• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Executive Editor : Bipul A. Singh
  • સંસાર નુ કારણ મોહ અને સ્વાર્થ : નીરુ આશરા
    સંસાર નુ કારણ મોહ અને સ્વાર્થ : નીરુ આશરા editor editor on Sunday, July 15, 2018 reviews [0]
    ધારા :-૨૨૯ [આગળ] "સંસારનું કારણ મોહ અને સ્વાર્થ છે" ----------------------------------- પછી સંતે મોહનના ભાઈઓને કહ્યું કે મોહન તમારો મોટો ભાઈ છે. તો તમે તમારું આયુષ્ય આપો. ત્યારે ભાઈઓ બોલ્યા કે અમારો મોટો ભાઈ તો રાજા રામ જેવો છે. પણ બાપુ, તમોને ખબર છે ? અમે સંસારમાં આવીને કંઈ લ્હાવો થોડો લીધો છે ? હજું અમો ઉગીને ઉભા થઈએ છીએ. અમારે વરવું પરણવું પણ બાકી છે. તો અમે અમારું આયુષ્ય કઈ રીતે આપીએ ? - - છેલ્લે સાધુએ ત્યાં આવેલા મોહનના કાકા-કુટુંબીઓ તથા મિત્રોને કહ્યું કે તમારામાંથી કોઈ મોહનને પોતાનું આયુષ્ય આપવા તૈયાર છો ? ત્યારે બધાએ કહ્યું કે બાપુ, તેના સગા મા-બાપ કે ભાઈ-બહેનો પણ આયુષ્ય આપવા તૈયાર નથી તો પછી અમે તો કેમ આપીએ ? - - આમ જયારે બધાએ ના પાડી દીધી ત્યારે સાધુએ મોહનના પિતાને કહ્યું કે શેઠ હવે તમારે શું કહેવાનું છે ? ત્યારે શેઠે કહ્યું કે બાપુ, જે થવાનું હતું તે થઈ ગયું. અમારો અને એમનો લેણા-દેણીનો સંબંધ હતો તે પૂરો થઈ ગયો હશે. તેથી જ આમ બન્યું હશે. ભગવાનના ધર આગળ આપણો કોઈ ઉપાય ચાલતો નથી. ભગવાનની ઈચ્છા એવી જ હશે. ભગવાનને ગમ્યું તે ખરું. - - ત્યારે સાધુએ કહ્યું કે, તો પછી હવે તમે તેનાં અગ્નિસંસ્કારની તૈયારી કરો. એટલે શેઠે માણસ મોકલીને અગ્નિસંસ્કાર માટે કફન,નાળીયેર વગેરે મંગાવીને નનામી તૈયાર કરી. અને મોહનને તેમાં બાંધવા માટે તૈયાર થયા. ત્યારે સાધુએ કહ્યું કે, જરા થોભો. એટલે મોહનને પાછો પથારીમાં સુવડાવી દીધો. - - પછી સાધુએ બધાને ઉદ્દેશીને કહ્યું કે મોહન તમોને બહુજ વહાલો હતો. મોહન વિના તમે ક્ષણવાર પણ રહી શકતા ન હતા. છતાં આજે તમે તેને બાળવા માટે તૈયાર થઈ ગયા છો. તમોને મોહન કરતાં પણ તમારો જીવ વધારે વહાલો છે. જો મોહન વહાલો હોત તો તમે તમારું આયુષ્ય આપ્યું હોત. - - પછી સંતે કહ્યું કે તમે તો તમારું આયુષ્ય ન આપ્યું, પણ હવે હું મારું આયુષ્ય મોહનને આપું છું. કારણકે મોહન મને વહાલો છે. આમ કહી સંતે મોહનના મસ્તક ઉપર ધી ધસ્યું, તેથી સમાધી ઉતરી ગઈ અને મોહન બેઠો થયો. મોહન બેઠો થયો એટલે તેનાં માતા-પિતા, પત્ની વગેરે હર્ષપૂર્વક ભેટવા માટે દોડયા. ત્યારે મોહન બોલ્યો કે તમે લોકો મારાથી દૂર રહેજો. તમારો સ્નેહ મેં જોઈ લીધો છે. તમારો મોહન હવે સદાને માટે મરી ગયો છે. એમ જ સમજો. આમ કહી તે સંતના ચરણમાં પડી ગયો. સંતે તેને ઉઠાડીને કહ્યું કે હવે શું કરવું છે ? ત્યારે મોહન બોલ્યો કે હવે મારે શું કરવાનું હોય ? જયાં તમે ત્યાં હું. આટલું કહી મોહન ધરનો ત્યાગ કરી સંતની સાથે ચાલી નીકળ્યો. - - આ દ્રષ્ટાંતથી સમજવાનું એ છે કે સંસારમાં કોઈ, કોઈનું સગું નથી. બધા સ્વાર્થના જ સગા છે. માટે સંસારના સંબંધીઓનાં સ્નેહ- પાશમાં ન બંધાતા એક ભગવાનમાં જ સ્નેહ રાખવો. ધારા :- 229 પુર્ણ
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment