Home    

સરકારનું નવું સુત્ર ખાઉંગા અને ખાને દૂંગા -પેક કરતાં લે જાને ભી દૂંગા.

Delhi : કોંગ્રેસે પંજાબ નેશનલ બેન્ક સાથે રૂ. 11 હજાર કરોડ કરતાં વધુ રકમનું કૌભાંડ કરનારા નીરવ મોદી મુદ્દે કેન્દ્ર સરકારને ભીંસમાં લીધી છે. કોંગ્રેસના નેતા રણદીય સુરજેવાલાએ મોદી સરકારની ટીકા કરતાં જણાવ્યું છે કે સરકારનું નવું સુત્ર છે, ખાઉંગા અને ખાને દૂંગા ઔર પેક કરતાં લે જાને ભી દૂંગા.

સુરજેવાલાએ અનેક દસ્તાવેજો રજૂ કરતાં જણાવ્યું હતું કે આ કૌભાંડ લાંબા સમજથી ચાલતું હતું અને સરાકર હાથ પર હાથ મુકી બેસી હતી. તેમણે આ સાથે અનેક કંપનીઓના પાક સરવૈયાની આંકડાકીય માહિતી પણ વિગતવાર રજૂ કરી હતી. તેમણે આ સાથે જતિન મેહતાનું કૌભાંડ પણ રજૂ કર્યું હતું.

વિજય માલિયાની કિંગફિશર એરલાઈન્સ પછી જતિન મેહતાનું વિનસમ ગ્રુપ દેશમાં સૌથી મોટું વિલફુલ ડિફોલ્ટર છે. જતિન મેહતા અને તેમના પત્ની સરળતાથી ભારત છોડી નાસી ગયા છે. તેમણે બીજી જૂન 2016એ ભારતીય નાગરિકતાનો પણ ત્યાગ કર્યો હતો અને ભારત સાથે પ્રત્યાર્પણ સંધિ નહીં ધરાવતાં કેરેબિયન દેશમાં જઈ ઠરીઠામ થઈ ગયા છે. તેમણે સેન્ટ કિટ્ટસ અને નેવીસમાં જઈ વસવાટ કર્યો છે. એક વર્ષ પછી તપાસ એજન્સીઓના ધ્યાનમાં જતિન મેહતા આવ્યા હોવાનું કહેવાય છે.




Comments