• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Executive Editor : Bipul A. Singh
  • રેશન કાર્ડને આધાર સાથે લિંક કરવાથી થયો મોટો ફાયદો
    રેશન કાર્ડને આધાર સાથે લિંક કરવાથી થયો  મોટો ફાયદો editor editor on Thursday, March 1, 2018 reviews [0]
    HOMEINDIA રેશન કાર્ડને આધાર સાથે લિંક કરવાથી થયો આટલો મોટો ફાયદો
    Delhi : રેશન કાર્ડને આધાર સાથે લિંક કરવાથી થયો આટલો મોટો ફાયદો
    રેશનકાર્ડને સંપૂર્ણપણે ડિજિટલકરણ કરવાથી અને તેને આધાર નંબર સાથે લિંક કરવાથી સરકારને અંદાજે 2.75 કરોડ ડુપ્લિકેટ અને નકલી રેશન કાર્ડને પકડવામાં મદદ મળી છે. આ રેશન કાર્ડનો ઉપયોગ સબ્સિડીવાળી ખાદ્ય સામગ્રી મેળવવા માટે કરાતો હતો. ફૂડ મિનિસ્ટ્રીના અધિકારીઓએ કહ્યું કે રેશન કાર્ડના ડિજિટલીકરણની પ્રક્રિયા જાન્યુઆરી 2013મા શરૂ થઇ હતી, પરંતુ છેલ્લાં ચાર વર્ષમાં તેને ગતિ મળી.
    ફૂડ એન્ડ કન્ઝયુમર્સ અફેર મિનિસ્ટર રામવિલાસ પાસવાને કહ્યું કે અમે વાર્ષિક 17,500 કરોડ રૂપિયાની સબ્સિડીવાળા ઘઉં, ચોખા, અને મોટું અનાજ આપવામાં પડી રહેલ મુશ્કેલીઓને પકડી છે. જો કે આ પ્રત્યક્ષ બચત નથી કારણ કે હવે તેમાં જરૂરિયામંદોની સંખ્યા વધી ગઇ છે. હવે એમ કહી શકાય કે અસલી જરૂરિયામંદોને તેનો ફાયદો થઇ રહ્યો છે.
    સરકારી આંકડા જોતા તો નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ (NFSA)ની અંતર્ગત લોકોને 23.19 કરોડ રેશન કાર્ડ રજૂ કરવામાં આવ્યા હતા. રેશન કાર્ડના ડિજિટલીકરણ અને તેને આધાર સાથે જોડવાની પ્રક્રિયા 82 ટકા પૂરી થઇ ચૂકી છે. જેમ-જેમ આ કામ આગળ વધશે, નકલી કાર્ડને સિસ્ટમમાંથી બહાર કરી દેવાશે.
    ખાદ્ય મંત્રાલયના આંરડાઓ બતાવે છે કે રદ્દ કરાયેલ રેશન કાર્ડમાં 50 ટકા ઉત્તર પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાંથી આવે છે. આ સિવાય મહરાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, રાજસ્થાન, છત્તીસગઢ, અને મધ્યપ્રદેશમાંથી પણ મોટી સંખ્યામાં નકલી રેશનકાર્ડ રદ્દ કરાયા છે.
    એનએફએસએ દુનિયાની સૌથી મોટી વેલ્ફેર સ્કીમ છે, તેના અંતર્ગત 80 કરોડ જરૂરિયાતમંદો માટે ભોજન પૂરી પડાય છે.
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment