તંત્રી : શ્રી મણીલાલ પાર
Wednesday, February 20, 2019 | RNI No.DDMUL/2001/5253 | ![]() |
ભાજપના ટોચના નેતાને ખંડણી આપવા મળી ધમકી,
editor on Monday, June 4, 2018 reviews [0]
અમદાવાદ: ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સારી હોવાનો દાવો સરકાર કરી રહી છે ત્યારે ભાજપના ટોચના નેતાને ખંડણી માટેનો ફોન આવતાં ખળભળાટ મચી ગયો છે. આ સિવાય પણ અનેક ઉદ્યોગપતિઓને પણ ધમકી આપવામાં આવી હોય તેવા કિસ્સા પણ ઘણીવાર સામે આવ્યા છે.
Bimal-Shah1 થોડા દિવસ પહેલા મોરબીના ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય જંયતિ કાવડીયાને મુંબઈથી ખંડણી માટે ધમકી મળી હતી. હવે અમદાવાદમાં રહેતા ભાજપના પૂર્વ મંત્રી બીમલ શાહને ફોન કરીને 10 લાખની ખંડણી માંગવામાં આવી છે. જો ખંડણીની રકમ ચુકવવામાં ના આવે તો તેમના પરિવારને ખતમ કરવાની ધમકી પણ આપવામાં આવી છે.
Bimal-Shah2 કેશુભાઈ પટેલની સરકારમાં મંત્રી રહેલા અને યુવા મોરચાના નેતા તરીકે નરેન્દ્ર મોદીના ખાસ રહી ચુકેલી બીમલ શાહ નરેન્દ્ર મોદી સાથે કશ્મીરના લાલચોકમાં ત્રીરંગો ફરકાવવા માટે પણ ગયા હતાં.
Bimal-Shah3 જોકે કેશુભાઈ પટેલ સાથે નજીક હોવાને કારણે ક્રમશ તેમને સત્તાથી દુર રાખવામાં આવ્યા હતાં, 2017ની વિધાનસભાની ચૂંટણીમાં તેમને ટીકિટ નહીં મળતાં તેમણે દહેગામથી અપક્ષ ઉમેદવારી પણ કરી હતી.
- - - -
Bimal-Shah4 આ મામલો સંવેદનશીલ હોવાનું રટણ કરતી ક્રાઈમ બ્રાંચ ખુલીને કઈ બોલવા તૈયાર નથી પરંતુ બીમલ શાહને ઘરે અને તેમના મોબાઈલ ફોન ઉપર ખંડણીની માગણી કરનારે 15 લાખની માગણી કરી હતી તેવું સુત્રો દ્વારા જાણવા મળ્યું હતું.
Bimal-Shah1 જો રકમ ચુકવવામાં વિલંબ થાય તો પરિવારને ખતમ કરી દેવામાં આવશે તેવી ધમકી પણ આપી હતી. ભાજપી નેતાઓ સાથે ઘરોબો ધરાવતાં બીમલ શાહે તરત પોતાના જૂના સાથી અને ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાનો સંપર્ક કર્યો હતો જેના પગલે તરત ક્રાઈમ બ્રાંચ હરકતમાં આવી હતી. જોકે પોલીસ એવું પણ નજરઅંદાજ કરતી નથી કે દાઉદના નામે કોઈ સ્થાનિક ગેંગસ્ટર દ્વારા ધમકી અપાતી હોય. જોકે પોલીસ કોઈ તક લેવા માગતી નથી.

Comments
» Not yet reviewed by any member. You can be the first one to write a review.
Sponsor
VALSAD INDUSTRIES DIRECTORY 2010-11![]() (2nd Edition) with FREE CD Click Here to Buy... |
Useful Link Of Daman |
• Tenders |
• Jobs |
Tourism |
• Beaches |
• Shopping |
|
Miscellaneous |
|
|
|
|
• UIDAI |
Related Articles