• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Managing Editor : Ranveer Singh
  • મારી નાનકડી ગુજરાતી રચનાઓ : NEHA PUROHIT
    મારી નાનકડી ગુજરાતી રચનાઓ : NEHA PUROHIT editor editor on Tuesday, September 20, 2016 reviews [0]
    મારી નાનકડી ગુજરાતી રચનાઓ : NEHA PUROHIT
    ભીતરે હોય એ પરખવા દે,
    રિક્તતા હોય તો એ ભરવા દે !
    જો ને વાદળ છવાય છે આભે ,
    કોણ તરસે, હવે વરસવા દે .
    હાથમાં હાથ ઝાલી ચાલીએ,
    હસ્તરેખાને એમ મળવા દે !
    મારી ચાહત નજરથી છલકાવું,
    તું ય તારું હ્યદય ધબકવા દે !
    જાતમાં સ્નેહ વાવે છે તો પછી ,
    વૃક્ષ જેવું હવે ઉછરવા દે !
    1.નેહા પુરોહિત

    તું ન આવે તો યાદ આવે છે,
    દ્વારની વ્યર્થતા બતાવે છે .
    દીપ જલતો હવાનો ભોગ કરી,
    એ હવા દીવડો બૂજાવે છે !
    કોઇ મનથી મને નિહાળી રહ્યું ,
    આંખ ફરકીને એ જતાવે છે...
    હા, વ્યથાની સુનામી આવે પણ ,
    શબ્દ ત્યારે મને બચાવે છે !!
    દૂર જાવાની વાત છોડી દે ,
    પાસ રહીનેય કમ સતાવે છે ?
    જે હું સમજુ બધું કહી ન શકું ,
    એમ કહી મન સહુ મનાવે છે !
    2.નેહા પુરોહિત

    ચિતરેલો ચાંદ તેં તો હાથમાં બતાવ્યો, અને હું તો થઈ ઓળઘોળ સાચે,
    મારી આંખો તું કેમ નહીં વાંચે!
    મારે હવે તારામાં ખોવાઇ જાવાનું એવું મને સમજાવે સૈ,
    મારું ખોવાયું તું સાચવશે કંઈ, એવું પૂછવાનુ તો હું ભૂલી ગૈ,
    ભમ્મરિયા કૂવામાં પારેવા જો, કેમ બેઠાં પરોવી ચાંચ ચાંચે ;
    મારી આંખો તું કેમ નહીં વાંચે!
    તું મારો, હું તારી - એટલું જ સાચું, પછી દુનિયાની વાત ના વિચારવી,
    રોકડી આ લાગણી જ પારખતા શીખ, હવે જ્યાં ને ત્યાં શું રે ઉધારવી ?
    આખ્ખા ચોખલિયે ને પાંચે આંગળિયે મેં ગોરમાને પૂજ્યાં છે સાચે!
    મારી આંખો તું કેમ નહીં વાંચે!
    3.નેહા પુરોહિત
    વેતરશે લોઢાને એવી કાનસ છે આ ,
    વર્ષોથી મેડે રહી સડતું ફાનસ છે આ ,
    કંઇ પણ કરશે..કંઇ પણ, એનું નક્કી નહી કંઇ ,
    માણસ નામે ભજવાયેલો માણસ છે આ !*
    4. નેહા પુરોહિત

                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment