• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Executive Editor : Bipul A. Singh
  • દીવનાં કલેકટર વિક્રમસિંહ મલિકની ફાઈનાન્સ સેક્રેટરી તરીકે વરણી થઇ.
    editor editor on Wednesday, July 20, 2016 reviews [0]

    દમણ.સંઘપ્રદેશ દમણ-દીવ અને દાદરા નગરહવેલીનાં ફાઈનાન્સ સેક્રેટરી તરીકે દીવનાં કલેકટર વિક્રમસિંહ મલિકની વરણી થઇ છે. એમના સ્થાને દીવનાં કલેકટર તરીકે સિનિયર દાનિક્સ અધિકારી પી.એસ. જાનીની નિમણૂક કરાઇ છે. વિક્રમસિંહ મલિકને દમણ-દીવ અને દાનહનાં પ્લાનિંગ અને સ્ટેટેસ્ટિક્સ, ટેક્સેશન, ટ્રાન્સપોર્ટ, ફૂડ એન્ડ સિવિલ સપ્લાય, આર્ટ એન્ડ કલ્ચર તેમજ પોર્ટ અને લાઇટ હાઉસ વિભાગનાં સચિવ તરીકેની જવાબદારી સોંપાઇ છે. એ ઉપરાંત દાદરા નગરહવેલીનાં ગ્રામીણ વિકાસ, જનરલ એડમિનિસ્ટ્રેશન એન્ડ પ્રોટોકોલ, સંસદીય ગતિવિધિ, માહિતી અને પ્રસારણ, ઉદ્યોગ, લેબર તથા એમ્પ્લોયમેન્ટ વિભાગનાં સચિવનો હવાલો સોંપાયો છે.

    દા.ન.હ. હવેલીનાં કલેકટર રાજાવતને પોલીસ કમ્પ્લેઇન ઓથોરિટીનાં ચેરમેન બનાવાયા
    એકસાઇઝનાં ડેપ્યુટી કમિશનર તરીકે ચાર્મી પારીખની નિયુક્તિ
    આ ઉપરાંત વિક્રમસિંહ મલિક બંને સંઘપ્રદેશોનાં પર્સોનલ અને રેવન્યુ વિભાગનાં સ્પેશિયલ સેક્રેટરી તથા દાનહનાં હોમ અને વિજિલન્સ વિભાગનાં સ્પેશ્યલ સેક્રેટરીનો કાર્યભાર પણ સંભાળશે. વિક્રમસિંહ મલિક ઓઆઇડીસીનાં જોઇન્ટ એમડી તથા આઇટી વિભાગ તથા ટુરિઝમ વિભાગનાં સેક્રેટરી કમ ડાયરેકટર બનાવાયા છે. દાદરા નગરહવેલીનાં કલેકટર ગૌરવસિંહ રાજાવતને પોલીસ કમ્પ્લેઇન ઓથોરિટીનાં ચેરમેન બનાવાયા છે. દાનહનાં કો. ઓપરેશન વિભાગનાં ડેપ્યુટી સેક્રેટરી કિશોરકુમાર ભલ્લાને દીવ જિલ્લા પંચાયતનાં સીઇઓ બનાવાયા છે. દાનહનાં ડાયરેકટર ઓફ એજ્યુકેશન આઇ.પી.એસ. અધિકારી સેજુ પી. કુરુવિલાને દમણ-દીવનાં શિક્ષણ, ટેકનિકલ એન્ડ હાયર એજ્યુકેશન, સ્કીલ ડેવલપમેન્ટનાં ડાયરેકટર તથા એજ્યુકેશન વિભાગનાં જોઇન્ટ સેક્રેટરી બનાવાયા છે.

    દમણ-દીવમાં એકસાઇઝનાં ડેપ્યુટી કમિશનર તરીકે કરણજીત પી. વાડોદરિયાનાં સ્થાને ઓઆઇડીસીનાં જીએમ ચાર્મી પારિખની નિયુક્તિ થઇ છે. દાનહ જિલ્લા પંચાયતનાં સીઇઓ નીતીન જિંદાલને પ્રશાસકનાં ડેઝિગ્નેટેડ સ્ટાફ ઓફિસરની તેમજ હોટલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ ઇન્સ્ટિટયૂટનાં વડાની જવાબદારી પણ અપાઇ છે. દમણ-દીવ અને દાદરા નગરહવેલી પ્રશાસનમાંથી આઇ.એ.એસ. અધિકારીઓ જેપી. રૃગ્રવાલ તથા મિતાલી નામચૂમને છૂટા કરાયા છે. એ જ પ્રકારે દાનિક્સ અધિકારીઓ તન્વીર અહમદ તથા લેખરાજને પણ બદલીનાં આદેશો અંતર્ગત છૂટા કરાયા છે.
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment