• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Executive Editor : Bipul A. Singh
  • અપશબ્દ કહેનારા દયાશંકર સિંહને ભાજપના યૂપી ઉપાધ્યક્ષ પદથી હટાવાયા
    અપશબ્દ કહેનારા દયાશંકર સિંહને ભાજપના યૂપી ઉપાધ્યક્ષ પદથી હટાવાયા editor editor on Wednesday, July 20, 2016 reviews [0]
    માયાવતીની વિરુદ્ધ અપશબ્દ કહેનારા દયાશંકર સિંહને ભાજપના યૂપી ઉપાધ્યક્ષ પદથી હટાવાયા

    મઉ: ઉત્તરભારતના ભાજપ ઉપાધ્યક્ષ દયાશંકર સિંહે બીએસપી પ્રમુખ માયાવતી વિરુદ્ધ અપશબ્દનો પ્રયોગ કર્યો હતો. આ નિવેદન પર કાર્યવાહી કરતાં ભાજપના દયાશંકર સિંહને પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ પદથી હટાવી દીધા છે.

    યૂપી ભાજપ ઉપાધ્યક્ષના નિવેદન પર માયાવતીએ ભરી રાજ્યસભામાં જવાબ આપ્યો. તેમણે કહ્યું કે ભાજપના નેતાએ આ નિવેદન માયાવતી માટે નહીં પણ પોતની પુત્રી અને બહેન માટે કીધું છે. બીએસપી સુપ્રીમોને કહ્યું કે પૂરો દેશ ભાજપને માફ કરશે નહીં. તેમણે ભાજપ પાસે દયાશંકર સિંહને પાર્ટીથી બહાર નિકાળવા માટે પણ માફી માંગવાની માંગણી કરી હતી.

    માયાવતીએ સદનમાં કહ્યું, ‘યૂપી ભાજપના ઉપાધ્યક્ષએ ખરાબ ભાષાનો ઉપયોગ કર્યો. મે મારું પૂરું જીવન દલિતોના ઉત્થાન માટે આપી દીધું. કાંશીરામના બતાવેલા રસ્તા પર આંદોલન ચલાવી રહ્યા છીએ. તેમની ભાષાની નિંદા કરવા માટે સદનનો આભાર. મે મારા ભાષણમાં કોઇ અપશબ્દો કહ્યા નથી.’

    હકીકતમાં ભાજપના પ્રમુખ માયાવતી પર વિધાનસભાની ચૂંટણીને લઇને ટિકીટના વેંચાણ પર આરોપ લગાવી રહ્યા છીએ. તેમને કહ્યું કે ટિકીટના વેંચાણના મોલભાવથી કંટાળી જઇને સ્વામી પ્રસાદ મોર્ય, આર કે ચૌધરી અને જુગલ કિશોર જેવા નેતાઓએ પાર્ટી છોડી દીધી છે. આ નેતાઓ કાંશીરામ સાથે જોડાયેલા છે અને આ નેતાઓએ એવો આરોપ લગાવ્યો હતો કે માયાવતી ટિકીટ વેચી રહી છે.
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment