Home    

દમણમાં જાહેરમાં દારૂ પીવા પર પ્રતિબંધ - કલેક્ટર નું ફરમાન

દમણમાં જાહેરમાં દારૂ પીવા પર પ્રતિબંધ - કલેક્ટર નું ફરમાન ! Daman :ગુજરાતમાં દારૂબંધી હોવાથી શરાબના શોખીનો દારૂ પીવા માટે કેન્દ્રશાસિત પ્રદેશ દીવ અને દમણ જતા હોય છે. જો કે દમણમાં દારૂ પીવા જનારા શરાબના શોખીનો માટે માઠા સમાચાર છે. દમણમાં હવે જાહેરમાં બેસીને જારૂ નહીં પી શકાય. મતલબ કે બીચ પર કે બીજે સ્થળે દારૂની મજા નહીં માણી શકાય.
દમણમાં જિલ્લા કલેક્ટર દ્વારા જાહેર સ્થળો પર દારૂ પીવા પર જ પ્રતિબંધ લાદી દેવાયો છે. કલેક્ટરના આ નિયમનો ભંગ કરનારાઓને એક મહિનાથી છ મહિના સુધીની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે. જાહેરમાં દારૂ પીધા બાદ મારામારી, તોડફોડ સહિતના ગુના બનતાં મોટું નુકશાન-જાનહાનિ થતી હોવાના બહાને પ્રતિબંધ લદાયો છે.
દમણ પર્યટન સ્થળ કરતાં સસ્તા દારૂના કારણે વધુ લોકપ્રિય છે. વીકેન્ડમાં સુરત- મુંબઈથી પ્રવાસીઓનો ધસારો સવિશેષ હોય છે. તેનું એકમાત્ર કારણ જાહેર સ્થળો પર દારૂ પીવાની છૂટ છે. ખાસ કરીને દેવકા અને જમ્પોર બીચ પર પરિવાર સાથે આવતાં પર્યટકો મન ભરીને દારૂ પીતા હોય છે.
જો કે દારૂ પીધા બાદ ભાન ભૂલેલા કેટલાક પિક્કડો ક્યારેક ક્યારેક તોડફોડ અને મારામારી કરે છે. જેના કારણે પરિવાર સાથે માત્ર દમણની સહેલગાહે આવતાં પ્રવાસીઓમાં ગભરાટ ફેલાય છે. જાહેર અને ખાનગી મિલકતને મોટું નુકશાન પણ થાય છે. ઘણા કિસ્સામાં સામાન્ય બબાલનું પરિણામ જીવલેણ હુમલા અને હત્યા સુધી પણ પહોંચે છે.આ તમામ બાબતે યુથ એકશન ફોર્સ નાં પ્રમુખ ઉમેશ પટેલ એ આ હકીકત કંઈક જુદી જ છે એવું ફેસ બુક પર લાઈવમાં જણાવ્યુ હતું.



Comments