• Gallery
 • Browse by Category
 • Videos
 • Top Rated Articles
 • Public TimeLine
 • News RSS Feeds
 • Chief Editor : Manilal B. Par |  Executive Editor : Bipul A. Singh
 • ખાન્ડ નહીં ગોળ ખાવુ : Niru Ashra
  ખાન્ડ નહીં ગોળ ખાવુ : Niru Ashra editor editor on Tuesday, March 6, 2018 reviews [0]
  ખાન્ડ નહીં ગોળ ખાવું: નીરુ આશરા
  આયુર્વેદમાં એવું એક સુત્ર લખ્યું છે કે શરીરને ભોજનમાંથી મળવા વાળી જે સાકર છે, તે ઝડપથી પેટ માં પચે તેમાં રસ્તામાં કોઈ ખલેલ ન પડે. એવી કોઈ વસ્તુ ભોજનમાં નાં હોવી જોઈએ જે પાચન ક્રિયા ને રોકે.

  હવે આ વાત તેમણે સાડા ત્રણ હજાર વર્ષ પહેલા કહી હતી. તમે જુઓ કે મહાન લોકો આપણા દેશમાં થઇ ગયા જેઓ સાડા ત્રણ હજાર વર્ષ પહેલા કહી રહ્યા હતા કે ભોજનના રૂપમાં જે સાકર તમને મળવાની છે, તે ઝડપથી પચાવી જોઈએ અને વચ્ચે પચવા માં કોઈ અડચણ આવે એવી કોઈ વસ્તુ ભોજનમાં ન ખાઓ.

  રાજીવભાઈ એ આજના આધુનિક વિજ્ઞાન પ્રમાણે સંશોધન કરવાનું શરુ કર્યું છે કે આજના ભોજનમાં એવી કઈ કઈ વસ્તુઓ છે જે ભોજનમાં રહેલા નેચરલ શુગરને મદદરૂપ થવામાં અડચણ ઉભી કરે છે. તો પરિણામ ચોકાવનારું છે.
  આપણા દેશમાં એક ખુબ જ મોટી લેબોરેટરી છે જેનું નામ CDRI (CENTRAL Drug research institute)છે.

  રાજીવભાઈ ત્યાં ગયા અને ઘણા વેજ્ઞાનિકો સાથે આના વિષે વાત કરી કે તમે જણાવો કે આપણા ભોજનમાં એવી કઈ કઈ વસ્તુ છે જે આપણા ભોજનની કુદરતી સાકર ને શરીર માટે મદદરૂપ થવામાં અડચણ રૂપ થાય છે તો બધા વેજ્ઞાનિકો એ એક જ અવાજે જે વસ્તુનું નામ લીધું હતું, તેનું નામ ખાંડ હતું, હા એ ખાંડ જે તમે ચા માં નાખીને પીઓ છો.

  હવે તમે કહેશો તો પછી તેની જગ્યાએ શું ખઈએ. તો જવાબ એ છે કે ગોળ ખાઓ. તમે કહેશો ગોળ અને ખાંડમાં શું ફરક છે. આ બન્નેમાં ઘણો ફરક છે ખાંડ બનાવવા માટે શેરડીના રસમાં ૨૩ ઝેર (કેમિકલ) ભેળવવા પડે છે. અને તે બધા તે ઝેર છે જે શરીરની અંદર તો જાય છે પરંતુ બહાર નથી નીકળી શકતા.

  અને ગોળ એક જ એવો છે કોઈ પણ ઝેર ભળ્યા સિવાય સીધે સીધો બને છે શેરડીના રસને ગરમ કરતા જાઓ, ગોળ બની જાય છે. તેમાં કઈ પણ ભેળવવું પડતું નથી. માત્ર તેમાં દૂધ ભેળવવાનું છે બીજું કઈ ભેળવવાનું નથી.

  ગોળ થી પણ એક સારી વસ્તુ છે જે તમે ખાઈ શકો છો તેનું નામ છે કાકવી. જો તમે ક્યારેય ગોળ બનવતા જોયું હશે તો તમને તેની પણ ખબર પડી જશે. આ કાકવી ગોળ થી પણ સારી છે, ગોળ તો સારો છે જ પરંતુ ગોળ થી પણ સારી જો કોઈ વસ્તુ છે તો તે છે કાકવી છે.

  એક કામ કરો કાક્વીને ડોલમાં ભરીને રાખો તે ખરાબ થતી નથી.૧ વર્ષ આરામથી રાખી શકો છો. કાક્વીનો ભાવ પણ ગોળ જેટલો જ હોય છે. હવે તમે યા તો કાકવી ખાવ નહી તો ગોળ ખાવ. જો તમને કાકવી મળી રહે છે તો સમજી લો કે તમે રાજા છો, જો કાકવી ન મળે તો ગોળ મળી રહ્યો છે તો નાના રાજા છો.

  અત્યાર સુધી તમે એવું વિચારી રહ્યા હશો કે આ કાકવી શી હોય છે,તમને તે પણ જણાવી દઈએ છીએ. કાકવી નો મતલબ શેરડીના રસને જયારે આપણે ગરમ કરવાનું શરુ કરીએ છીએ તો ગરમ કરતા કરતા ગોળ બનતા પહેલા અને તેનો રસ ગરમ થયા પછી એક લીક્વીડ બને છે તે લીકવીડને કાકવી કહે છે. જ્યાં પણ ગોળ બને છે ત્યાં કાકવી જરૂર મળશે.

  તમને મારી એક નાની એવી વિનંતી છે કે તમારા ઘરમાંથી આ ખાંડ દૂર કરો. ખાંડે આખી દુનિયાનો સત્યાનાશ કરી નાખ્યો છે. શુગર મિલ વાળાઓનું પણ બીપી હાઈ છે. રાજીવભાઈ આખા દેશમાં પ્રવાસ કરતા હતા, તે શુગર મિલ વાળાને મળતા હતા ત્યારે તેઓ કહેતા હતા કે રાજીવભાઈ અમે પણ ખુબ તકલીફમાં છીએ, જ્યારથી ખાંડ બનાવવાનું અને ખાવાનું શરુ કર્યું છે, ત્યારથી શરીરની હાલત ખરાબ છે.

  કરોડો રૂપિયા તો શુગરની મિલ બનાવવામાં થાય છે કરોડો શેરડીના રસને ખાંડ બનાવવામાં લાગે છે. તેનાથી સારું તો સસ્તામાં ગોળ બનાવવો છે, પ્રોસેસ પણ લાંબી છે. ખુબ જ સસ્તામાં કાકવી બને છે, સીધો ગોળ બનાવીને વેચવો, કે કાકવી બનાવીને વેચો.

  હવે રસપ્રદ જાણકારી તમને આપું છું કે ભારત ને છોડી ને દુનિયાના દેશોમાં ગોળ અને કાકવી ની ખુબ જ માંગ છે. કેમ કે ખાંડ થી બનેલી મીઠાઈ જલ્દી ખરાબ થઇ જાય છે અને તેમાં ગુણવત્તા હોતી નથી,પરંતુ ગોળ માંથી બનેલી મીઠાઈ ઘણા મહિના સુધી બગડતી નથી અને સારી ક્વોલેટી ની હોય છે.

  તમને સાંભળીને નવાઈ લાગશે કે ગામમાં ગોળ નો ભાવ ૨૦-૩૦ રૂપિયા કિલો હોય છે.પરંતુ ઇજરાયલ માં ગોળનો ભાવ 170 રૂપિયા કિલો વેચાય છે. ઇજરાયલ એક નાનો દેશ છે, જો તમે ગોળ ત્યાં વેચવા માંગો છો તો ૧૭૦ રૂપિયા કિલો વેચાય છે. જર્મની માં ગોળનો ભાવ ૨૧૦ રૂપિયા કિલો છે, કેનેડામાં ભારતના રૂપિયાના હિસાબે ગોળનો ભાવ ૩૩૦ રૂપિયા કિલો છે. આ બધા દેશોમાં ગોળ ની ખુબ જ માગ છે . આ ખાંડ ત્યાં સસ્તી છે. કેમ કે તેમણે ખબર છે કે ખાંડ ઝેર છે અને ગોળ અમૃત છે.

  ગોળ અને ખાંડ ની હમેશા એક જ વાત યાદ રાખો બીજું યાદ રાખો કે ન રાખો. જો ખાંડ તમે ખાધી તો તેને પચાવવી પડે છે અને તેમાં એટલા નુકશાનકારક તત્વો હોય છે કે આસાની થી પચતા નથી. અને જો તમે ગોળ ખાશો તો ગોળ એટલી સરસ જાત છે કે જે પણ ગોળ સાથે તમે ખાધું છે, તેને ગોળ પચાવી દે છે.

  ખાંડ ને પચાવવી પડે છે તેમાં ૬-૭ કલાક લાગે છે અને ગોળ જે કઈ પણ ખાઓ તેને માત્ર ૪ કલાક ૪૦ મીનીટમાં પચાવી દે છે. એટલા માટે ભોજન સાથે ગોળ જરૂર ખાવ અને ખાંડ બિલકુલ ન ખાઓ.

  જો તમે આ સુત્રનું પાલન કરશો તો ડાયાબિટીસ,આર્થરાઈટીસ,અસ્થમા,ઓસ્તીમાલીસીસ જેવી ૧૪૮ ગંભીર બીમારીઓ તમારી જીંદગીમાં ક્યારેય નહિ આવે. તમે તમારી જીંદગીમાં થી આ ખાંડ ને કાઢી નાખો કેમ કે આપણે જે કુદરતી ખાંડ ફળ માંથી કે બીજી વસ્તુઓમાંથી મળી રહે છે, આ ખાંડ તમને પચવા ના રસ્તામાં મોટી અડચણ છે.

  તમે એક વાત યાદ રાખો જો ત્યાગવાની કોઈ વસ્તુ છે તો જેને સૌથી વધુ નફરત કરવી છે તો તે ખાંડથી કરો. ગોળ ખાઓ કાકવી ખાઓ.
                             

    Comments
  » Not yet reviewed by any member. You can be the first one to write a review.
  
  » You must be logged in to post a comment