• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Executive Editor : Bipul A. Singh
  • ડો. પ્રવીણ તોગડિયાને ઝટકો -VHP ના નવા પ્રમુખ વી.એસ કોકજે
     ડો. પ્રવીણ તોગડિયાને ઝટકો -VHP ના નવા પ્રમુખ વી.એસ કોકજે editor editor on Sunday, April 15, 2018 reviews [0]

    નવી દિલ્હી:
    ડો. પ્રવીણ તોગડિયાને ઝટકો -VHP ના નવા પ્રમુખ વી.એસ કોકજે.
    વિશ્વ હિન્દુ પરિષદના આંતરરાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ ડો. પ્રવીણ તોગડિયાને ઝટકો લાગ્યો છે. વી.એસ કોકજે વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષની ચૂંટણીમાં વિજેતા બન્યા હતા. ઉલ્લેખનીય છે કે 52 વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર અધ્યક્ષની ચૂંટણી યોજાઇ હતી. વિષ્ણુપ્રસાદ કોકજે પૂર્વ ગવર્નર અને હાઈકોર્ટના નિવૃત્ત જજ છે. કોકજેને 132 મત મળ્યા હતા જ્યારે રાઘવ રેડ્ડીને 60 મત મળ્યા હતા. આ અગાઉ તોગડિયાએ ચૂંટણીની પ્રક્રિયાને વીએચપીને તોડવાનું ષડયંત્ર ગણાવ્યું હતું. ચૂંટણીમાં વર્તમાન આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ રાઘવ રેડ્ડી અને હિમાચલ પ્રદેશના પૂર્વ ગવર્નર અને મધ્યપ્રદેશ હાઈકોર્ટના પૂર્વ જજ વિષ્ણુ સદાશિવ કાગજે વચ્ચે મુકાબલો હતો. વિજય બાદ કોકજે વિશ્વ હિંદુ પરિષદના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણ તોગડિયાનું સ્થાન લેશે. વિષ્ણુ સદાશીવ કોકજે વર્ષ 2003થી 2008 સુધી હિમાચલ પ્રદેશના ગવર્નર રહી ચૂક્યા છે.6 સપ્ટેમ્બર 1939ના રોજ મધ્યપ્રદેશમાં જન્મેલા કોકજેએ ઇન્દોરમાં એલએલબી કર્યું હતું. બાદમાં તેમણે 1964થી વકીલાત શરૂઆત કરી હતી. 28,જૂલાઇ 1990માં તેમને મધ્યપ્રદેશ હાઇકોર્ટના જજ બનાવવામાં આવ્યા હતા. તેમણે 2001માં 11 મહિના સુધી રાજસ્થાન હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટિસ તરીકે સેવા આપી હતી. તેઓ સુપ્રીમ કોર્ટના વકીલ પણ રહી ચૂક્યા છે.
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment