• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Executive Editor : Bipul A. Singh
  • સિદ્ધૂ બાદ કિર્તી અને શત્રુધ્ન પણ AAP માં જોડાશે!
    સિદ્ધૂ બાદ કિર્તી અને શત્રુધ્ન પણ AAP માં જોડાશે! editor editor on Wednesday, July 20, 2016 reviews [0]
    સિદ્ધૂ બાદ કિર્તી અને શત્રુધ્ન પણ AAP માં જોડાશે! કુમાર વિશ્વાસે ટ્વિટ કરી કર્યો ઇશારો

    નવી દિલ્હી: ચૂંટણી આવતાંની સાથે જ પાર્ટી બદલવાની સિઝન શરૂ થઇ ગઇ છે. ભાજપ છોડીને જનારાઓની સંખ્યા વધતી જાય છે. બે દિવસ પહેલાં જ નવજોત સિંહ સિદ્ધૂએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. નવજોત સિંહ સિદ્ધૂની પત્નીએ ઇશારો કર્યો કે તેમના પતિની પાસે આમ આદમી પાર્ટી ઉપરાંત કોઇ વિકલ્પ નથી. એવામાં હવે જે સમાચાર આવી રહ્યાં છે તે ભાજપ માટે વધુ ચિંતાનો વિષય છે.

    જો કે ભાજપના વધુ બે દિગ્ગજ નેતાઓ પાર્ટી છોડીને આમ આદમી પાર્ટીમાં સામેલ થાય તેવા અનુમાન લગાવવામાં આવી રહ્યાં છે. આપ નેતા કુમાર વિશ્વાસે ટ્વિટ કરી આ તરફ ઇશારો કર્યો છે. કુમાર વિશ્વાસે ટ્વિટ કર્યું છે કે ‘આપ’ની ‘શત્રુધ્ન’ કિર્તી’ સિદ્ધ થવાને છે.

    જો કુમાર વિશ્વાસના આ ટ્વિટનો અર્થ કાઢવામાં આવે તો કીર્તિ (આઝાદ), શત્રુધ્ન (સિંહા) અને સિદ્ધૂ (નવજોત) આમ આદમી પાર્ટીમાં જોડાઇ શકે છે. જો આમ થાય છે તો પંજાબ અને ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલાં ભાજપને આકરો ઝટકો લાગવાનો છે.

                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment