• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Managing Editor : Ranveer Singh
  • ૭.પ૦ લાખ સુધીની આવક ઉપર નહિ ભરવો પડે ટેક્ષ
    ૭.પ૦ લાખ સુધીની આવક ઉપર નહિ ભરવો પડે ટેક્ષ editor editor on Wednesday, August 23, 2017 reviews [0]
    અમદાવાદ - ૭.પ૦ લાખ સુધીની આવક ઉપર નહિ ભરવો પડે ટેક્ષ સેવિંગની નવી ફોર્મ્યુલા જાણવી જરૂરીઃ ઇન્વેસ્ટમેન્ટ લીમીટનો પુરેપુરો ઉપયોગ કરવામાં આવે તો ૭.પ૦ લાખ રૂ. સુધીની આવક કરમુકત બની શકે
    સામાન્ય બજેટમાં સરકારે પર્સનલ ઇન્કમટેક્ષના મામલે કરદાતાઓને રાહત આપી છે. જો તમે ઇન્વેસ્ટમેન્ટ લીમીટનો પુરેપુરો ઉપયોગ કરતા હો તો તમારે ૭.પ૦ લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ઉપર ટેકસ આપવો નહી પડે. અહી એ જણાવી રહ્યા છીએ કે તમે ૭.પ૦ લાખ રૂપિયા સુધીની આવક પર ટેકસ છુટ કઇ રીતે રીતે કલેઇમ કરી શકશો.
    ૩ લાખ સુધીની આવક ઉપર કોઇ ટેકસ નથી
    નવા ટેકસ રેટ અનુસાર વાર્ષિક ૩ લાખ રૂપિયાની આવકવાળાએ ટેકસેબલ ઇન્કમ ઉપર પ ટકા ટેકસ આપવો પડશે. અઢી લાખ રૂપિયાની વાર્ષિક આવક ઉપર કોઇ ટેકસ નથી લાગતો એટલે કે વાર્ષિક ૩ લાખ રૂપિયાની ઇન્કમ પર ટેકસેબલ ઇન્કમ સહિત પ૦,૦૦૦ રૂ. તેના પર પ ટકા ટેકસ અનુસાર ટેકસની જવાબદારીથી રપ૦૦ રૂપિયા, ૩.પ૦ લાખ રૂપિયાની વાર્ષિક આવક ઉપર રપ૦૦ રૂ. ટેકસ છુટ મળેલી છે એવામાં જો તમારી વાર્ષિક આવક ૩ લાખ રૂપિયા હોય તો ઝીરો ટેકસ લાગશે.
    ૮૦-સી હેઠળ ૧.પ૦ લાખ રૂ.ના રોકાણ પર લઇ શકાય છે ટેકસ છુટ
    આ તમે ૮૦-સી હેઠળ ૧.પ૦ લાખ રૂ.ના રોકાણ પર ટેકસ છુટ મેળવી શકો છો. જેમાં પીપીએફ, લાઇફ ઇન્સ્યોરન્સ અને મેડી કલેઇમ ઉપર ૧.પ૦ લાખ રૂપિયા સુધી ઇન્વેસ્ટમેન્ટ કરી શકાય છે.
    એનપીએસમાં પ૦,૦૦૦ના રોકાણ પર લઇ શકાય ટેકસ છુટ
    નવી પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસમાં પ૦,૦૦૦ના રોકાણ ઉપર પણ તમે ટેકસ છુટ મેળવો શકો છો.
    ર.પ૦ લાખ સુધીના હોમલોનના વ્યાજ પર મળી શકે છે ટેકસ છુટ
    જો તમે હોમલોન લીધી હોય તો તેના વ્યાજ પર ર લાખ રૂપિયા સુધી ટેકસ છુટ લઇ શકાય છે. આ માટે જરૂરી છે કે તમે પઝેશન લીધુ હોય પરંતુ જો તમે પહેલીવાર ઘર લીધુ હોય તો તમે અઢી લાખ રૂપિયા સુધીના વ્યાજ પર ટેકસ છુટ લઇ શકો છો.
    પગારદાર વર્ગ, બિઝનેસમેન બંને માટે છે આ ઓપ્શન
    સુત્રોનુ કહેવુ છે કે, ૭.પ૦ લાખની વાર્ષિક આવક પર ટેકસ બચાવવા માટે આ ઓપ્શનનો ઉપયોગ પગારદાર વર્ગ અને બિઝનેસમેન બંને કરી શકે છે. આ પ્રકારથી પગારદાર વર્ગના લોકો કે નાના દુકાનદારોને ૭.પ૦ લાખની વાર્ષિક આવક ઉપર કોઇ ટેકસ ભરવો નહી પડે.
    બધાને ૧ર,પ૦૦ની રાહત મળી છે
    બજેટ પ્રસ્તાવોમાં આયકર નિયમોના ફેરફારોથી ૧ર,પ૦૦ની રાહત સૌને મળી છે. આવુ અઢી લાખથી પાંચ લાખ રૂપિયાના સ્લેબમાં ફેરફાર લાવવાથી સંભવ બન્યુ છે. આ સ્લેબમાં રેટના દરને ૧૦ ટકાથી ઘટાડી પ ટકા કરાયો છે. આ પ્રકારે અઢી થી પાંચ લાખની આવક પર રપ,૦૦૦ની જગ્યાએ ૧ર,પ૦૦નો ટેકસ ચુકવવો પડશે.
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment