• Gallery
 • Browse by Category
 • Videos
 • Top Rated Articles
 • Public TimeLine
 • News RSS Feeds
 • Chief Editor : Manilal B. Par |  Executive Editor : Bipul A. Singh
 • જીવન સંગીની : નીરુ આશરા
  જીવન સંગીની : નીરુ આશરા editor editor on Monday, July 2, 2018 reviews [0]
  👰જીવન સંગીની 👰 Mumbai : Niru Ashra એક શહેરમાં પત્ની અચાનક રાતના સમયે મૃત્યુ પામે છે.ઘરમાં રોકકળ થાય છે.
  પત્નીના અંતિમ દશઁન ચાલી રહ્યા હતા તે સમયે એનો આત્મા જતા જતા તે પોતાના પતિને જે કાંઈ કહે છે તેનું આ વર્ણન છે.

  👰 "ચાલો હું જાઉં છું હવે ફરી કદી યે મળાશે નહીં લખેલા લેખ વિધિએ એ ટાળ્યા તો ટળાશે નહીં.ચાલો હું જાઉં છું. . 👰ચોરીનાચાર ફેરા જે 'દિ આપણે સાથે ફરેલા, જીવીશુ ને મરીશુ સંગ એવા કૉલ દીધેલા. અચાનક જાવું પડશેએકલા મુજને ખબર નહીં.ચાલો હું જાઉં છું..
  👰મૂકીને દેહ મારો આંગણામાં હવે હું જાઉં છું, ઘણું દુઃખ થાય છે પણ હું થઈ મજબૂર જાઉં છું,નથી મન માનતુ જતાં છતાં કંઈ ચાલશે નહીં.....
  👰અતિ કલ્પાંત કરે છે જુઓને છોકરો ને વહૂ, નથી જોયું જવાતુ છતાં ના દઈ શકતી દિલાસો હુ અને રડેછે છોરાનો છોરો કહેછે બા બા એનેતો શાંત પાડો જરાયે ધ્યાન નથી રાખતા ઢીલાન પડશો જરાય
  👰સવારે સાસરેથી જુઓ દિકરી આવશે જ્યારે, જોઇને દેહ મારો ભારે રુદન કરશેત્યારે.સંભાળી એને શાંત પાડજો, જરાયે તમે રોતાનહીં
  👰જેનું નામ તેનો નાશ ,નિયંતાએ નકકી કર્યુ છે,
  જગતમાં જે કોઈ આવ્યુ છે તે અહીંથી સિધાવ્યુ છે. ધીરે ધીરે ભૂલી જજો,મને બહું યાદ કરતા નહીં
  👰નથી મારુ કહ્યુ માન્યું તમે કદી યે આ જીવનમાં,
  છોડી સ્વભાવ જિદ્દી તમે હવે નમ્ર બનજો વર્તનમાં. મૂકીને એકલા જાતાં મને ચિંતા થતીઘણી.
  👰તમોને બીપી ને ડાયાબિટીસ ની મોટી છે બિમારી,
  ન ખાતા ગળપણ જરા ભૂલથી નહીંતર તકલીફ થશે ભારી.
  સવારે ઊઠીને જો જો દવા લેવાનુ ભૂલતા નહીં
  👰કરે છોરો ને વહૂ છણકો તો જો જો બોલતા ના કાંઈ,
  ચૂપચાપ સાંભળી લેજો
  જરાયે ગુસ્સો કરતા નહીં.
  સદા હસતા તમે રહેજો જરાયે ઉદાસ થાશો નહીં
  👰છોરાના છોરાને લઈનેતેની સંગાથે રમજો, તમારા મીત્રોની સાથે બેસીને સમય વ્યતીત કરજો. આવુ હું યાદ તો પણ મનથી જરાયે ઢીલા પડશો નહીં
  ચાલો હું જાઉં છું.
  👰સવાર- ને સાંજે તમે નિયમિત જમીને દવા લેજો,
  અગર વહૂ ભૂલી જાય તો સામેથી યાદ કરી દેજો.
  વર્તાશે ગેરહાજરી મારી
  છતાંયે મૂંઝાશો નહી.
  👰ઘડપણમાં લેવાનુ લાકડી જો જો ભૂલતા નહીં,
  ધીરે ધીરે ડગ માંડવાનુ જો જો ચૂકતા નહીં.
  પડશો પથારીમાં તો સેવા કોઈને ગમશે નહીં.ચાલો હું જાઉં છું...
  👰સાંજે સૂતા પહેલા પાણીનો
  લોટો માગી લેજો,
  તરસ લાગે ત્યારે તમે પાણી પી લેજો.
  રાત્રે ઉઠવું પડે તો જો જો અંધારે અથડાતા નહીં.
  👰પરણ્યા પછી સાથે ઘણું આપણે પ્રેમથી રહ્યા,
  બનાવી લીલી વાડી જે તેમાં
  ફૂલડા ખીલી રહ્યા.
  ઇ ફૂલડાની ફોરમ હવે મુજથી લેવાશે નહીં.
  👰"ઊઠો હવેસવાર થઈ "-એવું કોઈ કહેશે નહીં,
  જાતે ઊઠી જજો
  કોઈની રાહ જોશો નહીં...
  👰અને હા એક વાત તમારાથી છુપાવી છે મનેમાફ કરશો તમારી જાણ વિના બાજુની પોસ્ટઓફીસ મા બચત ખાતુ ખોલાવેલ તેમા 14 લાખ જમાછે મારી દાદી ની શીખામણ હતી દિકરી એક એક પાય ભેરી કરી ઓશીકા નાખુણે રાખતી જાજે
  તેમાથી પાચ પાચ લાખ દિકરી. વહુ.ને આપજો ચારલાખ તમારા ખાતામા નાખજો અનેહા તમે વાપરજો છોરાના છોરાને ભાગ લઈ દજો
  👰પ્રભુ ભક્તિ પૂજા કરવાનુ ચૂકતા નહીં.
  હવે ફરીકદીયે મળાશે નહીં, કઈ ભુલ થઈહોય મારાથી માફ કરશો
  લખેલા લેખ વિધિએ એ ટાળયા તો ટળાશે નહીં..
  "ચાલો હું જાવ છું
  ચાલો હુ જાવ છુ.....

  નોધ.જોતમારુ દિલ❤ હલે તોજ👍લાઈક કરશો
  🌺વાચી ને આંખમા આસુ જરુર આવશે પણ આ જીવનની કડવી હકિકત છે
                             

    Comments
  » Not yet reviewed by any member. You can be the first one to write a review.
  
  » You must be logged in to post a comment