• Gallery
 • Browse by Category
 • Videos
 • Top Rated Articles
 • Public TimeLine
 • News RSS Feeds
 • Chief Editor : Manilal B. Par |  Executive Editor : Bipul A. Singh
 • દિકરીઓને ભણાવવુ જરુરી: Niru Ashra
  દિકરીઓને ભણાવવુ જરુરી: Niru Ashra editor editor on Tuesday, May 29, 2018 reviews [0]
  દીકરીઓને ભણાવવાનો હું જરા પણ વિરોધી નથી. દીકરીઓને ખૂબ ભણાવવી જોઈયે.

  પણ આ લેખમાં જે લખેલ છે તે વિષે કેટલું સત્ય છે તે પણ વિચારો. 👇

  *આજની દીકરી*

  *થોડો સમય નિકાળી શાંતિથી વાચજો*

  👉🏼 આજની દીકરી માટે ઘણી સારી સારી કાલ્પનિક વાતો બધા કરે છે પણ શુ સારી સારી કાલ્પનિક વાતો કરવાથી સમાજ સુધરી જાશે ? આવો સમજિયે કે વાસ્તવિકતા શુ છે.

  જેમ એક દર્દી ને સારો કરવા માટે કડવી દવા આપવી પડે એમ સમાજ ને સાચા અને સારા માર્ગે લઈ જવા કડવી વાત કરવી પડે.

  *આમાં હુ 35-40 વર્ષ થી ઉપર ની મહિલા ની વાત કરતો નથી , હુ આજની દીકરી ની વાત કરવા માઁગુ છુ.*

  તમે બધા જાણો છો કે આજકાલ છૂટાછેડા ખૂબ જ વધી ગયા છે.. શુ કામ ? છોકરા છોકરી તો પોતની મર્જી થી જ લગ્ન કરે છે, છત્તા આટલા બધા છૂટાછેડા શુ કામ ? ચાલો જાણિયે...

  👉🏼 આજની દીકરી ને તમે ખૂબ ભણાવિ ... ચાલો ખૂબ સારી વાત છે. પણ રસોઇ બનાવતા શિખવાડ્યુ ?
  ના... શુ સીખવાડયુ ?
  નોકરી કરતા, બરાબર છે ને ? પણ જરા દીકરી ને એટલુ સમમજાવો કે સાસરે બધા ના દિલ જીતવા હોઇ તો એનો રસ્તો પેટ થી થઈ ને જાય છે. ગમે તેટલા રૂપિયા કમાવી લો... ભૂખ લાગશે ત્યારે પતિ પત્ની પાસે જમવાનુ માંગે ઈ સારુ લાગે કે રસોયાણિ પાસે માંગે ઈ સારુ લાગે ? બીજુ રસોઇ બનાવતા આવડે નહી એટલે હોટેલ મા જવુ , Pizza , Sandwich etc. બનાવવા, બાળકોને ટિફીન મા Bread Butter, Biscuit આપી ઘરના સભ્યો ને બિમાર પાડવા....જ્યારે મા -દાદી ભણેલા હતા નહી પણ કોઇને ડોક્ટર પાસે જાવાનો વારો આવતો નહી...જરા વિચારો કોના પર ગર્વ લેવો ?
  👉🏼 આજની દીકરી પૈસા કમાવા લાગી છે એટલે એને એમ છે કે મારે પુરુષ ની શુ જરૂર ? પુરુષ ને લાગે છે હુ રસોયાણિ રાખી લઈસ મારે સ્ત્રી ની શુ જરૂર .. એક બીજાની જરૂરત જ ખતમ થઈ ગઇ છે... બાકી શરીર ની ભૂખ સંતોષવા લિવ ઇન રીલેશન તો આજની ફૅશન થઈ જ ગઇ છે ... હવે આમાં તલાક ન થાય તો બીજુ શુ થાય ? ક્યા જાશે સમાજ ઈ વિચારો જરા !

  👉🏼 એક નોકરી ને કારણે આજની દીકરી કેંટકેટલું ગૂમાવા તૈયાર છે.
  અમુક ને તો લગ્ન જ નથી કરવા, અને કરવા છે તો બાળકો પેદા નથી કરવા, જો બાળકો પેદા કરશે તો મા નુ દૂધ નથી પિવડાવવુ, આ બધુ એક નોકરી માટે... વિચાર કરો ક્યા જઈ રહ્યો છે સમાજ ?
  છોકરી માટે પૌસો કમાવૉ કાંઇ મોટી વાત નથી, પણ ઈ જૂવો કે સુખી છે ? સાસરે સુખ - શાંતિ છે ?

  👉🏼જો તમારો સંસાર સુખી રેહતો હોઇ ને તો જરૂર નોકરી કરો પણ જો નોકરી ને કારણે વાત છૂટાછેડા સુધી જાય ને તો નોકરી છોડવી સારી.. કારણકે ઘર -પરિવાર ની દુનિયા થી મોટુ સુખ બીજુ કાંઇ નથી.

  👉🏼 દીકરીને ખૂબ ભણાવિ અને નોકરી ની છુટ આપી એનાથી ફાયદો કેટલો અને નુકસાન કેટલું એનો જરા હિસાબ માંડો.
  ભણવાથી જે બુધિ આવી એનાથી નોકરી કરી અને પગાર નો ફાયદો થયો.... બસ
  પણ અા નોકરી ને કારણે નુકસાન કેટલું થાય છે એનું લિસ્ટ બનાવ્યે તો ખૂબ મોટુ થાઈ... જરા શાંતિ થી વિચારો...
  આધુનિક બનવાના ચક્કર મા આપણે શુ ગુમાવયુ અને શુ પામી લીધુ...

  👉🏼 પણ આજની દીકરી ને સાસુ - સસરા, પતિ , અને પોતાના બાળકો કરતા પણ વધારે પ્રિય છે નોકરી... એટલે આજકાલ છૂટાછેડા થાય તો પણ કોઇ વચમાં આવતુ નથી... પહેલા સમાજ વચમાં આવતો, હવે તો મા -બાપ જ બોલતા નથી, તો સમાજ શુ બોલવાનો !!

  👉🏼 આજની દીકરી ના લગ્ન ની વાત ચાલતી હોય તો દીકરી પૂછે છે કે ડસ્ટ બિન છે આ ડસ્ટબીન એટલે સાસુ -સસરા, આ ભણાવ્યા પછી ના સંસ્કાર !! કમસે કમ દીકરી ને એટલું તો સમજાવો કે આવું ન બોલાય કે ન વિચારાય 🙏🏻

  👉🏼 બીજુ દીકરીને સુખી જોવા માંગતા હો તો ખાસ દીકરીની મા ફોન અથવા WhatsApp કરી ને એના ઘર મા માથું મારવાનુ બંધ કરે.
  👉🏼 દીકરી Complain કરે તો પણ એને સમજાવવુ કે તારૂ ઘર છે તુ સંભાળ..છૂટાછેડાનું કારણ અમુક હદે દીકરી ની મા ની દખલગીરી પણ હોઇ છે.

  👉🏼 પેહલા ની સ્ત્રી નોકરી કરતી નહી પણ ત્રણ પેઢી ને સાચવતિ, મા-બાપ સમાન સાસુ-સસરા, બીજી પેઢીમા પોતાનો પતિ, ત્રીજી પેઢીમા પોતાના સંતાન.

  શાંતિ થી વિચારો આજની દીકરી આ ત્રણ પેઢી માથી કેટલા ને સાચવે છે ?
  કોઇને નહી....કડવુ છે પણ સત્ય છે, જો હજી પણ નહી સમજો તો સમાજ નુ ભવિસ્ય ખૂબ ચિંતાજનક છે 🙏🏻

  👉🏼 આજકાલ બધા દીકરી ને પુરુષ સમોવડી બનાવવા નિકળ્યા છે. પણ જરા વિચારો... કોઇને પુરુષ જેવી સ્ત્રી ગમે ?

  સારો સમાજ બને એટલે થોડી કડવી વાત કરી છે, કોઇને ખરાબ લાગ્યું હોઇ તો માફી માઁગુ છુ.🙏🏻👍💐👆🏻ખરૅખર વિચાર વા જેવુ. આગળ મોકલાવ વિનંતી.👌👏🏻
                             

    Comments
  » Not yet reviewed by any member. You can be the first one to write a review.
  
  » You must be logged in to post a comment