• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Managing Editor : Ranveer Singh
  • સંઘ પ્રદેશ માં ગેરકાયદે બાંધકામો સામે હવે ખુદ સાંસદ જ મોરચો માંડશે
    krishnadadawala krishnad.... on Friday, August 8, 2014 reviews [0]
    વાપી. તા. ૭

    સંઘપ્રદેશ માં એસોસિયેટ ટાઉન પ્લાનર એવમ્ પ્લાનીંગ એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટીનાં મેમ્બર સેક્રેટરી કે.એસ.ચંદ્રશેખરે નોકરીમાંથી રાજીનામુ આપ્યા બાદ આ પદોનો હવાલો દમણનાં ટાઉન પ્લાનર પી.પી.પરમારને સોંપાયેલો છે.

    બાંધકામો ધ્વસ્ત કરવા આદેશ છતાં કાર્યવાહી થઈ નહીં : એટીપી અને પીડીએનાં મેમ્બર સેક્રેટરી ઇન્ચાર્જ પી.પી.પરમાર વિરુદ્ધ દિલ્હીમાં રજૂઆત કરાશે

    હવે દાદરા-નગરહવેલીનાં નરોલી, સાયલી અને સામરવરણી ગામની હદમાં ત્રણ મસમોટા ગેરકાયદે બાંધકામો અંગે અગાઉ પીડીએ તરફથી થયેલી કાગળીયા કાર્યવાહીને અંતે આ ત્રણેય સ્થળનાં અનધિકૃત ઠરી ચૂકેલા બાંધકામોને ધ્વસ્ત કરવાનાં આદેશ કાગળ ઉપર થઇ ચૂકેલા છે. અને આ બાંધકામનાં ધારકોને કોર્ટનું સંરક્ષણ મેળવવામાં પણ નિષ્ફળતા સાંપડેલી છે. તેમ છતાં આ ગેરકાયદે બાંધકામોનાં ડિમોલીશન માટે પીડીએનાં મેમ્બર સેક્રેટરીએ લાંબા સમયથી કાર્યવાહી કરવાનું ટાળી ફાઇલો દબાવી રાખેલાની ઉઠેલી ફરિયાદને પગલે સાંસદ નટુભાઇ પટેલની આગેવાનીમાં ભાજપા આગેવાનોનું પ્રતિનિધીમંડળ દિલ્હીમાં ગૃહમંત્રાલયમાં આ એટીપી અને પીડીએનાં મેમ્બર સેક્રેટરી ઇન્ચાર્જ પી.પી.પરમાર વિરૂધ્ધ શુક્રવારે રજૂઆત કરશે એમ જાણવા મળી રહ્યુ છે.

    કેટલાક જાણભેદુઓનાં વર્ણવાયાનુસાર આગામી અઠવાડિયે પ્રશાસક સમક્ષ આ ફાઇલો ઉપર આવશ્યક કાર્યવાહીનાં આદેશ છતાં એને દબાવી રાખવાની ગુસ્તાખી બદલ પી.પી.પરમારને ફરજમોકૂફી હેઠળ મુકવાની માંગણી પણ થવાની સંભાવના છે. પ્રશાસનમાં મનમાની આચરનારા અધિકારીઓને એક સ્પષ્ટ સંદેશ આપવા હેતુ પણ આ અધિકારી વિરૂધ્ધ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવાનું કૌવત પ્રશાસક બી.એસ.ભલ્લા દાખવશે એવી અપેક્ષા સેવાઇ રહી છે.
    તથા દમણ માં પણ ગેરકાનૂની બાંધકામો થયેલા છે તે બાબતે ચુપકીદી સેવાશે એવું જણાઈ રહ્યું છે.
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment