Home    

DD Human Rights AFP - દમણ સબ જેલના કેદીઓ ની મુલાકાત

દમણ-દીવ હ્યુમન રાઈટ્સ એશોસીએશન ફોર પ્રોટેક્શન ના હોદ્દાદારો એ કરેલી દમણ સબ જેલના કેદીઓ ની મુલાકાત
દમણ. આજ રોજ સવારે 11.30 કલાકે દમણ-દીવ હ્યુમન રાઈટ્સ એશોસીએશન ફોર પ્રોટેક્શન કમીટી ના પ્રમુખ મણિલાલ પાર ની આગેવાની હેઠળ સંસ્થાના હોદ્દાદારો એ દમણ સબ જેલ ના કેદીઓની મુલાકાત કરી હતી. દમણ જેલના કેદીઓ તરફ થી કોઈ ફરીયાદ જાણવા ન મળી, એક કેદી ને 15 વર્ષ ની જેલ થઈ હતી તે કેદી 17 વર્ષથી જેલમાં છે એ બાબતે દમણ સબ જેલના સંચાલક શ્રી રાવ એ કહ્યુ હતુ એમની આગલ ની કાર્યવાહી કોર્ટમાં ચાલી રહી છે. આ સબ જેલની મુલાકાત સમયે સંસ્થાના ઉપ-પ્રમુખ પરસીસ એ. દમણિયા, શ્રીમતી ઈલા ટેલર, મહામંત્રી ભાનુલાલ લોકડીયા, ખજાનચી રાજેશ પટેલ, પીઆરઓ પ્રવિણ પ્રભાકર, કન્વીનર નથ્થુલાલ શર્મા, જોઈંટ સેક્રેટરી જેસલ પરમાર, જો.ખજાનચી સંતોષ કાર્લેકર તથા લીગલ એડવાઈઝર પીએમ દમણિયા વગેરે હોદ્દેદારો એ ઉપસ્થિત રહી જેલમાં કેદીઓને અપાતી સુવિધાઓની સમીક્ષા કરી હતી. જેલમાં સમય સર ભોજન અપાય છે, દમણ હોસ્પિતાલ દ્વારા મેડીકલ ચેકઅપ થાય છે તેવી જાણકારી મળી હતી, જેલમાં સ્વચ્છતા જોવા મળી હતી. 49 કેદીઓ પૈકી 15 જેટલાં મર્ડર કેસના આરોપી તથા કેટલાક ચોરી ડકૈતી તથા બલાત્કાર ના આરોપી જોવા મળ્યા હતા.



Comments