• Gallery
 • Browse by Category
 • Videos
 • Top Rated Articles
 • Public TimeLine
 • News RSS Feeds
 • Chief Editor : Manilal B. Par |  Executive Editor : Bipul A. Singh
 • 'ઈબોલા' વાયરસનો ભારતમાં પ્રવેશ : 3 દર્દીઓ દેખરેખ હેઠળ, જાણો તેના લક્ષણો એક ક્લિકે
   'ઈબોલા' વાયરસનો ભારતમાં પ્રવેશ : 3 દર્દીઓ દેખરેખ હેઠળ, જાણો તેના લક્ષણો એક ક્લિકે krishnadadawala krishnad.... on Friday, August 8, 2014 reviews [0]
  નવી દિલ્હી, 8 ઓગસ્ટ

  પશ્ચિમ આફ્રિકામાં લોકો માટે કહેર બની ચુકેલો વાયરસ ઈબોલા હવે ભારત સુધી પહોચે તેવી શક્યતા છે. આ શક્યતાના કારણે દેશના મુખ્ય એરપોર્ટ પર એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યુ છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયએ લાઈબેરિયાથી 50થી 60 લોકોની ભારત આવ્યાના ખબર પછી દિલ્હી, મુંબઈ, કોલકતા, બેંગ્લોર, હૈદરાબાદ અને કોચી જેવા મુખ્ય એરપોર્ટને એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યુ છે. આ રોગની ગંભીરતા સમજાતા WHO દ્વારા ઈન્ટરનેશનલ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી દેવામાં આવી છે.

  એરપોર્ટ પ્રસાસનના ઈથિયોપિયન એવરેજ, કેન્ટા એરવેઝ અને એમિરેટ્સથી આવનાર યાત્રીઓ પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. શક્યતા છે કે ભારતમાં ઈબોલા વાયરસ દિલ્હીના ઈન્દિંરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ અથવા મુંબઈ છત્રપતિ સિવાજી એરપોર્ટથી એન્ટ્રી કરી શકે છે. કારણકે મોટા ભાગની આફ્રિકાની ફ્લાઈટ અહીં જ ઉતરે છે. નોંધનીય છે કે પશ્ચિમી આફ્રિકાના દેશોમાં ઈબોલા વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. ઈબોલા વાયરસના કારણે અત્યાર સુધીમાં સરેરાશ 900 લોકો જીવ ગુમાવી બેઠા છે. વર્લ્ડ બેન્કે વાયરસ રોકવા માટે સંક્રમણને રોકવા માટે લાઈબેરિયા, સેયરા, લિયોન અને ગિનીને 20 કરોડ ડોલરની મદદ જાહેર કરી છે.

  મેડિકલ એસોસિયેશનના સંપર્કમાં એરપોર્ટ પ્રશાસન : ભારત સરકારે મેડિકલ એસોસિયેશન સાથે પણ સંપર્ક કરી લીધો છે જેથી કોઈ પણ સ્થિતિમાં પરિસ્થિતિનો ઉકેલ ઝડપથી લાવી શકાય. ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનના પ્રવક્તા ડો. રાજિંદર સૈનીનું કહેવુ છે કે, અમે સરકારનો સંપર્ક કર્યો છે, હાલ સ્થિતિ ખરાબ નથી. પરંતુ આપણી જનસંખ્યા ઘણી વધારે છે અને સામે સંસાધન ખૂબ ઓછા છે. ડો. સૈનીના જણાવ્યા પ્રમાણે આફ્રિકાના દેશોથી એમ પણ કોઈ ભારત નથી આવી રહ્યા અને જે લોકો આવી રહ્યા છે તેઓ ઉપચારના હેતુથી ભારત આવી રહ્યા છે. અને તેથી જ એરપોર્ટ ઓથોરિટી અને હોસ્પિટલોને વધુ સતર્ક રહેવાની જરૂર છે.

  મુંબઈ એરપોર્ટ ઓથોરિટીના પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે તેમણે એલર્ટ જાહેર કરી દીધુ છે અને અરાઈવલ ડિપાર્ચર ટર્મિનલ પર યાત્રીઓ માટે સાઈન બોર્ડ લગાવીને લોકોને માહિતી પૂરી પાડવામાં આવી રહી છે. તેમણે વધુમાં જણાવ્યુ છે કે હંમેશ માટે ડોક્ટરની એક ટીમ હંમેશા સરકારની ટીમની સાથે રહેશે. આબોલા વાયરસના કારણે સમગ્ર વિશ્વની એરલાઈન્સ ચિંતીતી છે. બ્રિટિશ એરવેઝે લાઈબેરિયા અને સિઅરા લિયોન જતી ફ્લાઈટ 31 ઓગસ્ટ સુધી સ્થગિત કરી દીધી છે. એર ઈન્ડિયા અને જેટ એરવેઝની ફ્લાઈટો આફ્રિકા દેશોમાં જતી નથી. આ કક્ષાએ પણ સરકાર ખૂબ સતર્કતા રાખી રહી છે. પરંતુ અત્યારે સૌથી વધારે એલર્ટ એરપોર્ટ પર રાખવામાં આવી રહ્યુ છે.

  એરપોર્ટ પર પાંચ નિયમ બનાવવામાં આવ્યા છે.

  1. આફ્રિકી દેશોથી આવનાર યાત્રીઓનું સ્ક્રીનિંગ કરવુ
  2. તે લોકોએ જાતે જ રિપોર્ટ કરાવી દેવો તેવી અપીલ કરવામાં આવી છે
  3. ઈમિગ્રેશન અને કસ્ટમ અધિકારીઓને કડક ચોકસી રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે
  4. કોઈ પણ પરિસ્થિતિનો ઉકેલ લાવી શકાય તે માટે એરપોર્ટ પર જ બધી સુરક્ષા વ્યવસ્થા ગોઠવવવામાં આવી છે.
  5. વાયરસ જોવા મળે તો ઈન્ડિયન મેડિકલ એસોસિયેશનના ડોક્ટરોનો તુરંત સંપર્ક કરવો

  ઇબોલા વાઇરસનાં લક્ષણો
  જે લોકો આ ઇબોલા વાઇરસનો ભોગ બને છે તેનાં શરીરમાં તાત્કાલિક તાવ ચડી જાય છે, નબળાઈ આવી જાય છે અને નસો તૂટતી હોય તેવો અહેસાસ થાય છે. માથામાં અસહ્ય દુઃખાવો જાય છે તેમજ ગળામાં બહુ જ દર્દ થવા લાગે છે. આ વાઇરસ જેને લાગે છે અને તે ઊલટી કરવા લાગે છે. આ રોગનો ભોગ બનનાર વ્યક્તિની કિડની અને લીવર પણ ફેલ થઇ જાય છે અને બ્લડિંગ થવા લાગે છે. સામાન્ય રીતે ભોગ બનનારને ઘરની બહાર ફેંકી દેવાય છે.

  બીજી તરફ એક અતિ ક્રૂર ઘટના પ્રકાશમાં આવી છે, અહીં જે લોકો આ વાઇરસનો ભોગ બની રહ્યાં છે તેમની સાથે પરિવારજનો પણ રહેવાનું ટાળી રહ્યાં છે, જેમ કે લિબેરિયામાં એક વ્યક્તિનું આ વાઇરસને કારણે મૃત્યુ થતાં તેના પરિવારજનોએ ભયને કારણે તેને રસ્તા પર ફેંકી દીધી હતી, આ શખ્સની આંખોમાંથી લોહી વહી રહ્યું છે અને શરીર સડી રહ્યું છે. વાઇરસ તાત્કાલિક ફેલાતો હોવાથી તેનાથી લોકો દૂર ભાગી રહ્યાં છે.

  લાઈબેરિયામાં આપત્તિ જનક સ્થિતિ જાહેર

  નોંધનીય છે કે પશ્ચિમી આફ્રિકી દેશ લાઈબેરિયામાં ઈબોલા ફેલાવાના કારણે અને તેમાં ઘટાડો પણ થતો ના હોવાથી ત્યાંની સરકાર દ્વારા આપત્તિકાળનો સમય જાહેર કરી દેવામાં આવ્યો છે.રાષ્ટ્રપતિ એલન જોનસન સપલીફે રાષ્ટ્રપતિ એલન જોનસન સરલીફે રાષ્ટ્રીય કક્ષાએ જાહેરાત કરતા કહ્યુ છે કે લાઈબેરિયામાં આ સંકેટ વધારે વિકટ બની રહ્યુ છે કારણે કે લોકો તેમના બીમાર સંબધીઓને કોઈ એકાંત સ્થળે લઈ જવાની જગ્યાએ ઘરમાં જ રાખી રહ્યા છે અને તેના કારણે આ રોગ વધારે ફેલાઈ રહ્યો છે. લાઈબેરિયાની બીમારીના કારણે અત્યાર સુધીમાં સરેરાશ 282 લોક મૃત્યુ પામ્યા છે.
                             

    Comments
  » Not yet reviewed by any member. You can be the first one to write a review.
  
  » You must be logged in to post a comment