• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Managing Editor : Ranveer Singh
  • દમણમાં કેટલાંક શિક્ષકોને પગારથી નહી !!!
    દમણમાં કેટલાંક શિક્ષકોને પગારથી નહી !!! editor editor on Tuesday, August 1, 2017 reviews [0]
    દમણમાં શિક્ષકોને પગારથી નહી કરાયો.
    દમણમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે પ્રશાસન દ્વારા અનેક આયોજન કરવામાં આવી રહ્યું છે
    દમણના 250થી વધુ શિક્ષકો પગારથી વંચિત
    દમણ - સંઘપ્રદેશ દમણમાં શિક્ષણનું સ્તર સુધારવા માટે પ્રશાસન દ્વારા અનેક આયોજન કરવામાં આવી રહ્યું છે તો બીજી તરફ દમણની 11 ગ્રાન્ટેડ શાળાના 250થી વધુ શિક્ષકોને છેલ્લા છ માસથી પગાર ન મળતા તેમન આર્થિક હાલત કફોડી બની ગઇ છે. દમણની ગ્રાન્ટેડ સ્કૂલના શિક્ષકોને જલ્દીથી પગાર મળે એ માટે દમણ જિલ્લા ભાજપના ઉપપ્રમુખે પ્રશાસક પ્રફુલ્લ પટેલને એક આવેદનપત્ર આપીને રજૂઅાત કરી છે.સંઘપ્રદેશ દમણમાં શિક્ષણનું સ્તર ઊંચુ લાવવા માટે સંઘ પ્રદેશના પ્રશાસક પ્રફુલ્લ પટેલ દ્વારા શિક્ષકોને તાલીમથી લઇને દરેક સ્કૂલમાં આધુનિક ઈન્ફ્રાસ્ટ્રકચર ઉપલબ્ધ કરાવી રહ્યા છે.
    11 ગ્રાન્ટેડ શાળાના શિક્ષકોનોે 6 માસથી પગાર ન થતા હાલત કફોડી
    જિલ્લા ભાજપે પ્રશાસકને રજૂઆત કરી ઝડપથી ઘટતુ કરવાની માગ કરી
    શિક્ષણ માટે પ્રશાસક તરફથી અલગ ફંડ ફાળવવામાં આવી રહ્યું છે. જોકે, આ બધા વચ્ચે સોનાની થાળીમાં લોઢાની મેખ માફક દમણમાં સરકારના અનુદાનથી ચાલતી 11 શાળાઓને સરકાર તરફથી ગ્રાન્ટ ન મળતાં સ્કૂલ સંચાલકો શિક્ષકોને પગાર ચુકવી શક્યા નથી. દમણની 11 ગ્રાન્ટેડ શાળાના 250થી વધુ શિક્ષકોને છેલ્લા 6 માસથી પગાર મળ્યો ન હોવાના કારણે તેમની આર્થિક સ્થિતિ કથળી ગઇ છે. કહેવાય છેકે, ભુખ્યા પેટે ભજન ન થાય એમ જે શિક્ષકોને છ માસથી પગાર મળ્યો નથી એવો વિદ્યાર્થીઓને ભણાવવામાં કેવી રીતે મન પરોવી શકે એ પણ સવાલ છે.
    દમણ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મજીદ લધાણીએ સોમવારે પ્રદેશના પ્રશાસક પ્રફુલ્લ પટેલને એક આવેદનપત્ર આપીને શિક્ષકો વતી વ્યથા રજૂ કરી છે. લધાણીએ કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, શિક્ષકો પણ પોતાના પરિવાર સાથે રહેતા હોય પગાર મળ્યો ન હોય ભરણ પોષણ કરવું મુશ્કેલ બની જતું હોય છે. પ્રશાસક પ્રફુલ્લ પટેલને આ કેસમાં અંગત રસ દાખવીને તાત્કાલિક શિક્ષકોને પગાર મળે તેવી વ્યવસ્થા કરવા રજૂઅાત થઇ છે.
    કેટલીક ક્ષતિ હતી જે હવે સુધારી દીધી છે
    ગ્રાન્ટની ફાઇલમાં કેટલી ક્વેરી હતી જે એકાઉન્ટ પાસેથી કલીયર કરાવ્યા બાદ ફાઇલ ઉપર મોકલી આપી છે. આખરે શાળાઓની ગ્રાન્ટ પ્રશાસક દ્વારા પાસ થતી હોવાના કારણે ટૂંક સમયમાં આ સમસ્યાનો ઉકેલ અાવશે. - ક્રિષ્ણકુમાર,એજ્યુકેશન ઓફિસર, દમણ Divya Bhasker na Saujany thi
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment