• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Managing Editor : Ranveer Singh
  • પાકની દરેક હરકતનો જડબાતોડ જવાબ
    પાકની દરેક હરકતનો જડબાતોડ જવાબ editor editor on Tuesday, May 23, 2017 reviews [0]
    નવી દિલ્હી. પાકિસ્તાન અને આંતકીઓ સામે કરવામાં આવેલી કાર્યવાહી સંદર્ભે સેના દ્વારા આજે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં મેજર જનરલ અશોક નરુલાએ જણાવ્યું કે, 'આતંકીઓ સરહદ પાર કરીને આવતાં રોકવામાં આવશે. સેના જમ્મુ-કાશ્મીરમાં શાંતિ ઈચ્છે છે. તાજેતરમાં જ નૌશેરામાં પાકિસ્તાની સેનાની ચોકીઓને નાશ કરવામાં આવી.' સેના દ્વારા પાક સામે કરવામાં આવેલી કાર્યવાહીનો વીડિયો પણ રિલીઝ કરવામાં આવ્યો હતો.

    પાકની દરેક હરકતનો જડબાતોડ જવાબ આપવામાં આવશે

    - મેજર જનરલ અશોક નરુલાએ કહ્યું કે, કાઉન્ટર ટેરરિઝમની સ્ટ્રેટેજી મુજબ ભારત પાકિસ્તાનને જવાબ આપી રહ્યું છે.
    - સાઉથ બ્લોકમાં મીડિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું, બરફ પીગળવાની શરૂઆત થતાં જ ઘૂસણખોરી વધવાની શક્યતા હોય છે. તેથી અમે પણ સંપૂર્ણ સજ્જ છે. પાકની દરેક હરકતનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.
    - 20 અને 21 મેના રોજ ઈન્ડિયન આર્મીએ કેટલાક આતંકીઓને ઠાર કર્યા છે. નરુલાએ સ્પષ્ટ કહ્યું કે પાકિસ્તાન આર્મી આતંકવાદીઓને ઘૂસણખોરીમાં મદદ કરી રહી છે. આ વાતના પુરાવા અમારી પાસે છે.
    - ભારતીય સેનાએ નૌશેરા સેક્ટરમાં પાકિસ્તાની સેનાની ચોકીનો નાશ કરતો વીડિયો જાહેર કરીને કહ્યું કે, જે ચોકીઓને તોડી પાડવામાં આવી ત્યાંથી ઘૂસણખોરી થતી હતી.

    30 સેકન્ડનો વીડિયો

    સેના દ્વારા જમ્મુથી 100 કિમી દૂર આવેલા નૌશેરામાં કરવામાં આવેલી કાર્યવાહીનો વીડિયો રિલીઝ કરવામાં આવ્યો હતો. 30 સેકન્ડના વીડિયોમાં જોવા મળી રહ્યા મુજબ ભારતીય સેનાએ 16 સેકન્ડની અંદર પાકિસ્તાની સેનાની ચોકી પર એક પછી એક એમ સતત 10થી 12 ધડાકા કરે છે, જેમાં પાકિસ્તાની ચોકીઓ પૂરી રીતે નાશ પામે છે. સેનાએ પાકિસ્તાની ચોકીઓના બંકરોને પણ નિશાન બનાવી તેને પૂરી રીતે તોડી પાડ્યા.

    ક્યારે ઉડાવવામાં આવી પાક.ની ચોકીઓ

    આર્મી સૂત્રોના જણાવ્યા મુજબ, 9 મેના રોજ આ કાર્યવાહી કરીને પાકિસ્તાનની ચોકીઓ ઉડાવી દેવામાં આવી હતી. જેમાં રોકેટ લોન્ચર્સ, એન્ટી ટેન્ક ગાઈડેડ મિસાઈલ, ઓટોમેટેડ ગ્રેનેડ લોન્ચર્સ અને રિકોલ ગનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

    સેનાનું યોગ્ય પગલુંઃ કર્નલ વીએન થાપર

    કર્નલ વીએન થાપરે કહ્યું કે , આ કાર્યવાહી ઘણા દિવસો પહેલા કરવી જોઈતી હતી. પાકિસ્તાનન સતત આપણને ઉશ્કેરી રહ્યું છે. ભારતીય સેનાએ આક્રમક વલણ અપનાવીને બિલકુલ યોગ્ય પગલું ભર્યું છે. જ્યાં સુધી પાકિસ્તાનની શાન ઠેકાણે ન આવી જાય ત્યાં સુધી ભારતે પ્રો-એક્ટિવ થઈને કાર્યવાહી કરવી પડશે. ભારતીય સેનાને પાકિસ્તાનની દરેક કાર્યવાહીનો જવાબ આપતા આવડે છે. આ કાર્યવાહી ભારત વતી એક નાનો મેસેજ છે.

    આર્મીને સલામઃ કોંગ્રેસ

    - કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સિંહ સુરેજવાલાએ કહ્યું, પાકિસ્તાન સામે ભારતીય સેનાએ દાખવેલા શૌર્ય બદલ તેને સલામ.
    - શિવસેનાના અરવિંદ સાવંતે કહ્યું, અહીંથી અટકવાનું નથી. લાહોર સુધી ત્રિરંગો લહેરાવવાનો છે.

    સૌજન્ય - Gujarati News App & Divya Bhaskar .
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment