• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Executive Editor : Bipul A. Singh
  • પ્રેમિકાનો બળજબરીથી ગર્ભપાત કરાવાયો
    વડોદરા સ્થિત આશીર્વાદ નામની ખાનગી હોસ્પિટલમાં લઇ જઇ ગર્ભપાત
    krishnadadawala krishnad.... on Friday, September 5, 2014 reviews [0]
    વડોદરા.• ઘરે કોઇને કહ્યા વગર નીકળી ગયેલી સગીરા ઘરે પરત ફરતા ભાંડો ફૂટયો વલસાડ, તા. ૪ વલસાડના મોગરાવાડી ખાતે રહેતી ૧૭ વર્ષીય તરુણીને લગ્નની લાલચ આપી, તેણીની મરજી વિરુદ્ધ વારંવાર શરીર સંબંધ બાંધીને ગર્ભવતી બનાવી દીધા બાદ, લગ્ન ન કરવાની ધમકી આપી બળજબરીપૂર્વક વડોદરા સ્થિત એક ખાનગી હોસ્પિટલમાં તરુણીનો ગર્ભપાત કરાવી દેનાર અબ્રામાના રાજનનગરમાં રહેતા યુવાન, તેની માતા અને ભરૂચના જંબુસર ખાતે રહેતા બનેવી વિરુદ્ધ વલસાડ સિટી પોલીસ મથકમાં ગુનો નોંધાતા ચકચાર મચી ગઇ છે. મોગરાવાડી ખાતે રહેતા અજય બી. પટેલ, ઉ.વ.૪૬ (નામ બદલ્યું છે) નામના શ્રમજીવીએ ગત મોડીરાત્રે વલસાડ સિટી પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યાનુસાર, તેની પત્ની હયાત નથી. મોટી પુત્રીના લગ્ન થઇ ગયાં છે અને નાની પુત્રી નિર્ભયા, ઉ.વ.૧૭ (નામ બદલ્યું છે) તથા માતા-પિતા સાથે રહે છે. ગત તા. ૨૫-૮એ રાત્રે રાબેતા મુજબ જમી-પરવારીને પરિવારજનો ઊંઘી ગયાં હતાં. અજયભાઇ બીજે દિવસે સવારે ૬-૦૦ વાગ્યે ઉઠીને જોતા પુત્રી નિર્ભયા નજરે પડી નહતી. આસપાસમાં તપાસ કરતા મળી આવેલી નહીં. ત્યારબાદ અજયભાઇના ભાઇ રાજેશની પત્ની રાધાબેન પર ગત તા. ૨૬-૮એ નિર્ભયાએ અજાણ્યા મોબાઇલ નંબર પરથી ફોન કરી, સુરત ખાતે બહેનપણીના ઘરે છું અને કાલે પરત ઘરે આવી જઇશ તેમ જણાવ્યા પછી બીજે દિવસે પણ એ જ વાતનું રટણ કર્યા બાદ છેક તા. ૨જીએ મોગરાવાડી ઘરે પહોંચેલી નિર્ભયાની વર્તણૂક અંગે શંકા જતા, પિતાએ વિશ્વાસમાં લઇ પૂછપરછ કરતાં, તેણીએ જે હકીકત બયાન કરી, તે સાંભળી પિતા સહિતના પરિજનોના પગ તળેથી ધરતી સરકી ગઇ હતી. નિર્ભયાના જણાવ્યાનુસાર, વલસાડના અબ્રામા સ્થિત રાજનનગરમાં રહેતા મનીષ સુરેશભાઇ પટેલ નામના યુવાન સાથે એક વર્ષ પહેલા નિર્ભયાની આંખો મળી ગઇ હતી. બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાતા, મનીષ અવારનવાર રાત્રી દરમિયાન નિર્ભયાના ઘરે જઇ, લગ્ન કરવાની લાલચ આપી શરીર સંબંધ બાંધતો હતો. જેના ફલશ્રુતિરૂપે નિર્ભયા ગર્ભવતી બની ગઇ હતી. ગભરાઇ ગયેલી નિર્ભયાએ પ્રેમીને આ બાબતે જાણ કરતાં, તેણે ગત તા. ૨૫-૮એ નિર્ભયાને ઘરની બહાર બોલાવી, ગર્ભપાત કરવા સમજાવેલ. જે મુજબ, નિર્ભયા ઘરમાં કોઇને પણ જાણ કર્યા વગર પ્રેમી સાથે ભરૂચના જંબુસર ખાતે રહેતા મનીષના બનેવી ધર્મેશના ઘરે પહોંચ્યા હતાં. ત્યાં તેણીની મરજી વિરુદ્ધ ધર્મેશની વેગન-આર કારમાં બેસાડી વડોદરા સ્થિત આશીર્વાદ નામની ખાનગી હોસ્પિટલમાં લઇ જઇ ગર્ભપાત કરાવી દેવાયો હતો. બાદમાં તા. ૨એ ઘરે પહોંચેલી નિર્ભયાના ગપ્તાંગમાંથી સતત લોહી પડવાનું અને તે ભાગે દુઃખાવો ચાલુ રહ્યું હતું. પોતાની પુત્રી સાથે બનેલી ઘટનાથી વિચલિત થઇ ગયેલા અજયભાઇ પટેલે આરોપી મનીષ પટેલ, તેની માતા જયશ્રીબેન અને મનીષના બનેવી ધર્મેશ કનુ પટેલ વિરુદ્ધ ગતરાત્રે વલસાડ સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપીની ધરપકડ કરી છે.
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment