખે મરશો, પણ એ વાત જૂની થઇ ગઈ, જુઓ આજે રજા શેની છે કે આપણો પિંકુ સ્કૂલે જવાની ના પાડે છે..."
"સ્કૂલમાં રજા માટે કોઈ તહેવારની જરૂર નથી અને કોલેજમાં કોઈ હાજરી પુરતું જ નથી એટલે જ તો શિક્ષણ મોંઘુ પડી રહ્યું છે..."
"હા, હ આ સ્કૂલ અને કોલેજના ખર્ચ તો આપણને ગભરાવી નાખે છે..."
"ખોટી વાત, પીઝા અને પંજાબી સબ્જીના ઊંચા ભાવ ગભરાવતા નથી, ત્યાં કોઈ પરિવાર આંદોલન કરતું નથી ને માત્ર શિક્ષણ મોંઘુ પડી રહ્યું છે..."
"તમને મારા દિકરાની ચોઈસ ઉંચી છે એ વાતનો ડર લાગે છે..."
"દિકરો - દિકરી કોઈ એકના હોતા નથી... અને હા, મારી ચોઈસ આજે પણ દિકરા કરતા 25 વર્ષ ઊંચી છે, અમારા બાળપણમાં પણ મોંઘી સ્કૂલો હતી જ..."
"તો તમે કરેલી ભુલનું હવે બાળકો સાથે પુનરાવર્તન ન કરતા..."
"ભુલ તો લગ્નની પણ છે તે ભલે સુધારી શકાતી નથી પણ શિક્ષણ માટે નવો નિર્ણય કોઈપણ તબક્કે લઇ શકાય છે..."
"તમે આવી વાતો કરીને મને અને પીન્કુને ગભરાવશો નહીં..."
"બાળપણનું શિક્ષણ એટલે કક્કો અને બારાખડી, ટૂંકમાં દરેક ભાષામાં એબીસીડી આવડવી જોઈએ, ગણિતના ઘડિયા તો ગુજરાતીમાં ભણો કે મરાઠીમાં દાખલાનો જ્વાબ તો એક જ આવવાનો છે..."
"અરે પણ બાળપણમાં જ બધું શીખવાડીએ તો જ આવડે ને એટલે વધારે ફી લે છે..."
"તું રસોઈ બનાવતા બાળપણમાં શીખી કે એક ઉંમર પછી શીખી? અને તું ગ્રેજ્યુએટ થઇ અને તેમાં એકાઉન્ટ અને ઇકોનોમિક્સ ભણી છતાં જોબ કરવાને બદલે ઘરકામને પકડી બપોરની ઊંઘ લેવાની આળસ શા માટે કરે છે?..."
"તમને મારી ઈર્ષા કરવા સિવાય બીજું ક્યાં કઈ સૂઝે છે..."
"આપણું ઘર બનાવવા ગોધરાથી મજુર આવે છે તે આખો પરિવાર, પત્ની પણ કાળી મજૂરી કરે છે ત્યારે તેમનું ઘર ચાલે છે અને પત્નીના નોકરી કરવાને કારણે જ તેમના માથે કોઈ દેવું નથી અને કોઈ બીમારી પણ નથી..."
"લો હવે તમને મારી દવાનો ખર્ચ પણ પોસાતો નથી?..."
"અમેરિકા અને કેનેડાની પ્રગતિ, ત્યાંની મહિલાઓની સતત નોકરી કરવાને કારણે જ છે..."
"તે કેનેડામાં તો મારી બહેનો આ 54 વર્ષની ઉંમરે પણ જોબ કરે જ છે ને..."
"તારી જુવાનીની ભૂલ માફ, પણ દિકરી એક ઉંમરને પાર કરે એટલે જોબ કરાવવી ફરજીયાત છે..."
"અરે હું ય મારી જુવાનીમાં જોબ કરવા જવાની જ હતી, પણ પપ્પા માન્યા નહીં અને સમાજના નામે મને અટકાવી, સમાજે કઈ આપ્યું નહીં અને આજે મને આશ્રિત અવસ્થામાં લાવી દીધી..."
"તું આશ્રિત નથી અને અશિક્ષિત પણ નથી, પણ નોકરી નહીં કરવાની આદતને કારણે આળસ ચડી ગઈ..."
"પણ ગુનેગાર તો પતિ તરીકે તમે પણ છો કે તમે મને જોબ પર જવા પ્રોત્સાહન અને મદદ ના કરી અને હવે દીકરીની વાતમાં ચિંતા કરો છો..."
"એવું નથી સમય અને સંજોગો જોવા પડે..."
"તમને ડર હતો ને કે આ ક્યાંક કોઈ બીજાને પ્રેમ કરતી થઇ ગઈ તો..."
"ચાલ છોડને એ વાત, હવે બાળકોનું ભવિષ્યનું વિચાર..."
"પત્નીના જોબ કરવાથી મજૂરને કોઈ દેવું અને બિમારી નથી તો લખપતિના ઘર મહિલાના જોબ કરવાને કારણે જ ભવ્ય બન્યા..."
"યસ, આ સમજ આપણને સ્વીકાર્ય બનશે એ દિવસે આપણે દરેક ભારતીય સ્વાસ્થ્ય અને સમૃદ્ધ હોઈશું..."
"અરે પણ આજે સ્કૂલમાં રજા શેની છે?..."
"અરે બાળક સ્કૂલ - કોલેજમાં ના જાય એટલે રજા, આ વિદ્યાર્થીઓ અને ઘરકામ કરતી પત્નીઓને રજા પાડવામાં ક્યાં કોઈ પગાર કપાય છે..."
"સારું પણ આ છોકરાઓને કંઈક શિક્ષણના સાધનો લાવવા 200 રૂપિયા અને રોજ બહારનું ખાવાની આદત હવે છૂટે એમ નથી એટલે બીજા 1000 મને આપી રાખજો હું ધીમે રહીને છોકરાઓને સમજાવીશ..."
"આ ધીમેથી સમજાવાની વાતમાં તે નોકરી પણ ના કરી અને હવે ઘરનો - તારાથી નાસ્તો પણ ભવ્ય બનાવાતો નથી, મોબાઈલ અને ઓવન કેટ કેટલું શીખવામાં આળસ કરીશ..."
"સાવ સાચી વાત, પારકી મા જ કાન વીંધે, જોબ કરતી હોત તો સમય સાથે કદમ મિલાવવામાં સરળતા થઇ જાત..."
"છે ને, દેખાય છેને ફરક, તારા અને તારી કેનેડા રહેતી સગી બહેનની આવક અને આવડતમાં..."
"ચુકી ગઈ, બાળકોની કાળજીના નામે મેં જોબ ના કરી અને તમે પિતા હોવા છતાં વાલી સાથે સમાંતર જોબને મહત્વ આપ્યું એટલે હું મજબુર ગણાવા લાગી..."
"મજબુર નહીં, મજબૂત બનવું અને જોબ કરનાર ઘરની છોકરી, વહુ, દેરાણી કે જેઠાણી એમ દરેકને પ્રોત્સાહન આપવું..."
"કાન પકડીને ભૂલ કબૂલવી પડે કે કેનેડામાં મારી બહેનની પ્રગતિ કેનેડા દેશને કારણે નહીં, પણ એની જોબ કરવાની આદત અને આગ્રહને કારણે છે..."
"ચાલ છોડ વાત અને તેં મારી આજની જોબ માટે શુ તૈયારી કરી છે?..."
"અરે મને એમ કે આપણા પીન્કુને રજા એટલે તમારે પણ, ના ના ચિંતા ના કરો, ઘરમાં તૈયાર નાસ્તા ઘણા છે, હમણાં જ તમારો ડબ્બો ભરી દઉં છું..."
"લો બોલો, નોકરીની આવક નહીં અને પળની નવરાશ નહીં..."
"પગ પકડવા સુધી લાવી દીધી, હવે તો અટકી જાવ, નોકરીનું આજે આટલું ભાષણ આપો છો તો જુવાનીમાં કેમ સપોર્ટ કરવાનું ચુકી ગયા..."
"દરેક ઇમારત - ઘર એના મજબૂત પાયા ઉપર જ ટકે અને પિતા તરીકે તેમણે તારી પાસે જુવાનીમાં ફરજીયાત જોબ કરાવી હોત તો તે લગ્ન સમયે જ મને કહ્યું હોત કે 'નોકરી પણ મારા જીવનનું એક અંગ છે જેને હું નિષ્ક્રિય નહીં થવા દઉં'..."
"હવે મારા પપ્પાની વાત જવા દો અને તમે સારા પપ્પા થાવ, નોકરી કરવા જાવ..."
"બટ, સ્ટીલ આઈ લવ યુ..."
"સાંજે સારું જમવાનું બનશે જ..."
"એટલે?..."
"તમે જે આ અંગ્રેજી બોલ્યા એનો ગુજરાતી જવાબ..."
"સાલા મે તો સાહબ બન ગયા..."
-- વિજય ઠક્કર (આણંદ)Comments