Home    

ચીનના ઐતિહાસિક પ્રવાસ પર પીએમ મોદી

ચીનના ઐતિહાસિક પ્રવાસ પર પીએમ મોદી, વુહાનમાં જિનપિંગ સાથે કરી મુલાકાત
નવી દિલ્હીઃ બે દિવસીય પ્રવાસ પર ચીન પહોંચેલા વડાપ્રધાન મોદી આજે વૂહનમાં છે. પીએમ મોદીએ અહીં ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગની સાથે મુલાકાત કરી. આ મુલાકાત દરમિયાન હુબેઇ મ્યૂઝિયમમાં રંગારંગ કાર્યક્રમોની પ્રસ્તુતિની સાથે પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પછી બન્ને નેતાઓની વચ્ચે મીટિંગ થઇ, જેમાં બન્ને દેશોના પ્રતિનિધિ પણ સામેલ થયા હતા. ભારત તરફથી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોબાલ પણ આ મુલાકાત દરિયમાન હાજર રહ્યાં હતા.
શી જિનપિંગ સાથે આ મુલાકાત બાદ પીએમ મોદી બીજા કેટલાય કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. પીએમ મોદી આ પ્રવાસ બન્ને દેશોની વચ્ચે સંબંધોમાં તનાવ અને હાલની આંતરરાષ્ટ્રયી પરિસ્થિતિની જોતા ખુબ મહત્વનો માનવામાં આવી રહ્યો છે.
મોદીની આ ચાર વર્ષમાં ચોથી વખત ચીન મુલાકાત છે. આમ, મોદી હવે સૌથી વધારે વખત ચીન ગયેલા વડાપ્રધાન બની ગયા છે. આ પહેલાંના પૂર્વ પીએમ મનમોહન સિંહ ત્રણ વખત ચીનની મુલાકાતે ગયા હતા. મોદી અને શી જિનપિંગ વચ્ચેની આ મુલાકાતને અનઔપચારિક શિખર વાર્તાનું નામ આપવામાં આવ્યું છે.
પહેલીવાર એવું થશે કે, જ્યારે ભારત અને ચીનના કોઈ નેતાની બેઠક પછી કોઈ જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કે મીડિયા બ્રીફિંગ કરવામાં આવશે નહીં. તેમ છતા આ મુલાકાતમાં બંને વચ્ચે ઘણાં મહત્વના મુદ્દા વિશે ચર્ચા થવાની શક્યતા છે.
ચીનમાં ભારતના રક્ષા સલાહકાર રહી ચૂકેલા લેફ્ટિનેન્ટ જનરલ એસએલ નરસિમ્હને કહ્યું છે કે, મોદી એવા પહેલાં વડાપ્રધાન છે જેમના માટે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે અનૌપચારિક શિખર બેઠક રાખી છે. પ્રોટોકોલ પર ખૂબ ધ્યાન આપનાર ચીન રાજકારણમાં આ બહુ મોટો અપવાદ છે.
ચીનના રાષ્ટ્રપતિ અન્ય કોઈ દેશના વડાપ્રધાન સાથે શિખર બેઠક કરે તે ખરેખર ઘણી મોટી રાજકીય ઘટના માનવામાં આવે છે. આ મોદી અને જિનપિંગના અંગત સંબંધોના કારણે શક્ય થઈ શક્યું છે. મોદી આ વર્ષે જૂનમાં ફરી એક વખત ચીનની મુલાકાત લેશે. આ મુલાકાતમાં મોદી શંઘાઈ કો- ઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકમાં સામેલ થવા માટે ચીન જશે. મોદીની આ બીજી સ્ટેટ વિઝિટ છે. મોદી પીએમ બન્યા પછી 47 મહિનામાં આ 55મી વિદેશ યાત્રા છે.
Comments