• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Executive Editor : Bipul A. Singh
  • આમ્બળા ગુલાબ ગુલકન્દ : Niru Ashraf
    editor editor on Friday, March 9, 2018 reviews [0]
    આમળા ગુલાબ ગુલકંદ : Niru Ashra Mumbai
    ૨૫૦ ગ્રામ આમળા
    ૨૫૦ ગ્રામ ગુલાબના ફૂલ
    ૪૦૦ ગ્રામ ખાંડ / ખડી સાકર( મે ખાંડ નાખી છે)

    મોટા સરસ રેસા વગરના પારસ આમળા લઈ ધોઈ છીણી નાખો

    ગુલાબના ફૂલ ની પાંદડી છૂટી કરી ધોઈ લો

    એક જાડા કાચ ની બરણી લઈ તેમાં એક થર ખાંડ તેની ઉપર એક થર આમળાના છીણ નો તેની ઉપર એક થર ગુલાબની પાંદડી નો એમ એક પર એક થર કરતા જાઓ ...આ કાર્ય રાત્રે કરી નાખવું જેથી સવાર સુધી થોડી ખાંડ ઓગળી જાય
    સવારે ૧૦ થી ૧૫ દિવસ સૂર્યના તાપ મા મૂકી વચ્ચે વચ્ચે હલાવતા રહો...

    બધું એકરસ થઈ જાય એટલે ઈલાયચી ભાવે તો નાખો પણ ખાસ જરૂર નથી

    આ ગરમી માં ખુબ જ ઉપયોગી છે જેમને ગરમી નો કોઠો હોય એમને ખાસ ખવા જેવું
    શુદ્ધ અને સસ્તું...
    આમળા નું સીઝન પૂરી થવા આવી છે એટલે વેહલી પોસ્ટ મૂકી ..કોઈ ને બનવું હોય તો ફાવે

    આ ગુલકંદ લાંબા સમય સુધી બગડતો નથી વર્ષો ચાલે છે.
    કાચની બરણી જ લેવી અને તે પણ જાડા કાચની ...
    સૂર્યનો તાપ હવે આકરો હોય માટે
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment