તંત્રી : શ્રી મણીલાલ પાર
Wednesday, February 20, 2019 | RNI No.DDMUL/2001/5253 | ![]() |
ધારા 113 " ટેરાની ભાવના " Niru Ashra
editor on Sunday, March 18, 2018 reviews [0]
ધારા :-૧૧૩~卐"ટેરાની ભાવના"~卐 Niru Ashra ----------------------------------- એક વખત આપશ્રીએ આજ્ઞા કરી કે, પુષ્ટિમાર્ગીય મંદિરોમાં દર્શન એક ધારા ખુલ્લા રહેતા નથી, પણ વચ્ચે ટેરો આવ્યા કરે છે. પહેલા મંગળાના દર્શન થાય પછી ટેરો આવે. ત્યાર પછી શૃંગાર, ગ્વાલ, રાજભોગ, ઉત્થાપનભોગ, સંધ્યાર્તિ અને શયન. એમ આઠ વખત દર્શન ખુલે અને આઠ વખત ટેરો આવે છે. જયારે મર્યાદા મંદિરોમાં આખો દિવસ ખુલ્લાં રહે છે. - - પુષ્ટિમાર્ગમાં આવવાનું કારણ એ છે કે, પુષ્ટિમાર્ગમાં ફલના બે પાસા છે. (૧) સંયોગ, (૨) વિપ્રયોગ. આ દ્રષ્ટિએ દર્શનમાં સંયોગનું સુખ છે. એકધારૂ સંયોગસુખ મળ્યા કરે તો સંયોગનું સાચું સુખ અનુભવાતું નથી, પણ એ સુખમાં થોડી ઓટ આવે, ત્યારે જ સંયોગની કિંમત સમજાય છે. દા. ત. તમે એકલું મિષ્ટાન્ન જ ખાશો તો તે નહીં ભાવે, પણ સાથે ફરસાણ હશે તો મિષ્ટાન્નમાં સાચો આનંદ આવશે. માછલી જલમાં જ રહે છે. પણ જયાં સુધી જલમાં હોય ત્યાં સુધી તેને જલનાં ગુણની ખબર પડતી નથી પણ જયારે તે બહાર નીકળે છે ત્યારે તરફડવા લાગે છે. અને ત્યારે જ તેને જલનાં ગુણની સાચી કિંમત સમજાય છે. જલ વિના આપણે જીવી શકીએ છીએ તેમ નથીં. અને જયારે પાછી જલમાં નાખવામાં આવે, ત્યારે પહેલાં કરતા સો ગણો આનંદ અનુભવે છે. તેવીજ રીતે એકધારા દર્શન થયા કરે તો તેનો સાચો આનંદ મળતો નથી. પણ ટેરો આવવાથી દર્શન કરનાર ભક્તને અતૃપ્તિ રહી આવે છે. શ્રીઠાકોરજીનાં દર્શન પાછા ક્યારે થશે ? એ પ્રકારની અતિ આરતી થાય છે. અને પછી જયારે દર્શન ખુલે છે, ત્યારે પહેલાં કરતાં અનેકગણો આનંદ દર્શનમાં આવે છે. - - અહીં પશ્ર્ન એ થાય કે સંયોગને ફલ કહેવામાં આવે છે. એ તો ઠીક છે પણ વિરહને ફલ કેમ કહેવાય? વિરહમાં તો પ્રભુ દર્શનના અભાવે અનેકગણું દુ:ખ વધી જાય છે. ઉતરમાં કહેવાનું કે ભગવદ્ સંબંધી દુ:ખ લૌકિક દુ:ખ જેવું નથી. ભગવદ્ સંબંધી દુ:ખ પણ મહાસુખરૂપ છે. આ વિષયોનો અનુભવ આપણને આપણા ભૌતિક જીવનમાં પણ થાય છે. દા.ત. માણસને મિષ્ટાન્ન ખાવું ગમે, પણ કડવા પદાર્થો ન ગમે. છતાં દવાના રૂપમાં ખાવા પડે તો મોઢું બગાડીને ખાય. પણ એક વસ્તુ એવી છે કે કડવી હોવાં છતાં પણ ખાવી ગમે. કારેલા કડવા છે છતાં તે ખાવા ગમે. કારેલાના શાકમાં જે મીઠાશ છે તે તેના કડવાપણને લઈને જ છે. કારેલાનું શાક માણસ હોંશે હોંશે ખાય છે. તેવી રીતે લૌકિક દુ:ખ, દુ:ખરૂપ હોવાથી માણસને ન ગમે પણ ભગવાનના વિરહનું દુ:ખ સુખરૂપ હોવાથી ગમે છે. જેમ કારેલાની મીઠાશ તેની કડવાશમાં છે તેમ વિરહનું સુખ તેનાં દુ:ખમાં છે. શ્રીમહાપ્રભુજી નિરોધલક્ષણમાં આજ્ઞા કરે છે. > યરચ દુ:ખં યશોદાયા નંદાદિનાં ચ ગોકુલે | ગોપિકાનાં તુ યદ્ દુ:ખં સ્થાન્ મમ કવચિત્ || < - - અર્થાત્ જે દુ:ખ યશોદાજી તથા નંદ વગેરેને ગોકુલમાં થયું તેમજ ગોપીઓને જે દુ:ખ થયું એવા પ્રકારનું દુ:ખ મને પણ કયારેક થાઓ. આમ શ્રીમહાપ્રભુજી પણ ભગવદ્ વિરહના દુ:ખની ઈચ્છા કરે છે. કારણ એ કે દુ:ખમાં સંયોગના સુખ કરતાં અનેકગણું સુખ સમાયેલું છે. આ પ્રકારના ભગવદ્ સંબંધી વિરહ દુ:ખના સુખાનુભવ માટે પુષ્ટિમાર્ગીય મંદિરમાં દર્શનમાં ટેરો આવે છે. ધારા :- 113

Comments
» Not yet reviewed by any member. You can be the first one to write a review.
Sponsor
VALSAD INDUSTRIES DIRECTORY 2010-11![]() (2nd Edition) with FREE CD Click Here to Buy... |
Useful Link Of Daman |
• Tenders |
• Jobs |
Tourism |
• Beaches |
• Shopping |
|
Miscellaneous |
|
|
|
|
• UIDAI |