• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Executive Editor : Bipul A. Singh
  • મોદી હવે તેમના જ પ્રધાનને જેલમાં મોકલશે. રાહુલ ગાંધી
    મોદી હવે તેમના જ પ્રધાનને જેલમાં મોકલશે. રાહુલ ગાંધી krishnadadawala krishnad.... on Thursday, July 23, 2015 reviews [0]
    કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે નરેન્દ્ર મોદી ભાજપના નહીં પણ દેશના વડાપ્રધાન છે. અને એમણે એ રીતે વર્તવું જોઈએ. તેમણે આ સાથે વિદેશપ્રધાન સુષમા સ્વરાજ પર ભાગેડુને મદદ કરવાનો આક્ષેપ કરતાં કહ્યું હતું કે વિદેશપ્રધાને એક ગુનાઈત કૃત્ય આચર્યું છે.
    પત્રકારો સાથે વાતચીત કરતાં રાહુલ ગાંધીએ વડાપ્રધાનની દરમિયાનગીરીની માગણી કરતાં કહ્યું હતું કે મોદી હવે તેમના જ પ્રધાનને જેલમાં મોકલશે. આ અંગે વડાપ્રધાને જવાબ આપવો જોઈએ.

    વ્યાપમં અંગે બોલતાં તેમણે કહ્યું હતું કે આ કૌભાંડ સાથે સંબંધ ધરાવતાં અત્યાર સુધી 40થી વધારે જણાંના મોત થયાં છે. આમ છતાં મોદી ચૂપ છે. આનાથી વડાપ્રધાનની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી છે. ખાઈશ પણ નહીં અને ખાવા પણ નહીં દઉના નિવેદન અંગે મોદીએ દેશની પ્રજાની હૈયાધારણા આપવી જોઈએ. વડાપ્રધાન હવામાં વાતો કરે છે. જ્યારે તેમની વાતોમાં વજન હોવું જોઈએ.

    ભાજપે પણ સંસદમાં આજે કૉંગ્રેસને ઈંટનો જવાબ પથ્થરથી આપતાં આક્રમક વલણ અપનાવ્યું હતું. ભાજપના સાંસદ અર્જુનરામ મેઘવાલે સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રાની ફેસબુક પોસ્ટ અંગે સવાલ ખડો કરીને તેને સંસદનું અપમાન ગણાવ્યું હતું. તેમણે આ અંગે રજૂઆતનો સમય માગ્યો હતો, પરંતુ સ્પીકરે તેમની માગણી ફગાવી દીધી હતી.

                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment