• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Executive Editor : Bipul A. Singh
  • Dhara 121 અષ્ટાઅક્સર મંત્ર Niru Ashra
    Dhara 121 અષ્ટાઅક્સર મંત્ર Niru Ashra editor editor on Thursday, March 22, 2018 reviews [0]
    ધારા :- ૧૨૧ 卐 "અષ્ટાક્ષર મંત્રનું સતત સ્મરણ કરવું " Niru Ashra Mumbai એક વખત આપશ્રીએ વચનામૃત કર્યા કે શ્રીમહાપ્રભુજી નવરત્નમાં આજ્ઞા કરે છે. તસ્માત્ સર્વાત્મના નિત્ય શ્રીકૃષ્ણ: શરણં મમ | વદદભિરેવ સતતં સ્થેયમિત્યેવ મે મતિ: || અર્થાત્ સર્વાત્મભાવથી હમેશાં અષ્ટાક્ષરમંત્રનું સતત સ્મરણ કરવું એવી અમારી મતિ છે. - - અષ્ટાક્ષર મહામંત્રના ત્રણ સ્વરૂપ છે. તે ભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. મંત્રનું આધિભૌતિક સ્વરૂપ વર્ણનાત્મક છે. આધ્યાત્મિક દીક્ષાત્મક છે. અને આધિદૈવિક સ્વરૂપ સાક્ષાત્ પુર્ણ પુરુષોતમ છે. આપણા અષ્ટાક્ષર તથા પંચાક્ષરમંત્ર બંને અલૌકિક છે. એ માટે તેનાં જપમાં (સ્મરણમાં) શ્રદ્ધાથીયે અધિક ભક્તિની આવશ્યકતા છે. - - તેથી મંત્રની દીક્ષા લેવી જોઈએ. દીક્ષા વિનાનો મંત્ર ફલ આપતો નથી. અને એ દીક્ષા પણ સાંપ્રદાયિક હોવી જોઈએ. દીક્ષા લીધા પછી મંત્રના જેટલા અક્ષર હોય, તેટલા લાખ જપ કરવાથી મંત્ર પ્રાણવાન બને છે. દા. ત. અષ્ટાક્ષર મંત્રના આઠ અક્ષર છે.તો આઠ લાખ જપ કરવાથી મંત્ર પ્રાણવાન બને છે. અને પંચાક્ષર મંત્રના પાંચ લાખ કરવાથી મંત્ર પ્રાણવાન બને. જેટલા અક્ષરનો મંત્ર હોય તેટલા લાખ જપ કર્યા પછી જે સંખ્યા થાય તે સંખ્યાથી પાછા તેટલા લાખ ગણા જપ કરવાથી મંત્રમાં આધ્યાત્મિકતા આવે. દા.ત. અષ્ટાક્ષરના આઠ લાખ જપ કરવાથી મંત્ર પ્રાણવાન બંને અને તેથી આઠ ગણા લાખ જપ કરવાથી એટલે ૮×૮=૬૪ લાખ જપ કરવાથી મંત્રમાં આધ્યાત્મિકતા આવે. અને પંચાક્ષરના ૨૫ લાખ જપ કરવાથી આધ્યાત્મિકતા આવે. મંત્રમાં જપ જેમ જેમ વધારે થાય તેમ તેમ તેમાં શકિત વધતી જાય છે. દા.ત. પાણીના પંપની ગતિ R. P. M. વધારવાથી તે જેમ વધારે પાણી કાઢે છે. તેમ મંત્રમાં જપ વધારે કરવાથી મંત્ર શક્તિશાળી બને છે. પહેલાં મંત્રની દીક્ષા લેવી જોઈએ અને દીક્ષા લીધા પછી તેનો સતત જપ કરવો જોઈએ. આ વિષયને સમજાવવા માટે આપશ્રીએ એક પ્રસંગ કહ્યો. ધારા :-121 (ક્રમશ)
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment