Home    

માતા-પિતા જાત્રા એ : ભારતી

*બેટા...*
*તું અને વહુ.. થોડો વખત એકલા રહો....હું..અને તારી માઁ.. એક મહિનો...જાત્રા એ જઈયે છીયે...*

*જીંદગી..મા કમાવા ની હાય મા નતો ભગવાન સરખો ભજાયો...કે નતો.. તારી માઁ સાથે શાંતિ થી જીવી શક્યો...*
*ઘડપણ...આંગણે આવી ગયું..ખબર પણ ના પડી...અને મોત.....આંગણે થી અંદર કયારે આવી જશે..તે પણ મને ખબર નથી..*
*માટે.. જે જીવન અમારૂ બાકી રહ્યું છે.તે...હવે શાંતિ થી જીવવવા ની ઈચ્છા છે...*

*આ પપ્પા ના જાત્રા એ જતા પેહલા ના છેલ્લા શબ્દો હતા....*

*પપ્પા મમ્મી ને જાત્રા એ ગયે મહિનો થઈ ગયો...રોજ ફોન ઉપર વાત ચિત કરિયે... મહિનો પૂરો થયો. બીજો મહિનો પૂરો થવા આવ્યો ..*
*મેં પપ્પા ને પૂછ્યું... પપ્પા.તમે છો ક્યા..? બે મહિના થઈ ગયા...*
*મને હવે શંકા લાગે છે....*
*તમને મારા સોગંન ..આપ સાચું બોલો..ક્યાં છો ?*
*દિપેન આંખ મા પાણી સાથે બોલ્યો...*

*બેટા.. સાંભળ...અમે કાશી મા ,જ.. છીયે...અહીં ફરતા.ફરતા..વૃદ્ધા આશ્રમ દેખાયો...તેનું વાતવરણ..*
*રહેવાનું..ખાવું પીવું...સવાર સાંજ ભગવાન ના દર્શન....સતસંગ બધુજ તારી માઁ ને અને મને માફક આવી ગયું છે..તારી માઁ નો સ્વભાવ પણ એકદમ બદલાઈ ગયો છે...*

*બેટા...મેં તને ઘરે થી નીકળતા પેહલા કીધું હતું..હવે ની ઉંમર અમારી શાંતિ મેળવવા ની છે...અશાંતી ઉભી કરવાની નથી......*

*તમે બન્ને શાંતિ થી જીવો..અમારી ચિતા ના કરતા..પ્રભુ એ પેંશન આપ્યું છે..તેમાં અમારા ખર્ચ નીકળી જાય..છે...તમારી તબિયત નું ધ્યાન રાખજો...*

*પપ્પા મહેરબાની કરી ઘરે પાછા આવી જાવ..*

*ના..બેટા.. હવે.. આપણી મંજીલ અલગ..અલગ છે..તું તારી રીતે આનંદ થી જીવ..અમે અમારી રીતે...બેટા તને ખબર છે..તારી માઁ નો સ્વાભવ ચિડિયો થઈ ગયો હતો....*
*પોતે જે રીતે ચોખ્ખાઈ અને જીણવટ થી જીવી તેવી અપેક્ષા તારી વહુ પાસે રાખે..તે શક્ય નથી હવે બદલતા સંજોગો મા...બેટા..*

*અને તે ને કારણે રોજ ઘર નું વાતવરણ તંગ..અને અશાંત બની જાય તે હું ઈચ્છતો નહતો...*
*સવારે ઉઠી ને એક બીજા ના મોઢા જોવા ન ગમે ત્યારે સમજી લેવું જોઈએ.. કે ઘર નું પતન નક્કી છે...*

*અને હું તેવું ઈચ્છતો નહતો...કે ઘર નું કોઈ સભ્ય આવા વાતવરણ ને કારણે ગંભીર બીમારી નું શિકાર બને અથવા અઘટિત ઘટના આપણા ઘર બની જાય...*
*એટલે મેં ..પ્રેમ થી આ રસ્તો અપનાવ્યો છે....બેટા*
*તું જરા પણ મન મા ના લેતો....*
*જતુ કરે તેને તો માઁ બાપ* *કેહવાઈ..*

*બાકી..કોઇ તકલીફ પડે તો...હું બેઠો છું..દૂર જવા થી...હું તારો બાપ કે તું મારૂ સંતાન નથી મટી જતો..*
*આપણા વિચારો નથી મળતા... પ્રેમ તો એટલોજ છે*
*બેટા ..*
*મત ભેદ હોય...ત્યારે જ જુદા થઈ જવું સારૂ...*
*જો મન ભેદ થઈ જુદા પડ્યા..તો ફરી એક થવુ મુશ્કેલ હોય છે..*

*બેટા... બીજી અગત્ય ની* *વાત...તે જે બૅંક મા નવું ઘર લેવા અને અમારા થી જુદા થવા લોન માટે અરજી જે મેનેજર ને આપી હતી તે..મારા મિત્ર નો પુત્ર છે...*
*તેને મળજે.. તારે નવું મકાન લેવાં ની જરૂર નથી...*
*મેં તારા નામે આપણું મકાન કરી દીધુ છે...*
*પેપર તેની પાસે થી લઇ લેજે....*

*બેટા...તું ટૂંકા પગાર મા લોન ના હપ્તા ભર કે ઘર ચલાવ..?*
*અને તું હેરાન થતો હોય અને અમે આનંદ કરિયે.. તેમાંનો તારો બાપ નથી..*
*તમે સુખી થાવ.. સદા આનંદ મા રહો.. એતો અમારૂ સ્વપન હોય છે...*

*ચલ બેટા.. આરતી નો સમય થયો છે..તારી માઁ મારી રાહ જોઈ ને નીચે ઉભી છે....જય શ્રી કૃષ્ણ*

*દિપેન... ચોધાર આશું એ રડતો રહ્યો.....અને પપ્પા એ ફોન કટ કર્યો..*
*પપ્પા મેં તમને સમજવા મા ભૂલ કરી...છે..ભગવાન મને કદી માફ નહીં કરે..*

*દિપેન ની પત્ની એ હકીકત બધી જાણી દુઃખી અવાજે કિધુ... આપણે આજે.. ટેક્ષી કરી*
*મમ્મી ..પપ્પા ને ઘરે લઈ આવ્યે..*

*દિપેન બોલ્યો...*
*બહુ મોડું થઈ ગયું...સ્વાતી..*
*મારા બાપ ને હું જાણું છું...તે જલ્દી નિર્ણય કોઈ લેતા નથી*
*અને જો નિર્ણય તેમને લઇ જ લીધો તો તેમા તે ફેરફાર કદી કરતા નથી...*

*આજે મને સમજાઈ ગયું...*
*દુનિયા મા જતુ કરવા ની તાક્ત*
*માઁ બાપ સિવાય કોઈ પાસે નથી..*

*Parents do not expect much from us..*
*They just expect that the "LOAN" of Love which we "Borrowed" ,from them in our Childhood..to be returned in their*
*"Old Hood"*


Comments