• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Executive Editor : Bipul A. Singh
  • જૂનાગઢમાં ભારતનું એકમાત્ર ખાનગી સાયન્સ મ્યૂઝીયમ…
    જૂનાગઢમાં ભારતનું એકમાત્ર ખાનગી સાયન્સ મ્યૂઝીયમ… editor editor on Sunday, September 18, 2016 reviews [0]
    જૂનાગઢમાં ભારતનું એકમાત્ર ખાનગી સાયન્સ મ્યૂઝીયમ…
    એક લગ્નપ્રસંગે તા. ૧ મે ૨૦૧૬ના રોજ જુનાગઢ જવાનુંં થયેલું. એના બે દિવસ પહેલા જ શ્રી ભાવેશભાઈનો જુનાગઢથી ઈ-પુસ્તકો વિશે ચર્ચા કરવા ફોન આવ્યો, મેં કહ્યું હું બે દિવસમાં ત્યાં આવું ત્યારે મળીએ અને વિગતે વાત કરીએ..
    હું લગ્નમાં હતો ત્યારથી ભાવેશભાઈ સાથે વાત થઈ, વાઘેશ્વરી માતાજી અને ભવનાથ મહાદેવના દર્શન પછી લગ્નપ્રસંગ વગેરે પૂરા કરીને તેમને મળવાનો કાર્યક્રમ ઘડ્યો. સમય અનિવાર્ય સંજોગોને લીધે પાછળ ઠેલાતો રહ્યો અને આખરે સાંજે લગભગ પાંચ વાગ્યે હું પરિવાર સાથે સાયન્સ મ્યૂઝીયમ પહોંચ્યો.
    તો આ અનોખી સંસ્થાએ જૂનાગઢમાં રચ્યું છે ૧૯૯૮થી કાર્યરત ભારતનું એકમાત્ર અનોખુ ખાનગી સાયન્સ મ્યૂઝીયમ.. ઉપરાંત અહીં છે ૧૨૦ બેઠકની ક્ષમતા ધરાવતું પ્લેનેટોરીયમ, ૩ડી થિએટર જેમાંં પર્યાવરણ, ઈતિહાસ, વિઝાન અને વિશ્વના અદ્રુત સ્થાનોને આવરી લેતી ફિલ્મનો રોજ વિશેષ શો થાય છે. બહોળો અને ખૂબ વૈવિધ્યપૂર્ણ ડૉક્યુમેન્ટરી વિભાગ, ખગોળશાસ્ત્રને વિગતે સમજાવતુંં પ્રદર્શન અને મહાકાળી મંંદિર..
    સ્વભાવે ખૂબ જ સરળ અને લાગણીશીલ ભાવેશભાઈ સાથે લગભગ ત્રણેક કલાક સમય ગાળ્યો, એ દરમ્યાનમાં હાર્દી અને ક્વચિતને સાયન્સ મ્યૂઝીયમ અને બ્રહ્માંડ સફર પ્રદર્શનમાંં મજા આવી ગઈ, તો ૩ડી ફિલ્મ પણ તેમને ખૂબ ગમી ગઈ. અંતે તેમના જ ગાર્ડન કેફેમાંં દહીંવડાની જ્યાફત ઉડાવાઈ. કદાચ આ પ્રથમ એવું કેફે જોયું જેની સ્વચ્છતા ઉડીને આંખે વળગે, સ્વાદ પણ અનેરો તથા જાળવણી ખૂબ જ કાળજીપૂર્વકની.. પાસે જ સરસ આંબાવાડીયું, કૉન્ફરન્સ વગેરે માટે સરસ ડૉમની વ્યવસ્થા અને ખૂબ જ શાંંતિ..
    ભાવેશભાઈએ ટી-રેક્સની અને બ્રહ્માંડ સફરની ડી.વી.ડી ભેટ આપી, તેમની સાથે ઈ-પુસ્તકો વિશે, ઓનલાઈન ઑડીયો સ્ટ્રીમ કરવા વિશે અને એવા અન્ય ઘણાં વિષયો પર વિગતે વાત થઈ, જેટલું જણાવ્યું એથી વધુ તો જાણવા મળ્યું એ જ ઉપલબ્ધિ. તો સાથે સ્ટૉક સાઉન્ડની એક ડી.વી.ડી પણ તેમણે બનાવી આપી.
    હાર્દી અને ક્વચિતે સ્પેસસૂટમાં (એ માટેની વ્યવસ્થા પાછળ ઉભા રહીને) ફૉટા પડાવ્યા.. તેમને ખૂબ મજા પડી ગયેલી..
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment