• Gallery
  • Browse by Category
  • Videos
  • Top Rated Articles
  • Public TimeLine
  • News RSS Feeds
  • Chief Editor : Manilal B. Par |  Managing Editor : Ranveer Singh
  • સુરક્ષામાં વધારો કરવા માટે 64 જેટલા સીસીટીવી કેમેરાઓ લગાવવામાં આવશે
    સુરક્ષામાં વધારો કરવા માટે 64 જેટલા સીસીટીવી કેમેરાઓ લગાવવામાં આવશે krishnadadawala krishnad.... on Friday, September 5, 2014 reviews [0]

    સુરત, 5 સપ્ટેમ્બર
    સુરતમાં આવેલી નવી સિવિલ હોસ્પિટલમાં સીસીટીવી કેમેરાઓનું નેટવર્ક ઉભું કરવામાં આવશે. હાલમાં વાતાવરણમાં રોગનો ફેલાવો હોવાથી સુરતની નવી સિવિલમાં હજારો લોકોની આવન જાવન રહે છે. માટે સિવિલની સુરક્ષાના પગલે સમગ્ર હોસ્પિટલમાં 64 જેટલા સીસીટીવી કેમેરાથી વોચ રાખવામાં આવશે.

    સુરતમાં આવેલી નવી સિવિલમાં હાલમાં દર્દીઓનો વધારો થયો છે. જેના પગલે સિવિલના અધિકારીઓએ સુરક્ષામાં વધારો કરવા માટે 64 જેટલા સીસીટીવી કેમેરાઓ લગાવવામાં આવશે. સુત્રોએ જણાવ્યું કે હાલમાં નવી સિવિલમાં રોજના પાંચ હજારથી વધુ લોકોની અવર જવર રહે છે. જ્યારે 800થી વધુ રોજના દર્દીઓનો વધારો થાય છે. જેના પગેલ સુરક્ષામાં પણ વધારો કરવાનું સિવિલના સત્તાવાળાઓએ નક્કી કર્યું છે. જેના માટે સિવિલના ટ્રોમા સેન્ટરથી લઇને તમામ ખૂણાઓ ઉપર નજર રહે એની માટે સીસીટીવી કેમેરાઓનું એક નેટવર્ક ઉભું કરવામાં આવશે.

    ઉલ્લેખનીય છે કે નવી સિલિલમાં હાલમાં 30 થી વધારે કેમેરાઓ લગાવવામાં આવ્યા છે. પંરતુ વારંવાર વોર્ડની રચનામાં ફેરફાર કરવામાં આવતાં કેમેરાઓ ચાલી નથી રહ્યા. તો કેટલાક કેમેરાઓ જુના થઇ જતાં બંધ હાલતમાં છે. માટે નવી સિવિલના સત્તાવાળાઓએ વધુ 64 કેમેરાઓ લાવીને નવી સિવિલમાં સુરક્ષા નેટવર્ક ઉભું કરવામાં આવશે. આની માટે આજે 35થી વધારે કેમેરાઓ ખરીદવામાં આવ્યા છે. કુલ કેમેરાઓ માટે નવી સિવિલ તરફથી 10 લાખની આસપાસનું બજેટ ફાટવવામાં આવ્યું છે.
                               

      Comments
    » Not yet reviewed by any member. You can be the first one to write a review.
    
    » You must be logged in to post a comment