Home    

અમિત શાહે કહ્યું- '2019માં પણ બનશે મોદી સરકાર'

રાયબરેલીમાં અમિત શાહે કહ્યું- '2019માં પણ બનશે મોદી સરકાર'
લખનઉઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ઉત્તરપ્રદેશના રાયબરેલીમાં એક જનસભાને સંબોધી હતી. રેલી દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને પ્રદેશ અધ્યક્ષ ડોક્ટર મહેન્દ્રનાથ પાંડેય પણ મંચ પર હાજર રહ્યા હતા. સભા દરમિયાન સાઉન્ડ સિસ્ટમમા શોર્ટ સર્કિટને કારણે આગ લાગી ગઇ હતી પરિણામે અફરાતફરી મચી ગઇ હતી. લોકોને સંબોધિત કરતા અમિત શાહે કોગ્રેસ પર અનેક શાબ્દિક હુમલા કર્યા હતા. અમિત શાહે કહ્યું કે, હું રાયબરેલીની જનતાને જણાવવા માંગું છું કે હું આખા દેશમાં પ્રવાસ કરું છું. નરેન્દ્ર મોદીની સરકાર 2019માં વર્તમાન કરતા વધુ જનાદેશ સાથે ફરીથી આવશે. શાહે કહ્યું કે, રાયબરેલીએ કોગ્રેસના મોટા મોટા નેતાઓને સંસદમાં મોકલ્યા પણ અહીં વિકાસ થયો નથી. ઉત્તરપ્રદેશમાં યોગીની સરકાર બનતા ગુંડાઓ રાજ્ય છોડીને ભાગવા લાગ્યા છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી છે. યોગી સરકાર બન્યા અગાઉ રાજ્ય ગુંડારાજ તરીકે જાણીતું હતું. રાયબરેલીએ આઝાદી બાદથી પરિવારવાદ જોયો છે પણ વિકાસ જોયો નથી.


Comments