• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Executive Editor : Bipul A. Singh
  • મારા ધરમપુર નો ઈતિહાસ : પ્રવિણ.સિહ પરમાર
    મારા ધરમપુર નો ઈતિહાસ : પ્રવિણ.સિહ પરમાર editor editor on Wednesday, August 14, 2019 reviews [0]
    મારું ધરમપુર ઈતિહાસની ખાણ

    Article 370 અને રાજા હરિસિંહ અને નરેંદ્ર મોદીનો ધરમપુર સાથે ઐતિહાસિક સબંધ.

    1 ધરમપુર સ્ટેટ ઇતિહાસોની ખાણ છે. ધરમપુર અનેક ઈતિહાસો ધરાવે છે.

    2 ધરમપુર એ ગુજરાતનાં છેડા ઉપરનું નાનું, ગરીબ અને અતિ પ્રાચીન રાજ્ય હતું.

    3 ધરમપુરના તે વખતેના અને છેલ્લા મહારાજા શ્રી વિજયજી દેવજી મહારાજાને દીકરા ન હતા દીકરીઓ હતી.

    4 જમ્મુ કાશ્મીરના રાજા હરિસિંહનું સાસરું ધરમપુરમાં હતું. ધરમપુરની રાજકુવારી શ્રી ધનકુવરબાના લગ્ન કાશ્મીરનાં રાજા એટલે કે 370 વાળા હરિસિંહ સાથે થયા હતાં.

    5 તા. 30-4-1923 ના રોજ કાશ્મીરના રાજા શ્રી હરિસિંહ પોતે કાશ્મીરથી જાન લઈને ધરમપુર આવ્યા હતા. તેમની જાન જમ્મુથી ટ્રેન દ્રારા વલસાડ અને વલસાડથી 30 કી.મી. ધરમપુર ખાતે તે વખતના કાચા મારગે આવ્યા હતા.

    6 આ લગ્નની સત્તાવાર નોંધ ધરમપુર સ્ટેટના ગેજેટમાં તા. 11-8-1923ના રોજ પ્રસિધ્ધ થયેલ છે.

    7 રાજાની બીજી રાજકુવારીના લગ્ન ગ્વાલયર વિસ્તારના પરિહાર સ્ટેટના રાજા સાથે થયા હતાં.

    8 તે રાજકુવારીનો દીકરો એટલે કે પરિહાર સ્ટેટનો કુવર નામ ધરમૂદાદા પરિહાર એ નાનાને ત્યાં ધરમપુર આવીને રહ્યા. ધરમૂદાદા હાલમાં હૈયાત છે અને ધરમપુરમાં રહે છે.

    9 રાજા હરિસિંહ એ ધરમૂદાદાના સગા માસા થાય છે.

    10 હરિસિંહના દીકરા અને પીઢ કોંગ્રેસી શ્રી કરણસિંહજી એ ધરમૂદાદાના સગા માસિયાઈ ભાઈ થાય છે.

    11 ધરમૂદાદા સાથે મારે અવાર નવાર મળવાનું થાય ત્યારે અમારી વચ્ચે 370, કાશ્મીર, હરિસિંહનો અસલ ઇતિહાસ હોય છે.

    12 ધરમૂદાદા ધરમપુર સ્ટેટનો ઇતિહાસ, તસ્વીરોના આલ્બમો, અલભ્ય વસ્તુઓ તથા ધરમપુર સ્ટેટના ઇતિહાસનો સંગ્રહ ધરાવે છે.

    13 ધરમપુર સ્ટેટના ભાયાતોમાંથી ગજેદ્રસિંહ રાવરાણા ઇતિહાસનો ઘણો સંગ્રહ ધરાવે છે.

    ધરમપુર અને વડાપ્રધાન મોદી

    14 ધરમપુરથી 12 કી.મી. દૂર સીદુંબર ખાતે વનવાસી કલ્યાણ પરિસદ નામે આદિવાસીઓના બાળકોના અભ્યાસ માટેનો વર્ષો જૂનો RSS નો આશ્રમ છે.

    15 નરેન્દ્ર મોદી સંઘ પ્રચારક હતાં ત્યારે આ આશ્રમની એક સાદી રૂમમાં રહીને ઉમરગામ, વાપી, કપરાડા, ધરમપુર, પિંડવડ, વાંસદા અને ડાંગ જીલ્લામાં સાયકલ ઉપર પ્રવાસો કરીને આદિવાસીઓના ઉતકર્ષ માટે આદિવાસીઓ સાથે અઢી વર્ષ રખડ્યા.

    16 હાલમાં મારા કેટલાક આદિવાસી મિત્રો અને કેટલાક આદિવાસી ગ્રાહકો છે તેઓ મોદીની સાયકલના ઠાઠે બેઠા છે અથવા તો તે સાયકલ ચલાવતો હોય અને મોદી ઠાઠે બેઠા હોય.

    17 મોદી સાથે રેકડીએ ચા પીનારા ધરમપુરમાં અનેક લોકો છે.

    18 બે વર્ષ પહેલા ધરમપુરમાં ડોલર(મોદીએ પાડેલું નામ ડોલર) નામના વ્યક્તિ ઉપર વડાપ્રધાનનો ફોન આવતા ડોલર TV છાપના ન્યૂજમાં ચમક્યો હયો.

    ધરમપુરનો ઈતિહાસ

    19 ધરમપુરના રાજા એ મુળ રાજસ્થાના મહારાણા પ્રતાપના પૂર્વજોમાથી એક ભાયાત ધરમપુર બાજુ આવીને રાજની શરૂઆત કરીને પછી ધરમપુરમાં ગાદી સ્થિર કરી.

    20 પારસીઓને નારગોલ બંદરે દૂધનો કટોરો મોકલાવો અને પારસીઓએ સાકળ ભેળવીને દૂધ પાછું મોકલ્યું તે ઘટના ધરમપુર સ્ટેટની છે.

    21 ગુજરાતમાં ધરમપુર સ્ટેટ એક એવું છે કે તેમના જૂના સ્થાપત્યો કાશ્મીરી અને નેપાળી શૈલીના છે.

    22 વર્ષો પહેલા હરિસિંહ પહેલા ધરમપુરના રાજાના લગ્ન કાશ્મીરની રાજકુવારી સાથે થયા હતાં. કાશ્મીર સાથેના સબંધોને કારણે ધરમપૂરના જૂના ઐતિહાસિક સ્થાપત્ય કાશ્મીરી શૈલીમાં છે.

    23 ધરમૂપુરના જૂના સ્થાપત્યોમાં (1) રાધાક્રુષ્ણ મંદિર જે કાશ્મીરી શૈલીથી બંધાયેલ છે. મંદિરમાં લાકડાનો ભરપૂર ઉપયોગ થયેલ છે. મંદિર પુરાતત્વિય ખાતામાં ખરાબ હાલતમાં છે.

    24 સ્વામિનારાયણ સંપ્રદાય માટે ધરમપુરનું રાધાકૃષ્ણ મંદિર અતિ પવિત્ર અને ઐતિહાસિક છે.

    25 સ્વામિનારાયણ ભગવાન સહજાનંદ સ્વામી ધરમપુર આવ્યા હતાં અને ઘણા દિવસો રોકાયા હતાં ત્યારે રાધાકૃષ્ણ મંદિરના પટાગણમાં આવેલ કૂવામાથી સ્વામિનારાયણ ભગવાન જાતે પાણી ભરીને રાધાકૃષ્ણની મૂર્તિઓને સ્નાન કરાવીને પૂજા કરતા. આ નિત્યક્રમ અનેક દિવસો ચાલ્યો. હાલમાં એ રાધાકૃષ્ણની મુર્તિ મંદિરમાં છે.

    26 ધરમપુરમાં સ્વામિનારાયણની પવિત્ર વાવ આવેલી છે. સ્વામિનારાયણ ભગવાન ધરમપુરના રાજાના મહેમાન હતાં. તે વખતમાં મહારાણી ગુલાબકુવરબા સ્વામીના ભગત થઈ ગયા હતાં તેમણે અતિ ભવ્ય કરી સ્વામીની મહેમાનગતિ કરી હતી. સ્વામીનો ઉતારો હતો ત્યાં એક વાવ હતી તે વાવનું પાણી ભગવાન પીવામાં અને સ્નાનમાં વાપરતા હતાં.તેથી આ વાવ સ્વામિનારાયણ સંપ્રદાય માટે અતિ પવિત્ર ગણાય છે અને અનેક ભક્તો વાવના દર્શને આવે છે.

    27 ધરમપુરમાં કાશ્મીરી શૈલીથી બંધાયેલું બીજું પ્રાચીન લક્ષ્મી નારાયણ મંદિર છે. મંદિર પુરાતત્વમાં છે પણ સારી હાલતમાં છે.
    28 મોક્ષમાર્ગીય જય પરમાત્મા સંપ્રદાયના મહાન સંત શ્રી વલ્લભરામ તેમની હૈયાતીમાં લક્ષ્મી નારાયણ મંદિરે ઘણો સમય રોકાયા હતાં. ધરમપુર વિસ્તારમાં સંત વલ્લભરામના હજારો ભક્તો છે.

    29 ધરમપુરમાં રંગ અવધૂત મહારાજ આવીને રોકાયા હતાં. ત્યારે એક મુસ્લિમ રંગઅવધુનો ભગત થઈ જાય છે. મુસ્લિમના આગ્રહથી રંગ અવધૂતજી મુસ્લિમની વાડીમાં રોકાણ કરે છે. પાછળથી મુસ્લિમ ભક્તે એ જગ્યા રંગ અવધૂતનાં મંદિર માટે દાન કરી દે છે આજે આ વિશાળ જગ્યાએ રંગઅવધૂતનું મંદિર છે.

    30 ધરમપુરના રાજા વિજય દેવજીના ભાઈ પ્રભાત દેવજી રાજકોટની રાજકુમાર કોલેજમાં ભણ્યા હતાં અને મહાન સંગીતકાર હતાં. તેઓ વીણા વાદક તરીકે સંગીતકારોમાં પ્રખ્યાત છે.

    31 તેમની અસલ વીણા પ્રભાત દેવજીના પૌત્ર શ્રી ગૌરવદેવ રાવરાણા જે પોતે વીણા વાદક છે અને તેની પાસે સચવાયેલી છે.

    32 ગૌરવદેવે પ્રભાતદેવજી (દાદાનો) વારસો જાળવી રાખ્યો છે. દર વર્ષે વાઘ બારસેના દિવસે ધરમપુરના ટીસ્કરી તળાવના મહાદેવ મંદિરે સંગીતનો અને અસલ વીણા વાદ્યનો કાર્યક્રમ રાખીને પ્રભાત દેવજીને શ્રદ્ધાંજલી આપવામાં આવે છે.
    33 સંગીતકાર આંબેલાલ એ ધરમપુરના પ્રખ્યાત સિત્તાર વાદક થઈ ગયા. તેમના વંશજો ધરમપુરમાં રહે છે.

    34 કચ્છ વવાણીયાના જૈન ધર્મના મહાન સંત, ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ શ્રી શ્રીમદ રાજચંદ્રનું વડુ મથક ધરમપુરમાં છે. રાજચંદ્રના મેઇન સંત શ્રી ગુરુદેવ રાકેશભાઈ કોઠારીનું નિવાસ સ્થળ ધરમપુર છે.

    35 ધરમપુર ગુજરાતમાં સૌથી વધુ કેરી ઉત્પાદન ધરાવે છે.
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment