• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Executive Editor : Bipul A. Singh
  • જરૂરી તો નથી...By Dhaarmesh Palsanawala
    જરૂરી તો નથી...By Dhaarmesh Palsanawala editor editor on Tuesday, August 2, 2016 reviews [0]
    કવિતા : જરૂરી તો નથી..

    વાત તારી સાંભળું હું એ જરૂરી તો નથી,
    તું કહે એ છોડવું મારે જરૂરી તો નથી.
    બંધ આંખોનો નજારો રંગબેરંગી હશે !
    આંખ ખોલી રંગવું ચિત્ર એ જરૂરી તો નથી.
    પેટભર આહાર આપ્યે ભૂખ દરિદ્મોની મટે,
    પ્રભુને મિષ્ટાન ધરવું એ જરૂરી તો નથી.
    હ્રદયે ઘંટી ગરીબોના દુ:ખોની સાંભળું,
    મંદિરે ઘંટો વગાડું હું જરૂરી તો નથી.
    હાથના કર્મો પરેશાની કરાવે છે મને,
    દંભ રાખી જીવવું મારે જરૂરી તો નથી.
    ગાલગાગા ગાલગાગા ગાલગાગા ગાલગા
    - ધર્મેશ પલસાણા *પલાશ*
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment