• Gallery
 • Browse by Category
 • Videos
 • Top Rated Articles
 • Public TimeLine
 • News RSS Feeds
 • Chief Editor : Manilal B. Par |  Executive Editor : Bipul A. Singh
 • બાંગલાદેશમાં ગુરુવારે થયેલા બ્લાસ્ટમાં એક નું મોત, 12થી વધુ લોકોને ઇજા
  બાંગલાદેશમાં ગુરુવારે થયેલા બ્લાસ્ટમાં એક નું મોત, 12થી વધુ લોકોને ઇજા editor editor on Thursday, July 7, 2016 reviews [0]
  દિલ્હી: બાંગલાદેશની રાજધાની ઢાકાથી અંદાજે 100 કિમી દૂર કિશોરગંજમાં ગુરુવાર સવારે થયેલા બ્લાસ્ટમાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 12થી વધુ લોકોને ઇજા થઈ છે. જ્યારે પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે હુમલાખોરોએ લાખોની સંખ્યામાં ઈદની નમાઝ અદા કરી રહેલા લોકો પર પેટ્રોલ બોમ્બ ફેંક્યા હતા. ઇજાગ્રસ્તોની સંખ્યા વધવાની શકયતા છે.

  હુમલા બાદ આતંકવાદીઓ સાથેની પોલીસ અથડામણમાં 1 હુમલાખોરના મૃત્યુના સમાચાર પણ છે. સ્થાનિક મીડિયાના મતે આતંકવાદીઓએ ભીડ તરફ પેટ્રોલ બોમ્બ ફેંક્યો હતો.

  શોલકિયા ઇદગાહમાં ગુરૂવારના રોજ સવારે ઇદની નમાજ પઢી રહ્યા હતા. આ દરમ્યાન કેટલાંક લોકોએ જ્યાં ભીડ હતી ત્યાં જ બોમ્બ ફેંકયો. આપને જણાવી દઈએ કે ભારતની સાથો સાથ બાંગ્લાદેશમાં પણ ઇદની ઉજવણી ચાલી રહી છે. સ્થાનિક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ હુમલામાં એક પોલીસ કોન્સટેબલની મૃત્યુ થયું છે. બ્લાસ્ટ ઇદગાહના પ્રવેશ દ્વાર પાસે થયો છે. સમાચાર એવા પણ મળી રહ્યાં છે કે હુમલાખોરો નજીકની બિલ્ડિંગમાં છુપાઈ ગયા છે અને પોલીસની સાથે તેમની મુઠભેડ ચાલી રહી છે. પોલીસે આ વિસ્તારને ઘેરી લીધો છે.
                             

    Comments
  » Not yet reviewed by any member. You can be the first one to write a review.
  
  » You must be logged in to post a comment