• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Managing Editor : Ranveer Singh
  • ભગતસિંહના શહીદ દિને તેમનામાંથી પ્રેરણા લઈને વિધાનસભામાં દારૂ બોંબ ફોડયો
    krishnadadawala krishnad.... on Tuesday, March 24, 2015 reviews [0]

    ગાંધીનગર : પોટલી ફેંકનાર બાબુભાઈ પટેલે પોતાની ઓળખ આપતા જણાવ્યું હતું કે, હું વિસનગર તાલુકાના જેતલવાસણા ગામનો છું. ૨૦ વર્ષ સુધી હાઈસ્કૂલમાં આચાર્ય હતો. અત્યાર સુધી મંત્રીઓ અને અધિકારીઓને દારૂબંધી લાગુ પાડવા માટે સેંકડો પત્રો લખ્યા હતા છતાં તેનું કોઈ પરિણામ ન આવતાં ભગતસિંહના શહીદ દિને તેમનામાંથી પ્રેરણા લઈને વિધાનસભામાં દારૂ બોંબ ફોડયો છે તેનું મને ગૌરવ છે. ૨૦ વર્ષથી દારૂ સામે લડતો આવ્યો છું અને મૃત્યુપર્યંત દારૂબંધી લાદવા માટે લડતો રહીશ. મારા ગામમાં અને આસપાસના ગામોમાં મેં છેલ્લાં ૨૦ વર્ષથી દારૂ વેચાવા દીધો નથી. દારૂની પોટલી વિધાનસભામાં ફેંકી છે. હું આજે ખુશ છું કે ગુજરાતના લોકો સુધી હું દારૂબંધીનો અવાજ પહોંચાડી શક્યો છું. સરકાર મને જાણતો હોવાથી મારા પર કોઈ દબાણ તેઓ લાવી શક્યા નથી. દરેક મહોલ્લે અને ગામે દારૂની સામે લોકો લડશે તો જે તે સ્થળે સત્તાવાળાઓએ દારૂ બંધ કરવો જ પડશે. હું તો સફળ રહ્યો છું લોકો પણ સફળ થઈ શકે છે.
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment