• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Executive Editor : Bipul A. Singh
  • ગુજરાત: ‘લાઈસન્સ લેવા જેટલું પણ નથી ભણેલા ટ્રાન્સપોર્ટ મંત્રી’
    ગુજરાત: ‘લાઈસન્સ લેવા જેટલું પણ નથી ભણેલા ટ્રાન્સપોર્ટ મંત્રી’ editor editor on Sunday, August 14, 2016 reviews [0]
    Delhi : તાજેતરમાં ગુજરાતમાં થયેલા સત્તાપલટ બાદ રચાયેલા નવા મંત્રીમંડળના કેટલાંક મંત્રીઓની શૈક્ષણિક લાયકાત પર આમ આદમી પાર્ટીએ નિશાન સાંધ્યું છે. સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા ઠેરઠેર પોસ્ટર લગાવાયા છે. આ પોસ્ટર્સમાં રૂપાણી સરકારના બે મંત્રીઓ વલ્લભ કાકડિયા અને નાનુભાઈ વાનાણીની શૈક્ષણિક લાયકાત અને તેમને સોંપાયેલા મંત્રાલય સામે પ્રશ્નો ઉઠાવ્યા છે.

    આ પોસ્ટરમાં રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી નાનુભાઈ વાનાણી પર પ્રશ્નો ઉઠાવતા લખ્યું છે કે સ્કૂલના પ્યૂન માટે 12 પાસની ઓછામાં ઓછી લાયકાત જરૂરી છે, પરંતુ નવા શિક્ષણમંત્રી તો માત્ર પાંચ જ પાસ છે. તેવી જ રીતે રાજ્યકક્ષાના વાહનવ્યવહાર મંત્રી બનેલા વલ્લભ કાકડિયાના શિક્ષણ અને તેમને સોંપાયેલા પદ સામે પ્રશ્નો ઉભા કરાયા છે. પોસ્ટરમાં લખવામાં આવ્યું છે કે ડ્રાઈવિંગ લાઇસન્સ મેળવવા માટે પણ ઓછામાં ઓછું આઠમું ધોરણ પાસ કરવું જરૂરી છે, જ્યારે નવા વાહનવ્યવહાર મંત્રીની શૈક્ષણિક લાયકાત માત્ર ધોરણ ચાર પાસની છે.
    AAP Posters in Suratઉલ્લેખનીય છે કે અગાઉ પણ આમ આદમી પાર્ટીએ આનંદીબેન પટેલે ગુજરાતના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું ત્યારે બેનના રાજીનામાંનો જશ ખાટવા માટે ‘આમ આદમીના ડરે આનંદીબેન ઘેર…’ એવા પોસ્ટર સુરતમાં લગાવ્યા હતા.

    રાજ્યમાં 2017ના અંતમાં આવી રહેલી વિધાનસભા ચૂંટણી માટે ભાજપા, કૉંગ્રેસ ઉપરાંત આ વખતે આમ આદમી પાર્ટીએ પણ ઝંપલાવવાનો નિર્ણય લીધો છે. પક્ષ દ્વારા ઉના દલિતકાંડ હોય કે પછી ટોલ ટેક્સ અને ભ્રષ્ટાચારનો મામલો. આમ આદમી પાર્ટી એક પછી એક કાર્યક્રમો કરીને પોતાની હાજરી મજબૂત કરી રહ્યું છે.
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment