• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Managing Editor : Ranveer Singh
  • વેદના- અથડાયા સ્વરો મારા સકળ મને...-- નીશીસિંહ
      વેદના- અથડાયા સ્વરો મારા સકળ મને...-- નીશીસિંહ krishnadadawala krishnad.... on Monday, February 16, 2015 reviews [0]
    વેદના
    અથડાયા સ્વરો મારા સકળ મને,
    કે નિહાળ્યું'તું એ જ છૂટ્યું વદન મને.

    હઠે હું, થૈ ફના નમણાં સંગાથને,
    કોઈના અંગતે ય ના શરણ મને.

    ઝાંખા દીપ બુઝતા લાગણી તળે,
    અંધારે ન ચેન, અડે કાજળ મને.

    સાચે વેદના રીઢી બનાવશે,
    અનેક સ્નેહની બાળ સાધક મને.

    માયાના સડે તૃષાતુર કાફલા,
    ખેંચે કૈંક સુવાળા વળગણ મને.

    રાખી સાવધાની આયખા સુધી,
    ભૂલાયું ના દીલેથી નગર મને.

    મહોબ્બતના મેળા ! કેટલા જંગો ?
    સ્નેહાળ ચહેરાની ચાહત મને.

    ભીના આંસુ એ યાચું હું ભિક્ષા પ્રભુ,
    દીક્ષા દે નિજ શ્રધ્ધાએ સ્મરણ મને.

    રાધે શ્યામની અનેરી પ્રીત નિશી
    ભગવા ભાવની પ્યારી ગઝલ મને.
    ……રચીયતા…….નિશી……………
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment