Home    

જૂનાગઢઃ આંદોલન કરતાં ખેડૂતો પર પોલીસે વરસાવી લાઠીઓ

જૂનાગઢઃ આંદોલન કરતાં ખેડૂતો પર પોલીસે વરસાવી લાઠીઓ, એક ખેડૂત પર પોલીસ તૂટી પડ્યા, જુઓ વીડિયો
જૂનાગઢઃ રેતી ખનન મામલે આજે ખેડૂતો અને સ્થાનિકોએ વંથલી હાઈ-વે પર ચક્કાજામ કર્યો હતો. આ આંદોલનમાં માણાવદરના કોંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડા પણ જોડાયા હતા. પોલીસે આંદોલનકારીઓ પણ લાઠીચાર્જ કર્યો હતો અને ટિયરગેસના સેલ પણ છોડ્યા હતા. મળતી વિગતો અનુસાર, વંથલી ગામના સ્થાનિકો અને ખેડૂતોએ વંથલી-સોમનાથ હાઈવે પર ટાયરો સળગાવી ચક્કાજામ કર્યો હતો. પોલીસે ખેડૂતોના ટોળાઓને વિખેરવા માટે છ ટીયરગેસના સેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ કર્યો હતો. ખેડૂતોના આ આંદોલનમાં કૉંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડા જોડાતા તેમની અટકાયત કરવામાં આવી હતી. વંથલી ગામમાં રેતી ખનન મામલે સ્થાનિકોએ બંધનું એલાન આપ્યુ હતું. તો આ આંદોલન ચલાવનાર નયન કલોલા નામના ખેડૂત આગેવાનનું અપહરણ કરી તેને માર મારવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ખેડૂતોમાં રોષ ફેલાયો હતો અને રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો હતો.


Comments