• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Executive Editor : Bipul A. Singh
  • CMની મુલાકાત બાદ ઉનામાં દલિતે કર્યો આત્મહત્યાનો પ્રયાસ
    CMની મુલાકાત બાદ ઉનામાં  દલિતે કર્યો આત્મહત્યાનો પ્રયાસ editor editor on Wednesday, July 20, 2016 reviews [0]
    CMની મુલાકાત બાદ ઉનામાં વધુ એક દલિત ઝેર ગટગટાવી કર્યો આત્મહત્યાનો પ્રયાસ
    અમદાવાદ: ગીર સોમનાથના સમઢીયાળા ગામે દલિત યુવકોને માર મારવા મામલે ભારે હંગામો મચ્યો છે. ત્યારે મુખ્યમંત્રી આનંદીબહેન પટેલ ઉના અત્યાચારનો ભોગ બનેલા દલિત પરિવારને મળવા પહોંચી ગયા હતા. તેમની સાથે રમણભાઇ વોર, જસાભાઇ બારોટ અને જી.આર. અલોરીયા પણ પીડિતોને મળ્યા. આનંદી બહેનને જોતાની સાથે જ પીડિતો રડી પડ્યા હતા. આનંદી બહેને પીડિતોને તેમની બાજુમાં બેસાડીને તેમની વેદના સાંભળી છે. સાથે જ યોગ્ય ન્યાય આપવાની ખાતરી આપી છે.

    તો બીજી તરફ આનંદી બહેનના ગયાના થોડીવાર બાદ ઉના ત્રિકોણ બાગ ખાતે દલિત છવણીમાં એક દલિત આધેડે ઝેરી દ્રવ્ય પી આપઘાત નો પ્રયાસ કર્યો છે. આઘેડને પહેલાં ઉના ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ વધુ સારવાર અર્થે વેરાવળ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે ગોંડલમાં પાંચ અને જામકંડોરણામાં 2 દલિતોએ જાહેરમાં ઝેરી દવા પી લીધી હતી. આ સિલસિલો મંગળવારે પણ જારી રહ્યો હતો અને બપોરે જૂનાગઢના બાંટવામાં 3 દલિતે ઝેર પીધું હતું તેમને સારવાર માટે જૂનાગઢ ખસેડવામાં આવ્યા હતાં. બપોર બાદ મંગળવારે ગોંડલના બિલિયાળામાં 2 જણે એસિડ ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બંનેને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે.

    જ્યારે મંગળવાર બપોરે અમદાવાદ શહેરમાં રેલી દરમિયાન એક યુવાને ફિનાઇલ પીને આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો. અત્યાર સુધીમાં 15 જેટલા દલિતોએ ઝેર ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે.

    ઉના દલીત યુવાનો ઉપરની અત્યાચારની ઘટનાને પગલે રાજ્યનું રાજકીય વાતાવરણ ગરમાયું છે. આ પીડિત દલીત પરિવારોને સહાનુભૂતિ દર્શાવવા માટે કોંગ્રેસના રાષ્‍ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આવતી કાલે ઉનાની મુલાકાત લેનાર છે. રાહુલ ગાંધીની આ મુલાકાત દરમિયાન કોંગ્રેસના આગેવાનો સાથે જોડાશે.

    જ્યારે આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ તા. 22મીને શુક્રવારે દલીત પડિત પરિવારોની મુલાકાત માટે ઉના આવશે રાહુલ ગાંધી આવતી કાલે સવારે 11-30 કલાકે હવાઈ માર્ગે દીવ એરપોર્ટ આવશે. જ્યાંથી તેઓ રોડ માર્ગે (બાય કાર) તેઓ 12-30 કલાકે ઉનાના મોટા સમઢીયાળા ગામે જશે. જ્યાં તેઓ પીડિત દલીત યુવાનોના પરિવારજનોને મળશે અને તેમની વ્યથા સાંભળશે. ત્યાર બાદ તેઓ રોડ માર્ગે રાજકોટ જશે. બપોરે 2-30 કલાકે રાજકોટની હોસ્પીટલમાં સારવાર લઈ રહેલા દલીત યુવાનોની મુલાકાત લઈને તેમના ખબરઅંતર પૂછશે. ત્યાર બાદ બપોરે 3-30 કલાકે રાજકોટથી હવાઈ માર્ગે દિલ્હી જવા રવાના થશે.

    print
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment