Home    

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બનાવશે મોદી સરકાર

કોલકત્તાઃ કેન્દ્રિય માનવસંસાધન વિકાસમંત્રી પ્રકાશ જાવડેકરે વિદ્યાર્થીઓને મોટી રાહત આપતા નવી રાષ્ટ્રીય શિક્ષણ નિતિ બનાવવાનો નિર્ણય લીધો છે. જાવડેકરે જાહેરાત કરી હતી કે, 2019ના શૈક્ષણિક સત્રથી એનસીઇઆરટીના પાઠ્યક્રમને ઘટાડીને અડધો કરી દેવામાં આવશે. એટલે કે આગામી સત્રથી વિદ્યાર્થીઓ પર પાઠ્યક્રમનો બોજ નહી પડે. તેમણે કહ્યુ કે, સરકારે એનસીઇઆરટી પાઠ્યક્રમને અડધો કરવાનો નિર્ણય લીધો છે.
242090-parkash મીડિયા સાથેની વાતમાં તેમણે કહ્યું કે, અભ્યાસની સાથે સાથે બાળકોને ફિઝિકલ એજ્યુકેશન, જીવન કૌશલ અને મૂલ્યપરક પરિક્ષાની પણ જરૂર હોય છે. શિક્ષણનો અર્થ ફક્ત યાદ રાખવુ કે ઉત્તર પુસ્તિકામાં લખવું એટલો નથી. શિક્ષણ વ્યાપક છે. એનસીઇઆરટીનો પાઠ્યક્રમ ખૂબ જટિલ છે એટલા માટે સરકાર તેને ઘટાડીને અડધો કરવાનો નિર્ણય લીધો છે.


Comments