• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Executive Editor : Bipul A. Singh
  • અષ્ટાક્ષરનું માહાત્મ્ય💖 Niru Ashra
     અષ્ટાક્ષરનું માહાત્મ્ય💖 Niru Ashra editor editor on Sunday, May 19, 2019 reviews [0]

    💥💖અષ્ટાક્ષરનું માહાત્મ્ય💖💥
    💖 એક વખતમાહાત્મ્ય💖 શ્રીમહાપ્રભુજીએ કૃષ્ણદાસ મેધનને આજ્ઞા કરી કે અષ્ટાક્ષરનું સતત સ્મરણ કરવું. જો ક્ષણવાર પણ ભૂલાઈ તો આસુરાવેશ થાય. અષ્ટાક્ષરનું સ્મરણ કરવાથી ગમે તેવો ચોર વ્યાધ્રાદિનો ભય આવ્યો હોય તો તે પણ દૂર થઈ જાય. - 💖 શ્રી મહાપ્રભુજીએ કૃષ્ણદાસ મેધનને આ પ્રમાણે આજ્ઞા કરી પણ કૃષ્ણદાસને જોઈએ તેવો શ્રીમહાપ્રભુજીની આજ્ઞામાં વિશ્ર્વાસ આવ્યો નહી. કૃષ્ણદાસને થયું કે આપ તો આજ્ઞા કરે, પણ ચોવીશે કલાક થોડો જપ થઈ શકે ? શ્રીમહાપ્રભુજી તો અંતર્યામી છે. તે કૃષ્ણદાસની આંતરિક સ્થિતિ જાણી ગયા. પછી આપશ્રીએ સધનવનમાં મુકામ કર્યો. (વ્રજમાં ભ્રમણ કરતી વખતે) અને કૃષ્ણદાસને આજ્ઞા કરી કે બાજુમાં જ જળાશય છે ત્યાંથી જલ ભરી લાવ.

    💖 શ્રીમહાપ્રભુજીની આજ્ઞાનુંસાર કૃષ્ણદાસ ગાગર લઈને ભરવા ચાલ્યા. જળાશયની શોધ કરતા દૂર નીકળી ગયા. ત્યાં દૂરથી એક તળાવ દીઠું. અરણ્યમાં રસ્તો કરતા કરતા કૃષ્ણદાસ તળાવ પાસે પહોંચ્યા. તો ત્યાં એક વાધને દીઠો. વાધે કૃષ્ણદાસને દેખી ભયંકર ગર્જના કરી કૃષ્ણદાસ તો વાધનું ભયંકર રૂપ દેખીને અત્યંત ભયભીત થઈ ગયા. તેને થયું કે આ વાધ જરૂર મને ફાડી ખાશે. પણ તે વખતે કૃષ્ણદાસને શ્રીમહાપ્રભુજીના વચનામૃત યાદ આવી ગયા કે 'અષ્ટાક્ષરના સ્મરણથી ચોર-વ્યાધ્રાદિનો ભય દૂર થઇ જાય' તેથી કૃષ્ણદાસ મોટા અવાજથી ' શ્રીકૃષ્ણ: શરણં મમ ' એમ ત્રણ વખત બોલ્યા ત્યાં તો વાધ શાંત થઈ ગયો. અને પછી જલાશયમાં ખૂબ જળ પીને ચાલ્યો ગયો. ત્યાર પછી કૃષ્ણદાસે જલાશયમાં સ્નાન કર્યું અને અપરસમાં જલ ભરીને શ્રીમહાપ્રભુજી પાસે આવ્યા. કૃષ્ણદાસને જોતાં જ શ્રીમહાપ્રભુજીએ પૂછ્યું કે તેં ત્યાં શું જોયું ?
    -
    💖 ત્યારે કૃષ્ણદાસે વિનંતી કરી જે કૃપાનાથ ! ત્યાં એક વાધ હતો. તેણે એવી ગર્જના કરી કે હું ભયભીત થઈ ગયો. પણ અષ્ટાક્ષરનું સ્મરણ કરવાથી તે શાંત થઈ ગયો. અને જલપાન કરીને ચાલ્યો ગયો. પણ આમાં રહસ્ય શું છે તે હું કઈ ન સમજ્યો. તો આપ કૃપા કરીને સમજાવો. ત્યારે આપશ્રીએ આજ્ઞા કરી કે વાધ પૂર્વજન્મમાં એક સારો વૈષ્ણવ હતો. પણ કોઇ અપરાધને લઈને તે વાધ જેવી ક્રૂર યોનિને પ્રાપ્ત થયો. પણ પૂર્વજન્મના વૈષ્ણવી સંસ્કાર જાગૃત હોવાથી આવી ક્રૂર પશુયોનિમાં પણ તે અષ્ટાક્ષરનું સતત સ્મરણ કરતો હતો. તેમજ ધણા વખતથી તરસ્યો હોવા છતાં તે જલપાન કરતો ન હતો, કારણકે જલપાન કરવા જતાં એટલો સમય ભગવદ્ નામ છૂટી જાય. અને ભગવદ્ નામ છૂટે તો આસુરાવેશ આવી જાય. તેમજ તેનાં મનમાં એક બીજો પણ તાપ હતો કે અષ્ટાક્ષરની દીક્ષા ન મળે ત્યાં સુધી મંત્ર ફલિત ન થાય.

    💖 એવામાં વાધે તમોને જોયા. પણ તમો અષ્ટાક્ષરનું સ્મરણ કરતાં ન હતાં. તેથી તેને ક્રોધ ચડયો અને ભયંકર ગર્જના કરી. વાધને ક્રોધ ચડવામાં બે કારણ હતાં. એક તો એ કે પૂર્વના સંસ્કારને લઈને તે જાણતો હતો કે તમો ભગવદીય છો. અને તમો ના મુખેથી અષ્ટાક્ષર સંભળાય તો દીક્ષા મળી જાય. પણ તું તો અષ્ટાક્ષર જપતો ન હતો. અને તું ચાલ્યો જાય તો પછી આવો મોકો એને પાછો કયારે મળે ? એમ વિચારી તને ભય કરાવવા ગર્જના કરી. અને બીજું કારણ એ હતું કે આવો મનુષ્ય દેહ અને શ્રીમહાપ્રભુજીનું શરણ અને સાનિધ્ય છતાં આનું અજ્ઞાન દૂર થતું નથી. અને તેથી શ્રીમહાપ્રભુજીની આજ્ઞામાં એને વિશ્ર્વાસ આવતો નથી તેથી અષ્ટાક્ષરનો જપ કરતો નથી. તેથી તેને જ્ઞાન કરાવવા ગર્જના કરી. અને જયારે તેં ત્રણ વખત અષ્ટાક્ષરનું સ્મરણ ચાલુ રાખ્યું તે દરમ્યાન તેણે ખુબ જ જલ પીધું. જલ પીવામાં પોતે અષ્ટાક્ષર બોલી ન શકે પણ તું બોલતો હતો તેનું શ્રવણ કરતા કરતા જલપાન કર્યું. આ સિંહનો અષ્ટાક્ષર મંત્રમાં આવો ઉચ્ચકોટિનો નિરોધ સિદ્ધ થયેલો છે. આ સાંભળી કૃષ્ણદાસજી શ્રીમહાપ્રભુજીના ચરણાવિંદમાં ઢળી પડ્યા અને પોતાની ભૂલનો સ્વીકાર કરી સતત અષ્ટાક્ષરનું સ્મરણ કરવા લાગ્યા. આ ઉપરથી વૈષ્ણવોએ એ તો સમજવાનું છે કે શ્રીમહાપ્રભુજીની આજ્ઞાનુંસાર, અષ્ટાક્ષરનું સતત સ્મરણ કરવું.

    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment