• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Executive Editor : Bipul A. Singh
  • સુરત ખાતે તાપી નદીમાં હાલ પાણીની અછત
    સુરત ખાતે તાપી નદીમાં હાલ પાણીની અછત editor editor on Friday, March 2, 2018 reviews [0]
    સુરત : સુરત ખાતે તાપી નદીમાં હાલ પાણીની અછત છે ઉપરાંત કોઝવેની આગળના ભાગે તાપી નદીમાં જલકુંભી નામની વનસ્પતિની લીલીછમ ચાદર પથરાઇ ગઇ છે, ત્યારે જલકુંભી એક એવી વનસ્પતિ છે જે વનસ્પતિ પાણીને વધુ ખેંચે છે.
    આ વનસ્પતિ દુર કરવા માટે મનપા દ્વારા કરોડોના ખર્ચે બે મશીન મંગાવવામાં આવ્યા છે, પરંતુ આ મશીનો પણ જળકુંભી કાઢવામાં નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે કારણ કે તાપીમાં હજારો લીટર કેમિકલ યુક્ત ગંદુ પાણી ઠલવાય છે જેથી જળકુંભી દિવસે દિવસે વધી રહી છે.
    શહેરની જીવાદોરી સમાન એવી સૂર્યપુત્રી તાપી નદીમાં છેલ્લા ઘણા સમયથી જળકુંભીની લીલી ચાદર પથરાયેલી જોવા મળે છે. સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં કાંકરાપારથી સુરત સુધીમાં રોજ 300 એમ.એલ.ડી. ગંદુ પાણી સીધું છોડી દેવામા આવે છે.

    મોટા પ્રમાણમાં ગંદુ પાણી છોડાતુ હોવાના કારણે તાપી નદીમાં જળકુંભી અને લીલની મોટી સમસ્યા ઉત્પન થઈ છે. જળકુંભી માટે મ્યુનિ.ના તંત્રએ બે કરોડ ની કિંમતના બે મશીનો પણ ખરીદ્યા છે. પણ જલકુંભીનો જથ્થો મોટો હોવાથી આ મશીનોની કામગીરી દેખાતી નથી.

    છેલ્લા દસેક વર્ષથી તાપી નદીના શુધ્ધિકરણની કામગીરી કાગળ પર જ થઈ રહી હોવાથી તાપી નદીમાંથી ગંદકી કાયમી ધોરણે દુર થતી નથી. તાપી શુધ્ધિકરણના નામે શહેરમાં સંખ્યાબંધ સંસ્થાઓ ફુટી નિકળી છે પરંતુ આ સંસ્થાઓ પણ ફોટો પડાવવા સિવાય કોઈ કામગીરી કરતી નથી. જેને કારણે સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં અનેક જગ્યાએ જળકુંભી અને લીલની ચાદર પથરાઈ ગઈ હોય તેવા દ્રષ્યો દેખાઈ રહ્યાં છે.
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment