Home    

હોળીના તહેવાર ટાંણે જ ગૃહિણીઓને મોટી રાહત

Amdavad : હોળીના તહેવાર ટાંણે જ ગૃહિણીઓને મોટી રાહત મળી છે. ઓઈલ કંપનીઓએ ગેસ સિલિંડરની કિંમતોમાં ઘટાડો કર્યો છે. આ વખતે સબસિડી વગરના ગેસ સિલિંડરની સાથો સાથ સબસિડી વાળા ગેસ સિલિંડરની કિંમતો પણ ઘટાડવામાં આવી છે. તેવી જ રીતે કોમર્શિયલ ઉપયોગમાં આવનારા 19 કિલોના ગેસ સિલિંડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તમામ પ્રકારના ગેસ સિલિંડર પર ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે. ગેસ સિલિંડર પરનો આ ઘટાડો આજે 1લી માર્ચથી જ લાગુ થશે.
47 રૂપિયાનો ઘટાડો
ઈંડિયન ઓઈલની કોમર્સિયલ વેબસાઈટ પર આપવામાં આવેલી જાણકારી અનુંસાર સબસિડી વગરના 14.2 કિલોગ્રામના ગેસ સિલિંડરની કિંમતમાં 45.50 રૂપિયા પ્રતિ સિલિંડરથી લઈને 47 રૂપિયા પ્રતિ સિલિંડર સુધીનો ઘટાડો કરવામાં આવ્યો છે.

દિલ્હીમાં સબસિડી વગરના ગેસ સિલિંડરની કિંમત 47 રૂપિયા ઘટીને 689 રૂપિયા થઈ ગઈ છે. જ્યારે કોલકાતામાં 45.50 રૂપિયાના ઘટાડા સાથે 711.50 રૂપિયા થયો છે. મુંબઈમાં 47 રૂપિયાના ઘટાડા બાદ નવી કિંમતો 661 રૂપિયા થઈ ગઈ છે. ચેન્નઈમાં 46.50 રૂપિયા ઘટી હવે સબસિડી વગરના ગેસ સિલિંડર માટે 699.50 રૂપિયા ચુકવવા પડશે.

સબસિડી વાળા સિલિંડર પણ થયા સસ્તા

સબસિડી વાળા રસોઈ ગેસ સિલિંડરની કિંમત ઈંડિયન ઓઈલે અઢી રૂપિયાથી પણ વધારે ઘટાડી દીધી છે. આમ હવે 1લી માર્ચથી સબસિડી વાળા ગેસ સિલિંડર માટે દિલ્હીમાં 493.09 રૂપિયા ચુકવવા પડશે. જે પહેલા 495. 63 રૂપિયા હતાં. તેવી જ રીતે કોલકાતામાં આ ભાવ 2.53 રૂપિયા ઘટી હવે નવી કિંમતો અનુંસાર ગ્રાહકોને 496.60 રૂપિયા થઈ ગયો છે. જ્યારે મુંબઈમાં સિલિન્ડર દીઠ 2.55 રૂપિયા ઘટીને નવો ભાવ 490.80 રૂપિયા રહી ગયો છે. ચેન્નઈમાં ગેસ સિલિન્ડરની કિંમતમાં 2.48 રૂપિયા ઘટી 481.21 થઈ ગયો છે.

કોમર્શિયલ સિલિંડર પણ થયો સસ્તો
19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિંડરની કિંમતોમાં પણ 77 રૂપિયાથી લઈને 80 રૂપિયાનો ઘટાડો થયો છે. દિલ્લીઆં આ ભાવ 78.50 રૂપિયા ઘટીને 1230 રૂપિયા, કોલકાતામાં 77 રૂપિયા ઘટી 1270.50 રૂપિયા, મુંબઈમાં 79 રૂપિયાના ઘટી 1181 અને ચેન્નઈમાં 80 રૂપિયા ઘટી 1307 રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગયો છે.




Comments