તંત્રી : શ્રી મણીલાલ પાર
Tuesday, April 24, 2018 | RNI No.DDMUL/2001/5253 | ![]() |
ધારા 119 , રાજભોગ તુલસી સમર્પિત : Niru Ashra
editor on Monday, March 19, 2018 reviews [0]
ધારા :- ૧૧૯卐 " રાજભોગમાં તુલશી સમર્પવાનો પ્રકાર " 卐 : Niru Ashra,Mumbai. એક વખત એક વૈષ્ણવે વિનંતી કરી કે જે કૃપાનાથ ! રાજભોગમાં સામગ્રીમાં તુલસી સમર્પવામાં આવે છે તે પ્રવાહી વસ્તુ એટલેકે દૂધ છાશ વગેરેમાં સમર્પાય કે કેમ ? - ત્યારે આપશ્રીએ આજ્ઞા કરી કે તુલસીજી દરેક સામગ્રીમાં સમર્પવા જોઈએ. પછી તે પ્રવાહી હોય કે બીજી હોય પરતું એકાદશીને દિવસે જે ફલાહારનો ભોગ ધરાય છે તેમાં તુલસીજી ન સમર્પાય. કારણકે તે શ્રીનંદરાયજીના ભાવથી ધરાય છે. અર્થાત્ નંદરાયજી એકાદશીનું વ્રત કરે છે. તેથી તેને આરોગવા માટે ધરાય છે. પણ શ્રીઠાકોરજીને વ્રત કરવાનું હોતું નથી. તેથી શ્રીઠાકોરજીને ધરવામાં આવતી સામગ્રીમાં તુલસીજી અવશ્ય સમર્પવા જોઈએ. કોર સાજયો હોય તેમાં પણ તુલસી સમર્પાય છે. તેથી પહેલા કોર સાજયા પછી જ તુલસીજી સમર્પવા. - - ત્યારે વૈષ્ણવે વિનંતી કરી કે કૃપાનાથ ! કોરની સખડી વૈષ્ણવોથી કેમ લેવાતી નથી ? ત્યારે આપશ્રીએ આજ્ઞા કરી કે કોર યુગલસ્વરૂપની ભાવનાથી સજાય છે. તેથી તમો વૈષ્ણવોને કોરની સખડી લેવાનો અધિકાર નથી. કોરની સખડી ગોગ્રાસમાં જાય. અને અવચનનું જલ પણ તુલસી કયારે પધરાવવું જોઈએ. સ્નાનનું જલ પ્રસાદી મથનીમાં પધરાવી શકાય. આ રીતે આપશ્રીએ વૈષ્ણવની વિનંતીથી સિદ્ધાંતિક ચર્ચા કરી હતી. ધારા :-119

Comments
» Not yet reviewed by any member. You can be the first one to write a review.
Sponsor
VALSAD INDUSTRIES DIRECTORY 2010-11![]() (2nd Edition) with FREE CD Click Here to Buy... |
Useful Link Of Daman |
• Tenders |
• Jobs |
Tourism |
• Beaches |
• Shopping |
|
Miscellaneous |
|
|
|
|
• UIDAI |