• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Managing Editor : Ranveer Singh
  • બુલંદશહર ગેંગરેપ :પીડિત યુવતીએ આઝમ ખાન વિરૂધ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી
    બુલંદશહર ગેંગરેપ :પીડિત યુવતીએ આઝમ ખાન વિરૂધ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી editor editor on Sunday, August 14, 2016 reviews [0]
    Delhi : બુલંદશહરમાં ગેંગરેપ મામલે 14 વર્ષની પીડિત છોકરીએ શનિવારે સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે. આ અરજીમાં તેણે કહ્યું કે, ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન વિરૂધ્ધ FIR દાખલ કરવાની માંગણી કરી છે. આઝમ ખાને સાથે જ કહ્યું કે, તે પોલીસવાળા વિરૂધ્ધ પણ પગલાં ભરવાની માંગણી કરી છે, જેમણે પીડિત પરિવારને મદદ કરી ન હતી. જો કે તેમને આ અરજીમાં પોતાનો કેસ દિલ્હી ટ્રાન્સફર કરવાની માંગણી કરી છે.

    આ ઉપરાંત પીડિત યુવતીએ પોતાના પરિવાર માટે સુરક્ષાની પણ માંગણી કરી છે. આ સાથે જ તેણે એવી પણ માંગણી કરી છે કે તેના ભણતર અને બીજા સ્થાન પર ઘર મળે તે માટે મદદ કરવાની પણ માંગણી કરી છે. તેમજ આ કેસ પર નજર રાખવાની પણ સુપ્રીમ કોર્ટને અપીલ કરી છે.

    આઝમખાને બુલંદશહરમાં બળાત્કારની ઘટના પછી સપા નેતા આઝમ ખાને આ ઘટનાને રાજકીય ગણાવી હતી. આઝમ ખાને કહ્યું હતું કે, આ મામલે તપાસ થવી જોઇએ કે કોઈ વિપક્ષ તરફથી સરકારને બદનામ કરવા માટે તો આ પ્રકારની પ્રવૃતિ કરવામાં તો નથી આવી ને. જે લોકો સત્તા મેળવવા માટે આ પ્રકારનું કૃત્ય કરી રહ્યા છે. તેમના આ નિવેદન પછી ભાજપ અને અન્ય પક્ષો દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો.

    અત્રે નોંધનીય છે કે, નોઈડામાં રહેતા પરિવાર જ્યારે પોતાની કારમાં ત્રણ પુરુષ અને ત્રણ મહિલા સાથે 29 જુલાઈના જઈરહ્યો હતો. ત્યારે કોતવાલી દેહાત પાસે દોસ્તપુર ગામ નજીક તેમની કાર સાથે કંઈક વસ્તુ અથડાઈ હોવાનું જણાતાં તેમણે કાર ઊભી રાખી હતી, તે વખતે રસ્તાની બાજુની ઝાડીમાંથી 10-15 લૂંટારા આવી ચડયા હતા. તેમણે ત્રણ પુરુષને બંધક બનાવ્યા અને કારને ઝાડીમાં લઈ ગયા હતા ત્યાં 35 વર્ષની એક માતા અને 14 વર્ષની એક પુત્રી પર બળાત્કાર કરાયો હતો. તેમનાં ઘરેણાં અને રોકડ લૂંટી લેવાઈ હતી. રાત્રે 1.30 કલાકે આ ઘટના બની હતી. જે પછી યુપી પ્રશાસન પર ભારે સવાલો ઉભા થયા હતા.
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment